________________
શ્લોક-૧૨૧
૩૯૭
અશુભ ભાવ આવી જાય છતાં એ શુદ્ધ સ્વરૂપથી ચુત નથી. આહાહા...! ઉપયોગની અપેક્ષાએ તેને ટ્યુત થયો એમ કહેવાતું નથી. ઉપયોગ ભલે એમાં છે પણ લબ્ધરૂપે શુદ્ધ ચૈતન્યની પ્રતીતિ ને અનુભવ લબ્ધરૂપ છે. સમજાણું કાંઈ ?
કારણ કે શુદ્ધોપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી...” શું કહે છે? ભગવાન આત્મા પોતાનો શુદ્ધ આનંદ સ્વભાવ, એમાં ઉપયોગ અંદર રહેવો, ધ્યેય બનાવીને ત્યાં ઉપયોગ રહેવો એનો કાળ અલ્પ છે. એ વિશેષ કાળ રહી શકે નહિ. સમજાય છે કાંઈ? “શુદ્ધોપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી.... કારણ કે શુદ્ધોપયોગરૂપ, અંદર આનંદના ઉપયોગમાં રહેવું એનો કાળ ઘણો અલ્પ છે. પોણી સેકંડની અંદર તો છઠ્ઠા ગુણસ્થાનમાં, તેનાથી અડધી સાતમામાં આવે. એમ નીચે ઉપયોગ તો ઘણો થોડો કાળ છે. શું કહ્યું છે? છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિ પોણી સેકંડની અંદર, સાતમાની એનાથી અડધી (છે). તો ત્યાં સાતમાથી અડધીનો એટલો ઉપયોગ રહે તો ચોથ, પાંચમે તો ઉપયોગ થોડો રહે. આહા..હા...! ભલે અસંખ્ય સમય રહે પણ ઘણો થોડો વખત રહે. એટલે ઉપયોગની અપેક્ષાએ ભ્રષ્ટ થવું એમ અહીં ન ગણવું. ચારિત્રદોષમાં એ અસ્થિર થયો પણ વસ્તુમાં અસ્થિર થયો નથી. શુદ્ધ ચૈતન્યના મૂળિયાં પકડ્યા છે. આહા...હા...!
માત્ર અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય શેયોમાં ઉપયુક્ત થાય તોપણ મિથ્યાત્વ વિના... આહા..હા...! ભગવાનઆત્મા ! પોતાનું શુદ્ધ પવિત્ર સ્વરૂપ ભગવાન પૂર્ણ, એને ધ્યેય બનાવીને ઉપયોગ ત્યાં રહે એ અલ્પ કાળ રહે. ત્યાંથી છૂટી ઉપયોગ રાગમાં આવે. છે ને ? તેનાથી છૂટી જ્ઞાન અન્ય જોયોમાં ઉપયુક્ત થાય.” સ્વશેયમાં જે ઉપયોગ હતો એ તો સમકિતીને પણ થોડો કાળ રહે. પછી અન્ય શેયોમાં ઉપયુક્ત થાય. બીજા જાણવાયોગ્ય પદાર્થો છે એમાં ઉપયોગ જાય. આહા...હા...! “તોપણ મિથ્યાત્વ વિના...” શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ અને અનુભવ છે એનાથી મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ હોવાથી...” અભિપ્રાયપૂર્વક એટલે રાગ કરવાલાયક છે અને આ રાગ એ મારું સ્વરૂપ છે, એવો અભિપ્રાય ધર્મીનો હોતો નથી. આવો ધર્મ મોંઘો કર્યો એમ કોઈ કહે છે. કોક એમ કહેતું હતું, “સોનગઢવાળાએ સમકિત મોંઘું કર્યું. મોંઘુ કે સોંઘું, લોકો પોતાની રીતે માનતા હોય ને એનાથી આ બીજું નીકળ્યું એટલે એમ કહે કે) મોંઘુ કર્યું. આ કોનું લખાણ છે ? ‘સમયસાર', બહેમરાજજી'નું લખાણ છે. મૂળ પાઠ...!
આ..હા! “મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ હોવાથી..” (અર્થાત) રુચિપૂર્વક નથી. ધર્મીને અશુભ રાગ અને શુભ રાગ આવે (છતાં એની) રુચિ નથી, પોસાણ નથી, પોસાતો નથી, હેયબુદ્ધિએ આવે. આહાહા...! “જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય તેને અભિપ્રાયપૂર્વક રાગ નથી એથી તેને રાગ આવે એનો અલ્પ બંધન, અલ્પ સ્થિતિ પડે. આહા...હા.! “અને અલ્પ બંધ સંસારનું કારણ નથી.” એ કંઈ સંસાર, મિથ્યાત્વાના)