________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
૪૩૩
ગાથા-૧૮૧ થી ૧૮૩ ઉપર પ્રવચન
‘ત્યાં સંવર અધિકારની) શરૂઆતમાં જ, ભગવાન કુંદકુંદાચાર્ય) સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદવિજ્ઞાન તેની પ્રશંસા કરે છે -' ભેદવિજ્ઞાન ઉત્કૃષ્ટ ઉપાય છે. ગમે તેવો વિકલ્પ હોય એનાથી ભિન્ન પડવું અને સ્વરૂપમાં અભેદ થવું એ ઉપાય છે. એ વાત કરે છે, જુઓ !
उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो। कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो।।१८१।। अट्टवियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो। उवओगम्हि य कम्मं णोकम्मं चावि णो अत्थि।।१८२।। एदं तु अविवरीद णाणं जइया दु होदि जीवस्स।
तइया ण किंचि कुव्वदि भावं उवओगसुद्धप्पा।।१८३।। હરિગીત.
ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં, છે ક્રોધ ક્રોધ મહીં જ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧. ઉપયોગ છે નહિ અષ્ટવિધ કમ અને નોકર્મમાં, કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં. ૧૮૨. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉભવે છે જીવને,
ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩. ટકા – ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (અર્થાત્ એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી).” આહા..હા..! ખરેખર ભગવાન એક આત્મસ્વરૂપ, તેની બીજી વસ્તુ નથી. બીજી તેની નથી. એકની બીજી નથી. આહા..હા..! એના પુણ્ય-પાપેય, એના નથી. આહા...! એક વસ્તુની બીજી વસ્તુ નથી. કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી....” આહા..હા....!
મુમુક્ષુ — વિકારના પ્રદેશો જુદા છે.
ઉત્તર :- આમાં કહ્યું શું ? ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ઉપયોગ છે. શુદ્ધ શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન ને શાંતિની પરિણતિ એ ઉપયોગમાં ઉપયોગઆત્મા છે. શું કીધું? ઉપયોગમાં ઉપયોગ છે. પહેલો ઉપયોગ છે એ શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રની નિર્મળ પરિણતિ. એ ઉપયોગમાં ઉપયોગ છે (એટલે કે એમાં આત્મા છે. કારણ કે એ દ્વારા આત્મા જણાય છે. છે ને ?