________________
૪૦૨
સમયસાર સિદ્ધિ-૬ ખુલાસો કર્યો. કારણ કે અહીં શુદ્ધનયની વાત છે. નવપરિહાણ (કહીએ તો) નય તો વ્યવહારનય પણ છે. પણ એ તો કથન (માત્ર છે). મૂળ ચીજ (નહિ), મૂળ ચીજ આ શુદ્ધનય (છે). આહાહા...! અને શુદ્ધનય એટલે ખરેખર શુદ્ધ ભૂતાર્થ સ્વરૂપ ભગવાન પૂર્ણ. ભૂતાર્થ ભૂયસ્થ સિવો સુદ્ધાયો’ અનંત ગુણના રસથી ભરેલો ભગવાન સત્યાર્થ, સત્ય પદાર્થ, સત્ય પદાર્થ, ભૂતાર્થ – ભૂત પદાર્થ, ત્રિકાળ એ જ શુદ્ધનય છે. પછી કીધું કે, એ શુદ્ધનયનો વિષય છે. પહેલું એમ કીધું કે, શુદ્ધનય ઈ જ છે. આહા..હા...!
પુરુષે ગ્રહેલ આહાર જે, ઉદરાગ્નિને સંયોગ તે કહ્યું ને? જો જીવ શુદ્ધનયપરિશ્રુત બને' ટીકા :- “જ્યારે જ્ઞાની” ધર્મી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના આનંદની પરિણતિમાં છે.. આહા..હા...! એ “શુદ્ધનયથી ટ્યુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થવાથી ત્યારે તેને રાગાદિ થાય. પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો.” પછી પૂર્વના જે દ્રવ્યપ્રત્યયો – જડ આસવો છે, એ પોતાને દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ થતાં.” પૂર્વના કર્મના નિમિત્તમાં રાગ-દ્વેષ નિમિત્ત થયું. પૂર્વકમ નવાનું બંધન અને પૂર્વકર્મને હેતુ થયો રાગ-દ્વેષ. ઉપયોગમાંથી ખસી ગયો અને થયો રાગ-દ્વેષ. એ રાગ-દ્વેષ કર્મને નિમિત્ત થયું અને નિમિત્ત પછી નવાને નિમિત્ત થયું. આહાહા....!
‘-દ્રવ્યપ્રત્યયો) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ થતાં હેતુમાન ભાવનું - કાર્યભાવનું).” આહા..હા...! દ્રવ્યાસવોને જ્યારે રાગ-દ્વેષ નિમિત્ત થયા તેથી તેનું કાર્ય નવું બંધન એને થાય. તે કાર્ય થયું. કારણ જડકર્મના નિમિત્તને રાગ-દ્વેષના પરિણામનું નિમિત્ત થયું તેથી તેનું કાર્ય નવું બંધન તે કાર્ય થયું. આહાહા..! હેતુમાન ભાવનું –કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી,...” એનું બંધનનું કાર્ય થાય જ, અનિવાર્ય છે, વારી શકાય નહિ. આહા.હા...!
જ્ઞાનાવરણાદિ ભાવે પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે. જ્યારે જૂના કર્મ પડ્યા છે પણ ધર્મી જ્યારે શુદ્ધ ઉપયોગમાંથી ખસી જાય છે અને રાગ-દ્વેષમાં આવે છે ત્યારે તે રાગ-દ્વેષ જૂના કર્મને નિમિત્ત થાય છે અને તેથી નવું કર્મનું કાર્ય થાય છે. નવા કર્મમાં બંધન રૂપી કાર્ય થાય છે. આહા..હા...! “અને આ અપ્રસિદ્ધ પણ નથી (અર્થાત્ આનું દશ્ચંત જગતમાં પ્રસિદ્ધ-જાણીતું છે); કારણ કે ઉદરાગ્નિ, પુરુષે ગ્રહેલા આહારને...” ઉદરાગ્નિ – પેટમાં ક્ષુધા લાગી છે, એ ઉદરાગ્નિને પુરુષે ગ્રહેલો આહાર. એ ઉદરાગ્નિથી “રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે.” આહાર ભલે અમુક જાતનો લીધો પણ ઉદરાગ્નિ છે એને લઈને કોઈ વસાપણે, કોઈ ચામડીપણે, કોઈ લોહીપણે ભિન્ન ભિન્નપણે તે આહાર પરિણમાવે છે. “ગ્રહેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે એમ જોવામાં આવે છે. આહાહા..! કીધું છે ?
જ્ઞાનીને પણ જરીક (શુદ્ધ) ઉપયોગથી ખસી જાય. આહાહા...! તો એને જૂના કર્મમાં