________________
૪૩૪
સમયસાર સિદ્ધિ-૬ ઉપયોગમાં ઉપયોગ છે. આહા...! પહેલો શબ્દ જ આકરો છે. આત્મા શેમાં છે ? કહે છે કે, આત્મા શુભ-અશુભ ભાવરહિત શુદ્ધ ભાવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર, એવા ભાવમાં આત્મા છે. આત્મામાં આ ભાવ છે એમ નહિ લેતાં આ ભાવમાં આત્મા છે (એમ કહ્યું). કેમ ? એને આધાર બનાવ્યો. આધેય બનાવ્યો આત્માને શું કીધું ઈ ? શુદ્ધ સમ્યગ્દર્શન, જ્ઞાન પવિત્ર પરિણામ, એને આધાર બનાવ્યો. એને આધારે જ આત્મા આધેય છે. આ ઝીણી વાત છે.
ઉપયોગમાં ઉપયોગ છે. પહેલો ઉપયોગમાં એટલે શુદ્ધ પરિણતિ. વીતરાગી શ્રદ્ધા, જ્ઞાન ને શાંતિ એ શુદ્ધ પરિણતિ તે ઉપયોગ. એ ઉપયોગમાં ઉપયોગ છે. એ ઉપયોગની પરિણતિમાં આત્મા છે. આમ જોઈએ તો દ્રવ્યને આધારે પર્યાય છે. અહીં તો કહે છે કે, પર્યાયને આધારે દ્રવ્ય છે. કારણ કે પર્યાયથી જણાણો ને એટલે. સમજાય છે ? બીજી શૈલી કરતાં આ શૈલી જુદી લીધી.
ઉપયોગમાં આત્મા છે. ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ. રાગ-દ્વેષ રહિત એવો જે શુદ્ધ ઉપયોગ, એ ઉપયોગમાં ઉપયોગ એટલે આત્મા દ્રવ્ય છે. કેમકે એ શુદ્ધ ઉપયોગ દ્વારા જણાય છે. જેનાથી જણાણો એને આધારે આત્મા છે એમ કીધું. થોડી ઝીણી વાત છે. આ ગાથા થોડી ઝીણી છે. આહા..! કેમકે પરિણતિ જે શુદ્ધ છે, એ શુદ્ધમાં શુદ્ધ દ્રવ્ય છે એમ જણાય છે. અશુદ્ધથી જણાતો નથી તેમ શુદ્ધમાં દ્રવ્ય છે એવું જાણ્યું કોણે ? કે, શુદ્ધ પરિણતિએ. એટલે શુદ્ધ પરિણતિમાં શુદ્ધ દ્રવ્ય છે. આહા...હા...! ઉપયોગમાં ઉપયોગ છે. આ...હા...! હજી આગળ લેશે.
કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી...” શું કહે છે ? આ આવ્યું આમાં. ઉપયોગ શુદ્ધ છે એમાં આત્મા છે. હવે, અહીં તો એ લેવું છે કે, જે પુણ્ય અને પાપના ભાવ છે એના પ્રદેશો ભિન્ન છે. અસંખ્ય પ્રદેશમાં એ પર્યાય ઉત્પન્ન થાય એના ભેદ છે. વિકારી ભાવ ઉત્પન્ન થાય તે આત્માના અસંખ્ય પ્રદેશથી ભિન્ન પ્રદેશ છે. લ્યો, આવું ઝીણું છે. છે તો એ અસંખ્ય પ્રદેશ, પણ એનો જે છેલ્લો ભાગ છે એના એ પ્રદેશમાં છે. એથી અહીં કહ્યું કે, “બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી...” ભગવાનઆત્માની શુદ્ધ પરિણતિમાં જણાણો એ પ્રદેશ અને આસવના પ્રદેશ બે તદ્દન ભિન્ન છે. છે તો એના અસંખ્ય પ્રદેશ. ઝીણી વાત છે, ભઈ ! અહીં તો વિકાર (લીધું છે). નહિતર નિર્વિકારીમાં પણ પ્રદેશ ભિન્ન છે.
નિર્વિકારી પરિણતિ અને શુદ્ધ દ્રવ્ય, ઓલી પર્યાય છે માટે એટલો અંશ, પ્રદેશ ભિન્ન છે. પણ ઈ અહીં અત્યારે નથી કહેવું. એ ચિવિલાસમાં આવે છે. ચિવિલાસમાં ! ‘ચિદ્વિલાસ” ! નિર્મળ પરિણતિના પ્રદેશ ભિન્ન છે અને દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. નિર્મળ પરિણતિ પર્યાય છે અને દ્રવ્ય છે તે ધ્રુવ છે. આહાહા..! સમજાણું કાંઈ ?
કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી.” આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ ! એનું