________________
સમયસાર સિદ્ધિ-૬
આ...હા..હા....! [ધીર-સવાર મહિમ્નિ અનાવિનિધને વોધે ધૃતિ નિવઘ્નન્ શુદ્ધનયઃ] કેવું છે સ્વરૂપ ? ધીર (ચળાચળતા રહિત)...' છે. ભગવાન અંદરમાં શુદ્ધ જે ધ્રુવ, શુદ્ધ તે ચળચળતા રહિત છે. ઉદાર...’ છે. ‘(સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત)...' એટલે કે બધા પદાર્થને જાણે એવું એ ઉદાર છે. પોતે એક પદાર્થમાં આવું જ્ઞાન થયા છતાં એ જ્ઞાન બધા પદાર્થને જાણે એવું ઉદાર છે. આહા..હા...!
જેનો મહિમા...’ આ..હા..હા...! ઉદાર છે. જેનો મહિમા ઉદાર છે. જેના જ્ઞાનની પર્યાય શુદ્ધ ચૈતન્યવસ્તુને અવલંબને પ્રગટી તે લોકાલોકને જાણવાની તાકાત રાખે છે, એવી એની મહિમા છે. જેના મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં...' અનાદિનિધન · અનાદિ એટલે આદિ નહિ, અનિધન એટલે અંત નહિ. જેની શરૂઆત નહિ અને જેનો છેડો નહિ, એવો અનાદિઅનંત આત્મા છે). આહા..હા...! એવા અનાદિઅનંત જ્ઞાનમાં એટલે કે આત્મામાં ‘સ્થિરતા બાંધતો...’ આહા..હા...! ખીલે જેમ બાંધે છે ને ? એમ આ ધ્રુવમાં આત્માની પર્યાયને બાંધતો. આહા...હા...! અનાદિઅનંત જે આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ, એમાં સ્થિરતા કરતો. આ..હા...! ‘(અર્થાત્ જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો)...' સ્થિર કરતો. શુદ્ધ સ્વરૂપ, તેમાં તેની સ્થિરતાને સ્થિર રાખતો.
૪૧૨
‘શુદ્ધનય – કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે...’ આહા..હા...! ‘આસવ અધિકાર’ છે ને ! કર્મોને મૂળથી નાશ કરનારો... આહા..હા...! એ જેણે ચૈતન્ય શુદ્ધની દૃષ્ટિ કરી અને અનુભવ કર્યો, એ શુદ્ઘનય કર્મોને મૂળમાંથી ઉખેડી નાખે છે. મૂળ વસ્તુને જ્યાં પકડી, ચૈતન્યઘન અનાદિઅનંત મૂળ (વસ્તુને) જ્યાં પકડી ત્યાં કર્મનો મૂળમાંથી નાશ થઈ જાય છે. આ મૂળને પકડ્યું તો આનું મૂળ નાશ થાય છે. આહા..હા...!
9
કર્મોને મૂળથી નાશ કરનારો છે તે...’ [કૃતિમિઃ] પવિત્ર ધર્મી...' આહા..હા...! ધર્મીને ‘પવિત્ર ધર્મી’ એવી ઉપમા આપી. [તિમિઃ] [તિમિઃ] છે ને ? [કૃતિમિઃ] [કૃતિમિઃ] એટલે સમકિતી. [કૃત્તિમિઃ] એટલે સમકિતી. જેણે કાર્ય કર્યું છે. આહા..હા..! જે આ ચૈતન્ય શુદ્ધ દળ, એને દૃષ્ટિમાં લીધો છે એણે કાર્ય કર્યું છે. એ કાર્ય કરનારો (છે માટે) એને અહીં સમિકતી કહે છે. આહા..હા...!
પવિત્ર ધર્મી (સમ્યગ્દષ્ટિ) પુરુષોએ...' એટલે આત્માએ. સમ્યક્દષ્ટ આત્માએ ‘કદી પણ...’ [ન ત્યાખ્યઃ] આ..હા...! છોડવાયોગ્ય નથી.’ કોઈ ક્ષણે પણ શુદ્ધનય – સ્વનો આશ્રય છે એ શુદ્ધ પરિણિત છોડવા જેવી નથી. આહા..હા..! આકરું કામ ઘણું. એક આદરણીય છે ત્યારે એક હેય છે. છે ને ? ફ્રિ આવે છે ને ? આ.હા...! [તંત્રસ્થા:] ‘શુદ્ધનયમાં સ્થિત તે પુરુષો...' જ્ઞાનસ્વરૂપી ભગવાન, એમાં જે આત્માઓ સ્થિત છે. આહા..હા....! વિત્તિ: નિયંત્ સ્વ-મરીવિશ્વમ્ અવિરાત્ સંજ્ઞા આહા..હા...! એ જીવોએ બહાર નીકળતા એવા પોતાનાં શાકિરણો...' જ્ઞાનની કિણો બહા૨માં જાતી, રાગમાં કે એમાં જોડાતી એને