________________
ગાથા-૧૭૯ થી ૧૮૦
કર્મ બંધાય છે).
ટીકા :– જ્યારે શાની શુદ્ધનયથી વ્યુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થવાથી, પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો, પોતાને (દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ થતાં હેતુમાન ભાવનું (–કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી, જ્ઞાનાવરણાદિ ભાવે પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે, અને આ અપ્રસિદ્ધ પણ નથી (અર્થાત્ આનું દૃષ્ટાંત જગતમાં પ્રસિદ્ધ–જાણીતું છે); કારણ કે ઉત્તરાગ્નિ, પુરુષે ગ્રહેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે એમ જોવામાં આવે છે.
૪૦૧
ભાવાર્થ :- શાની શુદ્ઘનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે, રાગાદિભાવોના નિમિત્તે દ્રવ્યાસવો અવશ્ય કર્મબંધનાં કારણ થાય છે અને તેથી કાર્મણવર્ગણા બંધરૂપે પરિણમે છે. ટીકામાં જે એમ કહ્યું છે કે દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે”, તે નિમિત્તથી કહ્યું છે. ત્યાં એમ સમજવું કે દ્રવ્યપ્રત્યયો નિમિત્તભૂત થતાં કાર્યણવર્ગણા સ્વયં બંધરૂપે પરિણમે છે.’
ગાથા ૧૭૯ થી ૧૮૦ ઉપ૨ પ્રવચન
હવે આ જ અર્થને દૃષ્ટાંત દ્વારા દૃઢ કરે છે :
जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं । मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो ।।१७९ ।। तह णाणिस्स दु पुव्वं जे बद्धा पच्चया बहुवियप्पं । बज्झंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा । ।१८० । । `ળયરિહીના' એમ શબ્દ વાપર્યો છે. વ્યવહારનય એમ ન કહીને, એને જ યથાર્થ નય કહીયે. વ્યવહારનય તો કથનમાત્ર (છે). આહા..હા...! શુદ્ધનયથી પરિહીણ એને નયપરિહીણ કીધાં. નીચે.
પુરુષ ગ્રહેલ આહાર જે, ઉદાગ્નિને સંયોગ તે
બહુવિધ માંસ, વસા અને રુધિરાદિ ભાવે પરિણમે; ૧૭૯. ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળનિબદ્ધ તે બહુવિધ બાંધે કર્મ, જો જીવ શુદ્ઘનયપરિચ્યુત બને. ૧૮૦.
ત્યાં ખુલાસો કરવો પડ્યો. ‘નયપરિહીણ’ શબ્દ છે ને ? એને શુદ્ઘનય પરિહીણનો