________________
૪૦૮
સમયસાર સિદ્ધિ-૬ સમ્યગ્દર્શન અને એના સહિત સ્થિરતા (થવા) એ “શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી.” આહા...હા...! વ્યવહારનય તો વ્રત ને તપ ને ભક્તિ એ તો ત્યાગવા યોગ્ય છે, એ તો રાગ છે. આહાહા..! આકરું કામ છે, બાપુ ! વીતરાગનો ધર્મ જિનેશ્વરનો ધર્મ ઝીણો બહુ આ ત્યાગવા યોગ્ય નથી. ઓલું દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ શુભ છે, એ તો ત્યાગવા યોગ્ય છે, એ તો રાગ છે. આહા..હા..! “ગીરનાર” ને “શેત્રુજા'ની જાત્રા ને બાત્રા ને બધો રાગ છે, એ ધર્મ નથી. આ..હા...! એ તો અશુભરાગથી બચવા માટે આવે પણ છે શુભરાગ, ધર્મ નહિ.
ધર્મ તો આત્મા રાગ વિનાની જે ચીજ અંદર છે, શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ ! સત્ નામ કાયમ શાશ્વત રહેલો, આનંદ ને જ્ઞાનથી ભરેલો પ્રભુ ! એની સન્મુખમાં એને પડખે થઈને એનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે, એનું નામ ધર્મની પહેલી સીઢી છે. ધર્મનું પહેલું પગથીયું એ છે, બાકી બધા થોથાં છે. આહાહા....! સમજાણું કાંઈ ? આકરું પડે જગતને, શું કરે ? એક તો નવરા ન મળે, વેપારીઓ વેપાર આડે નવરા ન મળે, નવરા હોય તો એવું જાડું, વિપરીત, સ્થૂળ સાંભળવાનું મળે (કે), વ્રત કરો ને તપ કરી ને આ કરો, કલ્યાણ થાશે. મરી ગયો અનંતકાળથી (એ) કરી કરીને. આહાહા...! એ વ્રત ને તપ ને દયા ને દાન ને પૂજા ને ભક્તિ એ તો રાગ છે, વિકલ્પ છે, વિકાર છે.
અહીંયાં કહે છે કે, અંદર શુદ્ધ ચૈતન્ય જે છે, રાગ વિનાની ચીજ (છે), એને પકડીને જે અનુભવ કર્યો છે એ છોડવા જેવો નથી. કારણ કે તેના અત્યાગથી (કર્મનો) બંધ થતો નથી.” આહાહા.! ભગવાન પૂર્ણ શુદ્ધ ચૈતન્ય એને ગ્રહ્યો, ઐક્યો, જાણ્યો ને અંદર ઠર્યો એના અત્યાગથી બંધ થતો નથી. એનો ત્યાગ ન કરે તો બંધ થતો નથી. શું કીધું ઈ ?
ભગવાનઆત્મા અંદર સચ્ચિદાનંદ પ્રભુ! જિનેશ્વરે નિર્મળાનંદ જોયો છે. અનંત આનંદનો કંદ ! એને કોઈ રીતે ત્યાગવા યોગ્ય નથી. આહા..હા...! છે? ‘તેના અત્યાગથી....” ત્યાગવા યોગ્ય નથી એમ કહીને પછી એના અત્યાગથી એટલે કે તેને છોડે નહિ તો. શુદ્ધ સ્વરૂપ આનંદનો નાથ, એને પકડીને અનુભવે તો “બંધ થતો નથી. આહાહા..! તો એને ‘(કર્મનો) બંધ થતો નથી...” આહા...હા..! માટે આત્માના જ્ઞાન ને ભાન વિના જેટલા વ્રત ને તપ ને ભક્તિ ને જાત્રા કરે એ બધા સંસાર, બંધનું કારણ છે. એમાં ધર્મનો અંશ નથી અને ધર્મનું કારણે નથી. આકરી વાત છે, બાપુ ! આહા..હા...! જગત આખું સલવાઈ ગયું છે. કૈલાસચંદજી ! તમારા લાડનું માંય કેટલાય ગોટા ઊડ્યા છે. ઓલું ‘સુજાનગઢ' શું છે? ત્યાં તો બહુ વિપરીત છે. “સુજાન” કેવું (નામ કીધું) ? “સુજાનગઢ' ! ત્યાં તેરાપંથી છે. તુલસી” તમારા ગામના છે ને ? “લાડનુ'ના ! આ.હા...!
આ વીતરાગનો માર્ગ જુદો, બાપુ ! સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરદેવ કહે છે કે, ભાઈ ! તારા ઉપર અનંત અનંત કાળ વીત્યા નાથ ! તેં અનંત વાર બાહ્ય ત્યાગ કર્યો, વ્રત લીધા,