________________
૩૯૬
સમયસાર સિદ્ધિ-૬ નથી. ઉપયોગ કદાચિત્ રાગમાં ગયો હોય છતાં શુદ્ધ ચૈતન્યના પરિણમનથી વ્યુત થયો નથી. દૃષ્ટિએ શુદ્ધ ચૈતન્યને પકડ્યું છે એનાથી તે ટ્યુત થયો નથી. અહીં તો સમકિતીને રાગ થતો નથી એમ જ કહેવું છે. પેલો જરી અસ્થિરતાનો છે એ થતો નથી એટલે શુદ્ધ સ્વરૂપનું પરિણમન જ એને છે. આહા..હા...! આવો માર્ગ હવે. આ તો શરૂઆતનો માર્ગ જ આ છે.
“ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે.” ઈ કહ્યું, જોયું ? રાગાદિમાં સમકિતીનો ઉપયોગ જાય એ વાત ગૌણ છે. ચૈતન્યના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિનો અનુભવ થયો છે) એનાથી તે ટ્યુત થતો નથી. ઉપયોગમાં રાગ આવે એ વાત ત્યાં ગૌણ કરી છે. આહા...હા...! અને રાગ આવે માટે શુદ્ધ સ્વરૂપથી શ્રુત થયો છે એમ નથી. શુદ્ધ સ્વરૂપથી શ્રુત તો ત્યારે કહેવાય કે અશુદ્ધ પરિણમન ને મિથ્યાષ્ટિ થાય ત્યારે શુદ્ધથી છૂટ્યો કહેવાય. શુદ્ધ સ્વરૂપનું ભાન અંતર દૃષ્ટિમાં છે અને ઉપયોગ કદાચિત્ રાગાદિમાં જાય છે, છતાં એ શુદ્ધ સ્વરૂપથી શ્રુત થયો નથી. આહા..હા..!
અજ્ઞાની શુભરાગના ઉપયોગમાં છે છતાં તે શુદ્ધ સ્વરૂપથી તો ભ્રષ્ટ જ છે. આહાહા....! અને જ્ઞાનીને શુભભાવ કે અશુભભાવ, ઉપયોગમાં અશુભ ભાવ આવે છતાં શુદ્ધ સ્વરૂપથી ચુત ન થાય. ત્યાં જે દૃષ્ટિ છે ત્યાંથી ખસે નહિ. મૂળ સમ્યગ્દર્શનનું પરિણમન ખસે નહિ. આહા..હા..! અશુભરાગ ઉપયોગમાં આવ્યો છતાં ! અને અજ્ઞાનીને શુભરાગ દયા, દાન, વ્રત, ભક્તિનો હોવા છતાં એ મિથ્યાદૃષ્ટિ છે અને શુદ્ધ સ્વરૂપથી તો ભ્રષ્ટ જ છે. આહાહા...! આવો માર્ગ છે.
“ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાત્ શુદ્ધનયથી શ્રુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી ચુત થવું એવો અર્થ અહીં મુખ્ય નથી.” શું કીધું? ઉપયોગની અપેક્ષાએ શુદ્ધનયથી ટ્યુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી શ્રુત થવું, શુદ્ધ ઉપયોગથી ખસી જઈને અશુદ્ધ ઉપયોગમાં આવી જાય એ વાત અહીંયાં નથી. અશુદ્ધ ઉપયોગ જ્ઞાનીને પણ આવે. આહા..હા...! આર્તધ્યાન, રૌદ્રધ્યાન થાય. એ ઉપયોગ અશુદ્ધ થાય. છતાં સ્વરૂપની શુદ્ધતાથી ટ્યુત નથી. આનંદનું વેદન તો સાથે છે. આહા...હા...!
શુદ્ધ સ્વરૂપથી શ્રુત છે એ ભલે શુભરાગના ઉપયોગમાં આવે તો પણ તે સ્વરૂપથી તો ઠુત છે. શુભમાં આવે તોય શુદ્ધ સ્વરૂપથી શ્રુત છે. જ્ઞાની અશુભમાં આવે તોપણ શુદ્ધ સ્વરૂપથી શ્રુત નથી. આહા..હા...! આવી વાત છે. મૂળ માર્ગ. “શ્રીમમાં આવે છે ને ! “મૂળ માર્ગ સાંભળો જિનનો....” મૂળ માર્ગની શરૂઆત જ કોઈ અલૌકિક છે. એ વિના બધું થોથાં છે). આ..હા...!
ભગવાન આખો પૂર્ણાનંદ પ્રભુ ! આનંદનો રસકસ એકલો છે. એવા અનંતા ગુણોનો આનંદ, એવો રસકસવાળો પ્રભુ, એનો જેને અંતરમાં અનુભવ થયો એ ઉપયોગમાં કદાચિત્,