________________
શ્લોક-૧૨૩
૪૧૯
એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. લ્યો ! “મ્ વ તાત્પર્ય આવ્યું હતું ને ? એટલે કહે છે. “અમૃતચંદ્રાચાર્યદેવ' (કહે છે), આનું તાત્પર્ય આ છે. પરથી હઠીને સ્વનો – ચૈતન્યનો આદર કરવો). એ શુદ્ધનયનો ત્યાગ નહિ. ત્યાગ કરવો તો) વ્યવહારનયનો ત્યાગ કરવો). શુદ્ધનયનો કોઈ દિ' ત્યાગ નહિ. શુદ્ધનયના ત્યાગે સંસાર છે, શુદ્ધનયના અત્યાગે મોક્ષ છે. આહાહા.! એનો આ વિસ્તાર કર્યો છે. મૂળ તો ઈ (શ્લોક) ૧૨૨ (છે) એ જ ઊંચો છે. “મેવાત્ર તાત્પર્ય દેય: શુદ્ધનયો ન દિ' જોયું? “રેય: શુદ્ધયો ન રિા નાસ્તિ વરતરત્યાIITન્યાદ્ધિધ' બહુ ટૂંકું (કર્યું. શુદ્ધ સ્વભાવનો આદર, એનું પરિણમન એના અત્યાગે મોક્ષ છે. અત્યારે મોક્ષ છે અને એના ત્યાગે બંધ છે. બહુ ટૂંકું ! માલ (ઘણો) છે.
ત્રિકાળ દ્રવ્યના આશ્રયે, તેના અત્યાગથી મુક્તિ છે. વ્યવહારના ત્યાગથી મુક્તિ છે. વ્યવહારના અત્યાગથી બંધન છે. આહાહા..! અને શુદ્ધનયના અત્યાગથી મુક્તિ છે. આહા...હા....! બહુ ટૂંકું ! અત્યારે તો આકરું પડે. સાંભળવા મળે નહિ. આ કરો ને છેવટે (એમ કહે), ગુરુની ભક્તિ કરો ! દેવ-ગુરુની ભક્તિ કરો, બસ ! ધુન લગાવો ! ઈ તો રાગ છે. આહાહા..! એ કંઈ સમ્યગ્દર્શનનું કારણ નથી.
મુમુક્ષુ :- ગુરુની આજ્ઞા કરી (માની).
ઉત્તર :– આજ્ઞા એણે એની કરી જ નથી કે, મારી ભક્તિથી તારું કલ્યાણ થશે એમ કહ્યું નથી. તારી ભક્તિથી તારું કલ્યાણ થશે. એ બધી તો વ્યવહારભક્તિ – રાગ છે.
એ તો આવે છે ને ! સિદ્ધભક્તિ ! ઈ નિશ્ચય (ભક્તિ) આવે છે. સિદ્ધભક્તિ, છે નામ સિદ્ધભક્તિ. પણ એ પોતાની સિદ્ધ ભક્તિ છે. આહા..હા.! બીજે ઠેકાણે સિદ્ધભક્તિ આવે
છે એ વ્યવહારે (છે). પહેલી નિશ્ચયભક્તિ કહી. “ભક્તિ અધિકાર નિયમસાર ! પહેલી નિશ્ચયભક્તિ કહી, પછી વ્યવહાર સિદ્ધની ભક્તિ વ્યવહારથી (કહી). પછી વ્યવહાર લીધી અને આમાં તો ઈ સિદ્ધની ભક્તિ એટલે કે તારી ભક્તિ એમ. એવું લીધું છે. આ..હા...! એવી ગાથા આવે છે.
સિદ્ધ સમાન સદા પદ મેરો” આ..હા...! સદાય શુદ્ધ ચૈતન્ય એકલો પવિત્રનો ધામ, ઈ પવિત્ર પુરુષોએ પવિત્રના ધામને ધ્યાનમાં લેવું. આહા..હા...! એના ધ્યાનનો વિષય પૂર્ણ પવિત્રતા લેવો. એના ધ્યાનનો વિષય ધ્યાનની પર્યાય પણ નહિ. આહા..હા...! આવું છે.