________________
શ્લોક-૧૨૧
પડખે ચડી જવું, રાગને પડખેથી છૂટી જવું. આહા..હા...!
બંધ તો છે જ. માટે તેને મટાડવાને સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને શુદ્ધનયથી ન છુટવાનો અર્થાત્ શુદ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે.’ શુદ્ધ ઉપયોગમાં જ લીન રહેવું તેવો ઉપદેશ છે. આહા..હા...! એમાં દયા, દાનનો વિકલ્પ પણ ઉઠાવવો નહિ. આહા..હા...! સ્વરૂપમાં, શુદ્ધ સ્વરૂપમાં એકાકાર થઈને રહેવું, ઉપયોગમાં બહાર લઈ ન જવો, એવો અહીં ઉપદેશ છે.
“કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ઘનય થાય છે.' લ્યો ! પાછું આવ્યું. પહેલાં આવી ગયું છે. આ બાજુ (છે), શુદ્ઘનય તો કેવળજ્ઞાન થયે થાય છે, આ બાજુ (૧૨૦ કળશના ભાવાર્થની છેલ્લી લીટીમાં) આવ્યું. આ બાજુની છેલ્લી લીટી. આહા..હા...! છેલ્લી લીટી. અહીંયાં પણ એ કીધું, “કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય...’ એટલે પછી એને અંત૨માં ઉપયોગને વાળવો એ રહેતું નથી. પૂર્ણ શુદ્ધ થઈ ગયો. પ૨માત્મદશા કેવળજ્ઞાન (થઈ ગયું). આ..હા..હા...!
૩૯૯
જે જીવ શાયકના લક્ષે સાંભળે છે, હું સાંભળીને કોઈને કહીશ અથવા ઉપદેશ આપી શકીશ એવા ભાવે સાંભળતો નથી પણ પોતાના શાયકના લક્ષપૂર્વક સાંભળે છે, શાયકના લક્ષપૂર્વક ચિંતવન કરે છે, મંથન કરે છે તે જીવ સમ્યક્ત્વ પામવાને લાયક છે. શાયકના લક્ષ વિના માત્ર સાંભળવા ખાતર સાંભળી લેવું કે ચિંતવન કરવું એ કાંઈ કાર્યકારી નથી.
આ તો સમ્યક્ત્વ પામવાની કળા છે. જ્યાં સુધી અંતર સ્વરૂપ દૃષ્ટિમાં અને અનુભવમાં આવ્યું નથી ત્યાં સુધી તે જીવ શાયકનું મંથન કરે છે. આમ, શાયકના લક્ષપૂર્વક શ્રવણ, ચિંતવન અને મનન કરે છે તે જીવ સમ્યક્ત્વની સન્મુખ થઈ જાય છે.
અંદર દૃઢ સંસ્કાર પાડે, જ્ઞાયકની ધૂન અંદરથી લાગે, બીજું કાંઈ ગમે નહિ, એક શાયકની જ ધૂન લાગે તો સમ્યક્ત્વસન્મુખ છે. વાંચનની કે શ્રવણની ધૂન લાગે એમ નહિ પણ અંદરથી શાયકની ધૂન લાગે તે જીવ સમ્યક્ત્વનો પાત્ર છે.
-પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ ઑગસ્ટ-૧૯૯૬