________________
૪૦૪
સમયસાર સિદ્ધિ-૬. સમ્યગ્દર્શનથી છૂટ્યો નથી. ઉપયોગ કરી પરશેયમાં ગયો પણ લબ્ધરૂપ અંદર સમ્યગ્દર્શન ને જ્ઞાન એ ચૈતન્ય ઉપર છે. આહા...હા...!
‘ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે....” જોયું? અપેક્ષાથી કથન છે ને ! રાગાદિભાવોના નિમિત્તે દ્રવ્યાસવો અવશ્ય કર્મબંધનાં કારણે થાય છે. એ રાગાદિના કારણે જૂના કર્મો જરૂર નવા કર્મનું કારણ થાય છે. સમજાણું આમાં ? જ્ઞાનીને પણ શુદ્ધ ઉપયોગમાંથી ખસી ગયો, વીતરાગ ઉપયોગ છે એમાંથી ખસીને ઉપયોગ કરી રાગમાં આવ્યો તો એ રાગને લઈને જૂના કર્મ નવા બંધનું કારણ, રાગને લઈને થાય. આહાહા..! નહિતર જૂના કર્મ તો રાગ ન કરે તો તો જૂનું કર્મ ખસી જાય, નિર્જરી જાય. આ જૂના કર્મને રાગાદિ ઉપયોગ થયો એને લઈને નિમિત્ત થયું, કારણ મળ્યું (એટલે) નવા બંધનનું કારણ થાય. આહા...હા...! સમજાય છે. આમાં ? “ચીમનભાઈ !
‘દ્રવ્યાસવો અવશ્ય કર્મબંધનાં કારણે થાય છે અને તેથી કામણવર્ગણા બંધરૂપે પરિણમે છે. ટીકામાં જે એમ કહ્યું છે કે 'દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મને બંધરૂપે પરિણાવે છે, એ તો નિમિત્તથી કહ્યું. ટીકામાં એમ કહ્યું ને, દ્રવ્યાસ્ત્રવો આ રાગ થયો એટલે નવા કર્મ બાંધે. એમ કીધું ને ? દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મને બંધરૂપે પરિણાવે છે તે નિમિત્તથી વાત છે. અહીં રાગ-દ્વેષ થયો, ઉપયોગ પોતામાંથી ખસ્યો અને પરમ તરફનો ઉપયોગ થયો તેથી જૂના કર્મ છે એ નવા કર્મને બાંધે અને પરિણમાવે. પરિણમાવે એટલે નવા કર્મને નિમિત્ત થાય, એમ. પરિણમે છે એનાથી. પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે, તે નિમિત્તથી કહ્યું છે.'
‘ત્યાં એમ સમજવું કે દ્રવ્યપ્રત્યયો નિમિત્તભૂત થતાં... આ.હા...! જૂના આસવો જે કર્મબંધ, રજકણો છે, ... પૂર્વના સત્તામાં પડ્યા છે તે, એ નિમિત્તભૂત થતાં કામણવર્ગણા સ્વયં બંધરૂપે પરિણમે છે. એ નિમિત્ત થતાં નવા કર્મો પોતાની મેળાએ પરિણમે છે. એને એમ નહિ કે, આ નિમિત્ત હતું માટે પરિણમવું પડ્યું. એ વખતે પરમાણુમાં કર્મ થવાની અવસ્થાથી પરિણમે છે. જૂનું કર્મ તેને નિમિત્ત છે અને જૂના કર્મને રાગ-દ્વેષ નિમિત્ત છે. આહા..હા...! આજે તો ઘણા બોલ આડાઅવળા આવ્યા. એક બાજુ કહે કે, બંધ નથી ને વળી બીજી બાજુ કહે, બંધ છે. કઈ નયની અપેક્ષા છે ? તે સમજવું જોઈએ).
એમ જ માની લે કે, સમકિત છે એટલે બસ, અમારે હવે કંઈ બંધ છે નહિ. તો તો પછી મુનિપણું લેવાની જરૂર રહી નહિ. ચારિત્ર આહાહા...! એકલા સમકિતથી થઈ જાય તો ચારિત્રદશા... આ.હા..હા...! વીતરાગતા વનમાં વાઘ ને વરુ વિચરે ત્યાં વિચરે એવી ચારિત્ર દશા, સીધું સમકિત થતાં પૂર્ણ થવાતું હોત, તો એવી ચારિત્ર (દશાની) જરૂર નહિ. ચારિત્ર આવે, ચારિત્ર વિના મુક્તિ થાય નહિ. એ ક્ષાયિક સમકિત હોય તોય ચારિત્ર વિના મુક્તિ નથી. તીર્થકર જેવા હોય એ ક્ષાયિક સમકિત લઈને આવે છે. આહા..હા...!
અષ્ટપાહુડ'માં છે કે, તીર્થકર જેવા પણ વસ્ત્રસહિત હોય તો મુક્તિ નહિ પામે. એવો