________________
૪૧૮
સમયસાર સિદ્ધિ-૬ પછી પ્રવૃત્તિમાં જોડી દે. પૂજા કરો ને ભક્તિ કરો.. આહા...હા.! શ્રાવકના છ પ્રકારના કર્તવ્ય છે ને ? દેવપૂજા (આદિ, એમાં જોડી દે.
મુમુક્ષુ :- શ્રાવક તો થા પછી ખ્યાલ આવે.
ઉત્તર :– શ્રાવક થયા વિના એ વિકલ્પ ને પૂજા આદિ છે ક્યાં ? આહા...! દેવપૂજા ને એ આવે છે ને ? ગુરુભક્તિ, દાન.. આહાહા...! સંયમ એ ક્યારે ? બાપુ ! એ તો હજી સ્વરૂપના આશ્રયે દૃષ્ટિ થઈ, સ્વરૂપારૂઢ થઈ અને ભેદથી પણ જુદો પડ્યો અને પછી સ્વરૂપમાં ઠરી શકતો નથી ત્યારે એને આવા છ વિકલ્પ આવે. દેવપૂજા, શ્રાવકના છ કર્તવ્ય તરીકે વિકલ્પ આવે. એને વ્યવહારે કર્તવ્ય કહેવાય. આહાહા..! અહીં તો આવા મોટા મકાન બનાવવા. મોટી મૂર્તિઓ બનાવવી). ના પાડવી કે એનાથી ધર્મ થાય નહિ. આહાહા.! કેટલું માણસ ! હો..હા. થઈ જાય. છવીસ હજાર માણસ ! ગામમાં એમ થઈ ગયું ઓ.હો.હો...! છવીસ હજાર ! આટલા માણસ ! હાથી, માણસ લોકો બહારના ભભકા દેખે. અરે... ભાઈ !
બહારથી તો દૃષ્ટિ ઉઠાવ, એમાં બહારમાં કાંઈ નથી પણ રાગ થાય ત્યાંથી દષ્ટિ ઉઠાવ અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ(જ્ઞાન) ભેદ પડે, એવા ભેદ ઉપરથી દૃષ્ટિ ઉઠાવ. આહા...હા....! કરવાનું તો આ છે. બહારના ગમે એવા ઠાઠમાઠ હોય એમાં શું) ?
મુમુક્ષુ :- પુરુષાર્થ તો નિર્વિકલ્પતાનો જ કરવો. ન થાય તો ફરીવાર કરવો. ઉત્તર :- એનો જ કરવો. મુમુક્ષુ - ન થાય તો ફરી કરવો, ન થાય તો ફરીવાર કરવો.
ઉત્તર :- ઈ એક જ પુરુષાર્થ) કરવો. પૂર્ણ નિર્વિકલ્પ કરવા માટે પણ વારંવાર ત્યાં જ જવું. પહેલી નિર્વિકલ્પતા શરૂ થાય પછી પણ અંદર વલણ થાય, રહ્યા કરે, એ વલણ કરતાં કરતાં કરતાં કેવળજ્ઞાન થઈ જશે. વચ્ચે કોઈ ક્રિયા કરે ને આમ કરે તો થાય (એમ નથી). આહા..હા..! વચ્ચે આવે, પૂર્ણ વીતરાગ ન થાય તો વચ્ચે ઘણો કાળ હોય તો રાગાદિ રહે પણ તે બંધનું કારણ છે. એ કંઈ મોક્ષનું – મુક્તિનું કારણ નથી. આહા..હા...! નિર્વિકલ્પતામાં તો શાસ્ત્રનું જ્ઞાનેય કામ ન કરે. આહા...હા...! એ પણ પરલક્ષથી ભેદ પડ્યો. આહા.હા...! એવા જ્ઞાનમાં પોતાને જ્ઞાન માની અને દુનિયાને સમજાવે, કરે એટલે જાણે આનાથી ધર્મ થાય એ પણ ભૂલમાં પડ્યા છે. આહા...હા...!
(અહીંયાં કહે છે, “શુદ્ધનયનું આવું માહાસ્ય છે. માટે શુદ્ધનયના આલંબન વડે...” આહા..હા...! “જ્યાં સુધી કેવળજ્ઞાન ઉપજે નહિ ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ જીવોએ...” ધર્મી જીવોએ. શુદ્ધનય છોડવાયોગ્ય નથી. આહાહા...! અંતરમાં ભંડાર ભર્યો છે, પૂર્ણાનંદ ભર્યો છે), એના ઉપરથી લક્ષ છોડવા જેવું નથી. એનો આશ્રય છોડવા જેવો નથી. જ્યાં સુધી કેવળજ્ઞાન (ન) થાય ત્યાં સુધી એનો આશ્રય કરવાયોગ્ય છે, પ્રભુનો આશ્રય કરવા જેવો છે. પર્યાયનો ને રાગનો આશ્રય કરવા જેવો નથી. આહા..હા...!