________________
૪૨૪
સમયસાર સિદ્ધિ-૬
સ્વભાવ છે એ શુદ્ધ ચૈતન્ય છે, એમ જાણી અને એ સ્વાંગને જેણે દૂર કર્યો. સ્વરૂપમાં સ્થિર થઈ એ અસ્થિરતાનો નાશ કર્યો. તેથી તે બહાર નીકળી ગયો.” તેથી આસવ રંગભૂમિમાં આવ્યો હતો એ નીકળી ગયો. હવે, એના ઓલાનું (-અર્થનો) કળશ.
યોગ કષાય મિથ્યાત્વ અસંયમ આસવ દ્રવ્યત આગમ ગાયે, રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ જતાયે; જે મુનિરાજ કરે ઇનિ પાલ સુરિદ્ધિ સમાજ લયે સિવ થાય,
કાય નવાય નમું ચિત લાય કહું જય પાય લહૂ મન ભાય. હિન્દીમાં ટૂંકું કર્યું. “યોગ કષાય મિથ્યાત્વ અસંયમ આસવ...” એ દ્રવ્યત્વ છે. જડ, જડ પૂર્વના (બાંધેલા છે). દ્રવ્યત આગમ ગાયો.” પૂર્વના (કર્મ) સત્તામાં પડ્યા છે. “રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ” એ ભાવાસવ. ઓલા પૂર્વના પડ્યા છે) ઈ જડ આસવ (કહ્યા). એ કંઈ બંધનું કારણ નથી. રાગ અને વિરોધ એટલે દ્વેષ, વિમોહ એટલે મિથ્યાત્વ. એવો વિભાવ અજ્ઞાનમય. અજ્ઞાનમય જે ભાવ “યહ ભાવ જતાયે...” એ ભાવાત્સવ બતાવ્યા.
જે મુનિરાજ કરે ઇનિ પાલ....” જે મુનિરાજ પોતાનું પાલન (એટલે કે સ્વરૂપની સ્થિરતા કરે “સુરિદ્ધિ સમાજ.' (અર્થાતુ) અતીન્દ્રિય આનંદની ઋદ્ધિરૂપી પોતાનો સમાજ. ‘લયે શિવ થાય...” એ અનંત આનંદ ને અનંત શાંતિને પામી મુક્તિને પામે. ‘કાય નવાય.” “જયચંદજી) પંડિત પોતે કહે છે. હિન્દી ટીકાકાર ! ‘કાય નવાય.” કાયાથી તેને નમું છું. ચિત્ત લાય.” ચિત્તને સાથે રાખીને. એટલે ચિત્તથી પણ નમું છું, એમ. જય.” એ આ જયચંદ્ર' ટીકાકાર. જય પાય.’ આમ જય મળે અને આસ્રવ ટળીને જય થાય અને એમ જય' પોતાનું નામ નાખ્યું. “જય પાય લહૂ મન ભાય.” મનમાં ભાવના એ છે કે રાગથી રહિત થઈને હું શુદ્ધ થાઉં એવી મારી ભાવના છે.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગલકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં આસવનો પ્રરૂપક ચોથો અંક સમાપ્ત થયો.”