________________
૪૧૬
સમયસાર સિદ્ધિ-૬
આહાહા..! એવો નિર્વિકલ્પ આત્મા. આ.હા..હા..! “નિર્વિકલ્પપણે ઠરતાં...” આ..હા...! સ્વરૂપમાં ભેદ અને રાગનું લક્ષ છોડીને ઠરતાં. સર્વ કર્મોથી ભિન્ન કેવળ જ્ઞાનસ્વરૂપ એકલો જ્ઞાનસ્વરૂપ “અમૂર્તિક પુરુષાકાર.... આ.હાહા...! “વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ.” એ તો વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પ્રભુ છે. આહા..હા...! આકરું લાગે. અહીં જાવું.
એક તો બહારના ધંધા-ફંદા છોડી પછી કર્મના નિમિત્તથી થતાં રાગને છોડી, પછી જ્ઞાનાદિના મતિ-શ્રુત (આદિ ભેદ પડે એને છોડી. આ..હા...! નિર્વિકલ્પ વસ્તુમાં ઠર. ત્યારે તેને મોક્ષનો માર્ગ પ્રગટ) થાય. આહા! ઈ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રનો અંશ સાથે આવે. આહા..હા..! બહુ સરસ લખ્યું છે. આસવનો અધિકાર (બહુ સરસ છે). આહા..હા...! આ તો પંડિતે બહુ સારું (સ્પષ્ટીકરણ) કર્યું છે).
વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પોતાના આત્માને દેખે છે અને....” એ ધર્મધ્યાન (થયું. “અને શુક્લધ્યાનમાં પ્રવૃત્તિ કરીને આગળ જતાં અંદર શુક્લધ્યાનમાં આવે). આ પહેલું ધર્મધ્યાન (થયું). નિશ્ચય ધર્મધ્યાન, હોં ! પછી નિશ્ચય શુક્લધ્યાન. ત્યાં શુક્લધ્યાનનો તો એક જ પ્રકાર જ હોય છે. ધર્મધ્યાનના બે પ્રકાર હોય છે – વ્યવહાર અને નિશ્ચય. એ નિશ્ચય ધર્મધ્યાનમાં આવી, આગળ વધી અને અને શુક્લધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. આહાહા...! એની તાકાત અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટવાની છે ! આ..હા..હા..! એનામાં પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ ને પૂર્ણ વીર્ય ભર્યું છે. આહા..હા..! એનો જેણે આશ્રય લીધો અને ભેદાદિનો આશ્રય છોડ્યો તો પહેલો તો શુદ્ધ નિર્વિકલ્પ સ્વરૂપમાં ઠરે છે અને આગળ વધતાં શુક્લધ્યાનમાં આવે છે). શુક્લ એટલે ઉજળું ધ્યાન. ઉજળા ધ્યાનમાં જતાં કેવળજ્ઞાન થાય છે. લ્યો, અહીં તો પહેલેથી ઠેઠ સુધી વાત કરી. આમ છે. આમાં વ્યવહાર કરવો ને વ્યવહારથી થાય ને એ કાંઈ ન આવ્યું. ગુલાબચંદજી” ! આહા..હા...!
આ પંડિત લખે છે, હોં આ ! આ “જયચંદ પંડિત છે ને આ ! “પ્રવચનસારના હેમરાજ' પંડિત છે). આ “સમયસાર નો ભાવાર્થ) “જયચંદજી” પંડિત (લખે છે).
“અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે.' આ.હા...હાહા...! એ શુદ્ધનયનું આવું માહાભ્ય છે. એટલે કે આત્મા શુદ્ધ પૂર્ણ છે એના પરિણમનનું આ માહાસ્ય છે. વ્યવહારનું માહાસ્ય નથી કે વ્યવહાર એને આગળ લઈ જાય. આહા...હા...! વ્યવહાર તો લક્ષમાંથી છોડી દીધો છે. આહા...હા...! ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ પૂર્ણ આનંદ, નિત્યાનંદ પ્રભુ, એકરૂપ, અભેદ છે તેમાં ઠરતાં.. આ..હા..હા.! બાહ્યથી દૃષ્ટિને સંકેલીને, નિમિત્તથી, રાગથી અને ભેદથી (સંકેલીને). આહાહા...! નિમિત્તથી સંકેલીને પૂર્ણ શુદ્ધ ઉપર આવવું, રાગને સંકેલીને વીતરાગ સ્વભાવ તરફ આવવું, ભેદને છોડીને અભેદમાં આવવું. આહાહા..! છે તો એક સમય, હોં ! એકસાથે થાય છે). સમજાવવા માટે (ક્રમ પડે છે). બાકી આમ ચૈતન્યજ્યોત પરમાત્મા, એમાં ઠરતાં, ભેદ છૂટી જાય છે, રાગ છૂટી જાય છે અને) નિમિત્ત તો એમાં છે જ નહિ.