________________
ગાથા૧૭૯ થી ૧૮૦
૪૦૫ પાઠ છે. તીર્થકર જેવા પણ મોક્ષ એ ભવે નક્કી છે, ત્રણ જ્ઞાન લઈને આવ્યા પણ એ વસ્ત્રસહિત છે તો એને પણ સાધુપણું નહિ થાય. આહા..હા...! વસ્ત્ર તો નિમિત્ત છે પણ એ પ્રત્યેનો જે મમત્વભાવ છે એ મમત્વભાવ છૂટ્યા વિના મુનિપણું આવે નહિ. આહાહા...! સમકિત થયું એથી એ છૂટી ગયો એમ નથી). આ..હા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ મોક્ષનો માર્ગ ત્રણે છે. ત્રણની પરિપૂર્ણતા (થાય) ત્યારે સાચો મોક્ષમાર્ગ (છે).
આ..હા..હા...! ક્ષાયિક સમકિતી “શ્રેણિક રાજા ! તીર્થકરો ક્ષાયિક સમકિત લઈને આવે. આહાહા..! એ પણ ચારિત્ર અંગીકાર કરે છે. આહા..હા...! ભાવચારિત્ર, હોં ! દ્રવ્ય એ તો નગ્નપણું. દ્રવ્યથી નગ્નપણું, ભાવે ચારિત્ર. વીતરાગ. વીતરાગ. વીતરાગ.. ઉપયોગમાં જે રાગ હતો, એ વખતે) ભલે સમ્યગ્દર્શન હતું.. આહાહા...! પણ ઉપયોગમાં જે રાગ હતો એને ખસેડીને ઉપયોગમાં વીતરાગતા પ્રગટ કરી ત્યારે તેને ચારિત્ર થાય ને ત્યારે તેને સાક્ષાત્ મુક્તિ થાય, એકલા સમકિતથી પણ થાય નહિ. આહા..હા...! “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ', “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થીજન એહ’ ખેંચતાણ ન કરે, જુઓ ! આ ઠેકાણે આ કહ્યું. આહા..હા...! અને તે ચારિત્ર પણ સમકિત વિના હોય નહિ પાછું. કોઈ કહે કે, ચારિત્ર વિના મુક્તિ નથી માટે અમે આ વ્રત ને તપ ને લઈને બેઠા. સમ્યગ્દર્શન વિના એ ચારિત્ર હોય જ નહિ. આહા..હા....! એ તો બધા બાળવ્રત ને બાળપ છે. કષ્ટો સહન કરે, ઉપસર્ગ સહન કરે એથી શું થયું? એથી અનંતગુણી શુક્લલેશ્યા પૂર્વે કરી. આ..હા...! નવમી રૈવેયક ગયો પણ આત્મસ્પર્શ વિના, આત્મજ્ઞાન વિના એ બધું થોથાં – એકડા વિનાનાં મીંડાં છે. આ.હા! એ આવે છે, હોં! કાલે આવ્યું હતું. “આત્મધર્મ ! ભાઈનું છે ને? ‘હુકમચંદજીનું કાલે આવ્યું છે. એમાં આ બધું નાખ્યું છે. મોઢા આગળ એક શ્લોક નાખ્યો (છે), બહુ સારો નાખ્યો છે), મોઢા આગળ છે. એમ કે, સમ્યગ્દર્શન વિના, આત્માના અનુભવ વિના એના વ્રત ને તપ ને પૂજા ને ભક્તિ બધા થોથાં છે. આહા..હા..! અને સમ્યગ્દર્શન આવ્યા પછી પણ ચારિત્ર તો હોય, જોઈએ, એ ચારિત્ર એ આ વ્રત, તપાદિ નહિ. અંતરની રમણતાનું ચારિત્ર હોય ત્યારે તેને મુક્તિ થાય. આહા..હા...!
રાજકુમારો આમ ચાલી નીકળ્યા, જુઓને ! આ...હા...! સમકિતી હતા. મખમલની ગાદીએ સૂતા હતા. આ..હા...! સ્ફટિકના મકાન હતા એમાં સૂતા હતા, એ ચાલી નીકળ્યા. એ અંતરની રમણતા માટે. આહા..હા.! એકલા એક મોરપીંછી ને કમંડળ, બાકી કાંઈ ન મળે. આહાહા...! જંગલમાં ચાલ્યા ગયા. એવી ચારિત્રની અંતર રમણ દશા પ્રગટ કરવા). એકલા જંગલમાં તો અનંત વાર ગયા. આહા..હા...! જંગલમાં ગયો માટે ચારિત્ર થઈ ગયું એમ નથી. આહા..હા...! આ ભગવાનઆત્મામાં વીતરાગતા થઈ અને તે વીતરાગતા પૂર્ણ) થવા જંગલમાં જેના વાસ હોય છે. આહા..હા...! નીચે ધરતી, ઉપર આભ, કોઈ આશ્રય નહિ.