________________
૪૧૦
સમયસાર સિદ્ધિ-૬ (થાય) તે છોડવા જેવું નથી. એને છોડીને વ્યવહાર આદરવા જેવો નથી. એને છોડે નહિ તો બંધ થાય નહિ. એને છોડે નહિ તો બંધ થાય નહિ. અને વ્યવહારને (ગ્રહ) તો બંધ થાય. વ્યવહારને છોડે તો અબંધ રહે અને વ્યવહારને આદરે તો બંધ થાય. આહાહા..! એમાં આવી ગયું ને ઈ ? ‘તેના અત્યાગથી (કર્મનો) બંધ થતો નથી...” જેને શુદ્ધ સ્વરૂપની દષ્ટિ થઈ અને શુદ્ધનું પરિણમન થયું, ઈ જેણે છોડ્યું નથી એટલે કે તેના આદરમાં છે એને બંધ થતો નથી. આહાહા...! અને જેણે શુદ્ધનયને છોડી છે અને અશુદ્ધ એવો વ્યવહારનયને જેણે ગ્રહણ કર્યો છે એને બંધ (થશે). અહીં તો ચોખ્ખી વાત છે. તાત્પર્ય છે, હોં ! તાત્પર્ય (લખ્યું) છે ને ? “મ્ વ તાત્પર્ય આ રહસ્ય છે. આહા..હા...! નિશ્ચય અને વ્યવહારનયનું આ રહસ્ય છે.
જેણે આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમ આનંદ ને અમૃતનો સાગર, એનો જેણે સ્પર્શ કરીને આદર કર્યો અને અનુભવ્યો અને જેને શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ તે છોડવા જેવું નથી. કેમકે તેનાથી મુક્તિ છે. અને વ્યવહાર છોડવા જેવો છે. કેમકે એને છોડશે મુક્તિ છે. વ્યવહારને ન છોડે બંધન છે. આહાહા...! ઈ તાત્પર્યભૂત) આખી વાત છે). ઈ શ્લોક જ એવો મૂક્યો છે. રૂદ્રમ્ વ તાત્પર્ય રેયઃ શુદ્ધનયો ન દિ' આહાહા.! લાખ વાત થઈ હોય અને અનેક પ્રકારના નયના અને પ્રમાણના પ્રકાર આવે પણ આ ચીજ જે છે, શુદ્ધ સ્વરૂપ (જે) રાગથી ભિન્ન એવું જે શુદ્ધ સ્વરૂપનું પરિણમન એ જ મોક્ષનો માર્ગ છે, એનાથી બંધ નથી પણ એનાથી મુક્તિ છે. અને શુદ્ધનયને છોડી અને રાગને, વ્યવહારનયને આદર કરશે એને મુક્તિ નથી, એને બંધ છે. આહાહા....!
મુમુક્ષુ :- વ્યવહારને જાણવાલાયક રાખીએ તો ?
ઉત્તર :- જાણવાલાયકનો અર્થ એવો કે, છે એમ જાણ્યું. પણ છે બંધનું કારણ. જાણવાલાયક છે કે નહિ ? પણ જાણવાલાયક એકલો છે ? બંધનું કારણ છે. આહા..હા...!
ઈ લો ન રહે તે
(शार्दूलविक्रीडित) धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिं त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वङ्कषः कर्मणाम्। तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहत्य निर्यद्धहिः पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः ।।१२३ ।।