________________
શ્લોક-૧૨૫
૪૨૭
એનો વિરોધી સંવર છે. એ આસ્ત્રવે પોતાના વિરોધી સંવરને જીતવાથી” સંવર થવા ન દીધો. આસવના પ્રેમમાં સંવર થવા ન દીધો એમ કહે છે. આહાહા..! “સંવરને જીતવાથી એકાંત-ગર્વિત” થયો છે. કોણ ? આસવ. મેં મોટા માંધાતાને પાડ્યા છે. સાધુ નામ ધરાવનારા, અગિયાર અંગના ભણનાર, પંચ મહાવ્રતના પાળનાર એવાને પણ મેં પાડ્યા છે. આસવ છે એમાં એને પ્રેમ છે. એ આસ્રવ છે. આહા...હા...! મારા પંજામાંથી કોઈને નીકળવા નથી દીધા. એવો અહંકાર આસવને થયો. આહાહા..!
‘એકાંત-ગર્વિત (અત્યંત અહંકારયુક્ત) થયો છે એવો જે આસવ તેનો તિરસ્કાર કરવાથી...” હવે સંવરાની વાત કરે છે). આહાહા...! સ્વનો આશ્રય લઈ અને સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર પ્રગટ કરી તેનો તિરસ્કાર કર્યો. [પ્રતિબ્ધ-નિત્ય-વિનય સંવરમ્ “જેણે સદાય વિજય મેળવ્યો છે.” ઓલાએ (-આસવ) તો ફક્ત અનાદિકાળથી અમુક (સમય) સુધી વિજય મેળવ્યો) હતો અને આણે –સંવરે) તો સદાય વિજય મેળવ્યો છે. શું કહે છે એમ કહીને ? કે, જેણે રાગ અને પુણ્ય-પાપના વિકલ્પથી ભિન્ન આત્માનો અનુભવ કર્યો, શુદ્ધ ચૈતન્ય અને સંવર પ્રગટ કર્યો એનો હવે સદાય વિજય રહેવાનો. આહા...હા...! એ સંવર હવે આસ્રવ થવાનો નહિ, સંવરથી પડવાના નહિ, એમ કહે છે. આહા..હા....!
જેણે ભગવાન આત્મા પૂર્ણ આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે એમ જેણે અનુભવમાં લીધો એ. સંવર છે). એ સંવરે સદા.. આ..હા..! વિજય મેળવ્યો છે. આહા...હા...! એવો સંવર – આસ્રવ ઉપર સદાય વિજય મેન્થયો છે એવો સંવર. જે સંવર એકવાર થયો એ ફરીવાર પડવાનો નહિ, એમ કહે છે. આહાહા...! આચાર્યની ભાષા જુઓ ! “સદા વિજય મેળવ્યો છેએવો સંવર. કારણ કે આસ્રવ તો અમુક અનાદિસાંત હતો. આ તો સાદિઅનંત સંવર પ્રગટ્યો એટલે સાદિઅનંત સંવર રહેવાનો. આહા...હા...! સમકિત થયું એ સમકિત સાદિઅનંત રહેવાનું. એવી વાત છે. શ્લોક ઊંચો છે આ !
[પ્રતિબધ્ધ-નિત્ય-વિનય સંવર જેણે સદાય વિજય મેળવ્યો છે. એવો જે સંવર. સિમ્પવિતા “ઉત્પન કરતી.” આહા...હા..! ચિનુજ્યોતિની વાત કરવી છે ને ! ચિનુજ્યોતિ – જ્ઞાનરૂપી જ્યોતિ એવો જે ભગવાન આત્મા, એ ચિન્મય જ્યોતિ ઉત્પન્ન કરતી. સંવરને ઉત્પન્ન કરતાં ચૈતન્યજ્યોતિ ઉત્પન્ન થઈ. ઓલો જે આસ્રવ ઉત્પન્ન થતો એ અહીં ચૈતન્ય ઉત્પન્ન થયો. ચૈતન્ય ! સંવરે, ચૈતન્યસ્વરૂપ ત્રિકાળ, એના આશ્રયથી ચિન્મય ચૈતન્યજ્યોતિ પ્રગટ થઈ. આ.હા..આવું છે.
પિરપતઃ વ્યાવૃત્ત| પુણ્ય અને પાપના વિકલ્પો, એનાથી સંવર દશા વ્યાવૃત્ત થઈ, દશા રહિત થઈ. આહા...હા...! આ સંવર ! આમ તો સંવર ઘણા લઈને બેસે છે. આસવનો તમે કરાવો સંવર. એ સંવર નહિ. અંતરના અનંત આનંદના સ્વભાવનો ભેટો કરી અને તેમાં લીનતા થઈ, તેથી આસ્રવ ઉત્પન્ન થયો નહિ અને તે ન થયો તે હવે થવાનો નહિ. એવી રીતે સંવર સદાય રહે (એવો) વિજય મેળવ્યો. આ..હા...! અને તેથી ચૈતન્યજ્યોતિ