________________
શ્લોક–૧૨૪
૪૨૩ ભાવાર્થ છે. જે પુરુષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધનયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરુષને, તત્કાળ સર્વ રાગાદિક આસવભાવોનો સર્વથા અભાવ થઈને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ, અતુલ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી.” વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૫૭ શ્લોક-૧૨૫, ગાથા–૧૮૧-૧૮૩ મંગળવાર, જેઠ વદ ૧૦,
તા. ૧૯-૦૬-૧૯૭૯
इति आस्रवो निष्क्रान्तः।
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यामात्मख्याती आस्रवप्ररूपकः વતુર્યોડ : IT.
ટીકા :- આ રીતે આસવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો.
ભાવાર્થ –આસવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે જાણી લીધો તેથી તે બહાર નીકળી ગયો.
યોગ કષાય મિથ્યાત્વ અસંયમ આસવ દ્રવ્યત આગમ ગાયે, રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ જતાયે; જે મુનિરાજ કરે ઇનિ પાલ સુરિદ્ધિ સમાજ લયે સિવ થાય,
કાય નવાય નમું ચિત લાય કહું જય પાય લહૂ મન ભાય. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં આસવનો પ્રરૂપક ચોથો અંક સમાપ્ત થયો.
(“સમયસાર', ૧૨૪ કળશનો) ભાવાર્થ, છેલ્લી બે લીટી છે ને ! “આસવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો તેને ઓળખીને ટાળ્યો, એ વાત છે. એમાં કાંઈ વિશેષ બીજી વાત નથી. મિથ્યાત્વ આદિ આસ્રવ રંગભૂમિમાં આવ્યા હતા અને જ્ઞાને જોઈ લીધું. જ્ઞાને (જોયું કે, હું તો ચૈતન્ય છું, પૂર્ણ આનંદ છું એવા ભાવ દ્વારા એ આસવને જીતી લીધો. આસવનો નાશ કર્યો. આ છે, એમ. આખા આસ્રવ અધિકારનો, આસવનો સ્વાંગ આવ્યો હતો. એમ. નાટકની પેઠે આમાં કહ્યું છે ને ! “રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે જાણી...” જે શુભ-અશુભ ભાવાદિ આસ્રવ છે, જે સ્વભાવથી ભિન્ન જાત છે.