________________
શ્લોક-૧૨૫
૪૨૯
જામનગરમાં આઠમ ને પાણીના અપવાસ કરે ને ઘણા સંવર કરે. જેમ પોષા કરે ને એવી રીતે સંવર કરે.
ભાવાર્થ :- “અનાદિ કાળથી જે આસવનો વિરોધી છે.” (એટલે કે, સંવર “એવા સંવરને જીતીને આસવ મદથી ગર્વિત થયો છે. આહા...હા...! નવમી રૈવેયક ગયા એવા દિગંબર સાધુ મિથ્યાષ્ટિને પણ મેં વશ કર્યા છે. હજારે રાણી છોડી, ઘર, દુકાન, મકાન છોડી, ધંધા છોડીને ત્યાગી થયો પણ છતાં આસ્રવ કહે છે કે, એમાં મારી જીત થઈ છે. (કેમકે) રાગનો ભાવ છે એને જ એણે ધર્મ માન્યો. આહાહા...! મહાવ્રતના પરિણામ આદિ છે એને પોતાનો ધર્મ માની લીધો).
અહીં સંવર લે છે. તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો છે... લ્યો ! તે આસવનો તિરસ્કાર કરીને...” તિરસ્કાર કરીને એટલે કે ફરીને હવે તું થઈશ નહિ. આહા..હા..! તે આસવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો છે. આહા...હા. શું આચાર્યની શૈલી ! ઓ.હો.હો..! કહે છે કે, હંમેશને માટે જ્ય મેળવ્યો છે.” આમાંથી હું હવે પડી જઈશ, સંવરથી પડી જઈશ હવે એ વસ્તુસ્વરૂપમાં એમ નથી. આહા..હા....! એક વાત છે ને, “નયપરીહિણામાં ? “આસ્રવ (અધિકાર)માં. બાકી આદરવાનું આ (છે). આહાહા..! સંવર ઉત્પન્ન થયો એ હંમેશને માટે જય મેળવ્યો. આહા..હા...!
આનંદસાગર આત્મા ! પુણ્ય અને પાપના શુભ-અશુભ બધા રાગ મેલ, આસવ, અશુચિ અને જડ, દુઃખરૂપ (છે). આ.હા...! તેનાથી ભિન્ન પડી, તેને તિરસ્કાર કરી અને પોતાના ચૈતન્યસ્વરૂપમાં લીન થયો એના નિજરસથી, આનંદના રસથી ચૈતન્યજ્યોતિ ફેલાય. આહા..હા...!
(લોકો) એમ કહેતા કે, આ તો માળું કષ્ટ છે. મુનિપણું કે આ ધર્મ કષ્ટારૂપ) છે. એમ નથી. આનંદરસવાળું છે. ધર્મ છે એ આનંદના રસવાળો છે અને ઓલું તો આકરું પડે, પરિષહ સહન કરવામાં તો. આહાહા..! નિજરસના ચૈતન્યપ્રકાશ પોતાના સ્વરૂપથી (અભિન) “અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્યપ્રકાશ નિજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે.” આ.હા...હા...! ટીકાકારી ટીકા વખતે ઉમેદ છે, ઉમેદ અંદરથી ! આ...હા..હા..! અમે હવે અમારા તરફ ગયા એ હવે બહાર નહિ નીકળવાના. આ..હા..હા...! અમે અમારા ઘરમાં ગયા (એટલે) સદાય અમારો વિજય થયો. આસ્રવ ઉપર સદાયને માટે વિજય મેળવ્યો. આહા..હા.! એક આસ્રવ (અધિકારમાં) વળી નય પરીહિણા જણાવ્યું હતું. કોકને એવું થાય. શુદ્ધનયથી ભ્રષ્ટ થઈ જાય.
અહીં કહે છે કે, આ તો જેવો અંદર ભગવાન પ્રગટ્યો છે, ચૈતન્યજ્યોત, જાગતી જ્યોત એવી ને એવી રહેવાની છે. આ..હા..હા..! એમ કહીને અપ્રતિહત સંવરદશા બતાવી છે. આ..હા..હા....!