________________
૪૦૬
સમયસાર સિદ્ધિ-૬ પરમાત્મા અંદર આશ્રય છે. આહા..હા...! જેને સૂવા-બેસવાનું સ્થાન નથી, પાણીનું પરબ નથી (કે) તૃષા લાગે ત્યારે પાણી પીવું. આહા..હા...! એવી અંતરની દશા, ચારિત્ર દશા થયા વિના સમકિતનીને પણ મુક્તિ ન થાય. આહા..હા...! સમકિતીનો મહિમા બહુ ગાય, મહિમા તો બહુ ગાય ને ? (કે), એને બંધન નથી, એને આસ્રવ નથી, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. એ બધી મહિમા ગાય પણ મહિમા ગાય પણ ચારિત્ર વિના એ આગળ વધી શકે નહિ. આ.હા..હા...!
અંતર સ્વરૂપની રમણતા, આનંદમાં ચરવું એટલે અતીન્દ્રિય આનંદનું દળ જેણે જોયું. આ.હા...હા...! ભગવાન અતીન્દ્રિય આનંદની ખાણ જોઈ.. આ..હાહા...! જે ખાણમાંથી સોનું નીકળે ને જોયું એ ખાણ ખોલ્યા કરે. આહા..હા...! એમ જે ખાણમાં અનંત જ્ઞાન, અનંત આનંદાદિ ભરેલો (છે), એવા ભગવાનને જેણે જાણ્યો અને પ્રતીતિ કરી છે તે પ્રતીતિમાં એ આવ્યું છે કે, આવા આનંદના ધામમાં હું રમીશ, ઠરીશ એટલી અશુદ્ધતા અથવા કર્મોનો નાશ થશે. બાકી અપવાસ-બપવાસ કરીશ માટે કર્મનો નાશ થશે, એમ નહિ. આહા..હા...! એક બાજુ હા ને એક બાજુ ના. કઈ અપેક્ષા છે ? આ..હા...! ખાતાં-પીતાં સંસારમાં રહેતા મુક્તિ થઈ જાય ?
ભરત ચક્રવર્તી જેવા ચાલી નીકળ્યા. આહા...હા...! ત્રણ જ્ઞાનના ધણી હતા. ખબર હતી, ભગવાને કીધું હતું કે, આ ભવે તારી મુક્તિ છે. આહા..હા...! એ પણ છનું કરોડ પાયદળ, છનું હજાર રાણી, એ ઇન્દ્રોએ બનાવેલા પાંચ મોટા બંગલા છોડીને ચાલી નીકળ્યા. અંતરમાં ચાલી નીકળ્યા, હોં ! અંતરમાં આનંદની રમણતા, સ્વરૂપની રમણતા (થાય, એનું નામ ચારિત્ર છે. ચારિત્ર આ કોઈ વ્રત ને તપ ને એ કંઈ ચારિત્ર નથી. આ..હા..!
આહાહા! અહીંયાં કહે છે કે, આત્માનું જ્ઞાન થવા છતાં, સમ્યગ્દર્શન એટલે આત્માનો અનુભવ, આનંદનો અનુભવ, અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ, એનો અનુભવ થવો એનું નામ સમકિત (છે), એના આનંદનો સ્વાદ આવવો... આહાહા...! એટલેથી પણ તેની મુક્તિ નહિ થાય. કહે છે. એનો પણ હજી રાગમાં થોડો અસ્થિરતાનો ઉપયોગ વર્તે છે... આહા..હા..! એ છોડીને સ્વરૂપમાં જામશે, અતીન્દ્રિય આનંદના ધામમાં જામી જશે, અંદરમાં સ્વરૂપમાં આનંદમાં જામી જશે ત્યારે ચારિત્ર થશે. એનું નામ ચારિત્ર છે. આ વ્રત ને તપ ને ભક્તિબક્તિ એ કંઈ ચારિત્ર નથી. એ તો બધો શુભરાગ છે. આહાહા..!