________________
૪૩૬
સમયસાર સિદ્ધિ-૬. વાળે. એક સમયનો સંવર એના જન્મ-મરણના અંત લાવે. આહા...હા....!
બે વાત થઈ કે, એક વસ્તુને બીજી વસ્તુ સાથે) સંબંધ નથી. આત્માને અને આસવને સંબંધ નથી, આત્માને અને કર્મને સંબંધ નથી, આત્માને અને શરીરને સંબંધ નથી, આત્માને બહારના ધંધા, બાયડી, છોકરાની સાથે કાંઈ સંબંધ નથી, કહે છે.
મુમુક્ષુ :- કોઈ રોટલા નહિ ઘડી શ્વે.
ઉત્તર :- કોણ (ઘડે) ? એનો આત્મા છે એ બીજી ચીજનો નથી. એનો આત્મા છે – સ્ત્રીનો આત્મા છે એ પતિનો નહિ. પતિનો આત્મા છે એ પત્નીનો નહિ. આહા..હા...! એક વસ્તુને બીજી વસ્તુ (સાથે) સંબંધ નથી. આ..હા...હા...! આવું છે.
અહીં તો આગળ લઈ ગયા. એક વસ્તુ – આસ્રવ એ બીજી વસ્તુ છે, એમ કહે છે. આમ તો નવ તત્ત્વમાં તો સંવરતત્ત્વ જ ભિન્ન લીધું છે. અત્યારે એને શુદ્ધ સંવર છે તેમાં એ જણાય છે માટે તેને આધારે જણાણો માટે એનો આધાર – સંવરનો આધાર આત્માને છે. સંવરનો આધાર આત્માને છે ! કેમકે સંવર દ્વારા જણાણો. સમજાણું કાંઈ? આહાહા.!
બહુ ટૂંકું થોડામાં શરૂઆત કરી છે, ભારે કરી છે. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી.” નિશ્ચયથી એટલે ખરેખર એમ કીધું છે. પણ વ્યવહારે છે કે નહિ ? કોઈ એમ કહે. વ્યવહારે કહેવામાં આવે એ તો કથનમાત્ર છે કે, ભઈ ! આ મારું શરીર છે કે આ મારા કર્મ છે કે જીવને ત્રણ શરીર છે ને જીવને ઔદારિક, તેજસ, કાર્મણ શરીર છે. ઈ કથનમાત્ર કહેવામાં આવે છે. બાકી એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કાંઈ સંબંધ નથી. આહા...હા...! એ તો વળી પ્રદેશભિન્નવાળી ચીજો તો નથી પણ આ આસવ છે એ તો પોતાના પ્રદેશમાં છે, છતાં એ પ્રદેશ ભિન્ન છે અને આત્માના પ્રદેશ ભિન્ન છે. નિર્મળ શુદ્ધ ધ્રુવના પ્રદેશ ભિન્ન છે અને જેટલા અંશમાંથી આસ્રવ ઉત્પન્ન થાય તે પ્રદેશ જુદા છે. આ..હા...હા...! એ વસ્તુ જુદી છે તો વસ્તુના પ્રદેશો પણ જુદા છે. અરે ! શું કીધું સમજાણું ?
આત્મા ભગવાન ચિદાનંદ સ્વરૂપ, એમાં પુણ્ય અને પાપના ભાવ બીજી વસ્તુ છે તો એને ને એને કાંઈ સંબંધ નથી. કાંઈ સંબંધ નથી એટલું નહિ પણ હવે (કહે છે) એના પ્રદેશ ભિન્ન છે. આહાહા.! જે ક્ષેત્રમાં, જેટલામાં ધ્રુવપણું છે એટલામાં એ આસવ નથી. એનાથી જરી ભિન્ન પ્રદેશ છેલ્લા અંશમાં આસ્રવ છે. એટલે એના પ્રદેશ અસંખ્ય માહ્યલો પ્રદેશ ભિન્ન છે. છે તો પોતાના અસંખ્ય પ્રદેશ) જે છે ઈ. આહા..હા..!
મુમુક્ષુ :- એક અપરિણમતા પ્રદેશ ને એક પરિણમતા પ્રદેશ છે ? ધ્રુવ અપલટતા પ્રદેશમાં બિરાજમાન અને આસ્રવ પલટતા પ્રદેશમાં છે.
ઉત્તર :- છેલ્લા અંશમાં છે. છેલ્લો અંશ, અસંખ્ય પ્રદેશનો છેલ્લો અંશ. એ પ્રદેશ એટલા ભિન્ન છે. આની કોર આખો ધ્રુવ આત્મા ભિન્ન છે. આહા..હા...!