________________
૩૯૮
સમયસાર સિદ્ધિ-૬. અનંત સંસારાનું) કારણ નથી. અલ્પ કોઈ એકાદ-બે ભવ હોય એ કંઈ (ગણતરીમાં નથી). આહા..હા...!
સમ્યક્દષ્ટિ ચૈતન્યના સ્વભાવની દૃષ્ટિવંતને, અનુભવીને થોડો રાગ આવે પણ એ રાગ અભિપ્રાયપૂર્વક નથી તેથી તે અનંત સંસારનું કારણ નથી. એ અલ્પ સ્થિતિ બંધાય એટલો આવે. અન્ય શેય છે ને ? સ્વલ્લેયમાંથી ખસીને બહાર આવ્યો છે. આ..હા...! “જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે અને અલ્પ બંધ સંસારનું કારણ નથી.” જોયું ? અલ્પ બંધ (એ ગણતા નથી). અનંત સંસારનું કારણ નથી). મિથ્યાત્વ અને અનંતાનુબંધી અનંત સંસારનું કારણ છે. આહા..હા....! - સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગનો અંશ અંદર છે એની જેને અંદર મીઠાશ છે, રાગ છે તે મારું કર્તવ્ય છે, મારું સ્વરૂપ છે, એવું શલ્ય છે તે મિથ્યાત્વ છે. આહાહા..! અને જ્ઞાનીને રૌદ્રધ્યાન જેવો ભાવ પણ ચોથે-પાંચમે આવે.. આહાહા.! છતાં તેનો ઉપયોગ ભલે પરણેયમાં ગયો, લબ્ધિ, દૃષ્ટિ કંઈ સ્વરૂપથી ખસી નથી. તેથી તેનો રસ અને સ્થિતિ અલ્પ બંધાય છે. “માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી.” ઉપયોગથી ખસી જવું તો સંસાર છે ઈ અહીં મુખ્ય નથી. આહાહા...! આત્મા પૂર્ણાનંદ પ્રભુ ! ચૈતન્ય ભગવાન ! એની અનુભવમાં પ્રતીતિ થઈ, એનો ઉપયોગ કદાચિત્ રાગમાં જાય એની અહીં મુખ્યતા નથી. એની અહીં મુખ્યતા ગણી નથી.
હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ. હવે ઉપયોગથી વાત આવી. “તો આ પ્રમાણે અર્થ ઘટે :- જીવ શુદ્ધસ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યકત્વથી ન છૂટે.’ આહાહા.! શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિપૂર્ણ પરમાત્મા, એકલો અતીન્દ્રિય આનંદનું ધામ એની અંતરથી દૃષ્ટિ થઈ... આ..હા...! એ શુદ્ધ નિર્વિકલ્પ અનુભવથી છૂટે...” કદાચિત્ નિર્વિકલ્પ અનુભવમાંથી ખસી જાય પરંતુ સમ્યકત્વથી ન છૂટે.” શુદ્ધ સ્વરૂપની જે નિર્વિકલ્પ પ્રતીતિ થઈ છે એમાંથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક બંધ થાય છે. તે બંધ જોકે અજ્ઞાનના પક્ષમાં નથી. જ્ઞાનીને થોડો રાગ થાય છે પણ તે અજ્ઞાનના પક્ષ અને અજ્ઞાનની ધારામાં નથી. આહા..હા...! ‘તોપણ તે બંધ તો છે જ.” ભલે અજ્ઞાનના પક્ષમાં નથી પણ બંધ તો છે. અત્યારે તો ઉપયોગની અપેક્ષાએ લેવું છે ને ! પહેલા ઉપયોગની અપેક્ષા નહિ, એને બંધ નથી એમ કહ્યું. અને હવે ઉપયોગ કરી અસ્થિર થાય છે એની વાત કરે છે). આહા..હા..!
માટે તેને મટાડવાને ઉપયોગમાં પણ રાગ આવે એને મટાડવાને ધર્મી જીવ સ્વરૂપ તરફના ઉપયોગને પણ વાળવા પ્રયત્ન કરે છે. આહા...! લબ્ધરૂપ તો પ્રગટ્યું છે પણ ઉપયોગ જે રાગમાં જાય છે એને પણ અંતરમાં વાળવા પ્રયત્ન કરે છે. સમજાય છે કાંઈ ? આવી વાતું હવે. શું કરવું આમાં ? કરવું ઈ આત્મા શું છે તેના તરફ ઢળી જવું, તેને