________________
૩૯૪
સમયસાર સિદ્ધિ-૬ અસ્થિરતાના પાંદડાં રહ્યાં છે એ સૂકાઈ જવાના, નાશ થઈ જવાના. અને અજ્ઞાનીએ રાગદ્વેષ મંદ કર્યા છે, જંગલમાં પડ્યો છે પણ અંદરમાં સ્વરૂપની દૃષ્ટિનો અભાવ છે. આહા..હા....! એણે સંસારનાં મૂળિયાં સાજા રાખ્યા છે. એને કર્મબંધન ને આસ્રવ છે. આહાહા....! નગ્ન મુનિ હોય, જંગલમાં મહાકષ્ટ વેઠતો હોય પણ એ રાગના પ્રેમમાં પડ્યો ઈ આસ્રવ ને બંધમાં પડ્યો છે. આહા...હા...! અને સ્ફટિક રત્નના મકાનમાં ગૃહસ્થાશ્રમી સમકિતી હોય. આ..હા..હા...! તેને પણ અનંત સંસારના કારણ આસવ અને બંધ છે નહિ. એ અપેક્ષાએ આસવ ને બંધ નથી એમ કહ્યું. આહા..હા...! ધારણ કરે છે.” તિ-વિચિત્ર-
વિન્ય-ગીત કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે.... આહાહા.! “અર્થાત્ જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે. અહીં અજ્ઞાનીને વિકલ્પ ઝાળ પણ અનેક પ્રકારની છે અને બંધન પણ અનેક પ્રકારનું છે, પાછું એમ. અનેક પ્રકારની પ્રકૃતિમાં રસ અને સ્થિતિવાળા કર્મ બંધાય. વિચિત્ર કર્મ બંધાય. આહા..હા...! જ્ઞાનીને (કર્મબંધની) ના પાડી ત્યારે આવા અજ્ઞાની જંગલમાં વસતા હોય. આહાહા....! બાયડી, છોકરા છોડ્યા હોય, જંગલમાંથી બહાર આવી એક વખત ખાતો હોય.... આહા..હા...! પણ (જે) રાગના પ્રેમમાં પડ્યો છે એને જૂના કર્મ વિચિત્ર પ્રકારના નવા બંધનનું કારણ થશે. કારણ કે રાગ થઈ ગયો ને પાછો ! આ..હા...! જ્ઞાનીને રાગ છે એ રાગ અસ્થિરતાનો છે, એ મૂળ નહિ. મૂળિયું તોડી નાખ્યું. આહાહા.! એથી એ રાગને હવે જવાને વાર નથી, ટળવાને વાર નથી. આ..હા..! તેથી એને બંધ અને આસ્રવ નથી અને આને બંધ અને આસવ છે. વિચિત્ર ભેદોના સમૂહવાળો) (અર્થાત્ જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે).” વિશેષ કહેવાશે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૫૫ શ્લોક-૧૨૧, ૧૨૨ ગાથા-૧૭૯-૧૮૦
રવિવાર, જેઠ વદ ૮, તા. ૧૭-૦૬-૧૯૭૯
સમયસાર ૧૨૧ કળશનો ભાવાર્થ છે. શુદ્ધનયથી શ્રુત થવું એટલે....” શું કહે છે? શુદ્ધ જે આત્માનો નિર્વિકલ્પ અનુભવ, પરથી ભિન્ન પડી, રાગથી ભિન્ન પડી પર્યાયને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં જોડી અને અનુભવ થાય, શુદ્ધ અનુભવ થાય, શુદ્ધ આનંદનું વેદના થાય એને શુદ્ધનય અથવા શુદ્ધનયનો વિષય કહે છે). એનાથી જ્યારે શ્રુત થાય, સ્વભાવના આનંદનું વેદન, પરમાત્મ સ્વભાવને જે પહોંચી વળ્યો છે, સમ્યગ્દર્શનથી, એમાંથી જે કોઈ ચુત થાય “એટલે હું શુદ્ધ છું' એવા પરિણમનથી છૂટીને..” તદ્દન શુદ્ધ પરિણમન ને આનંદ છે, એવા શુદ્ધ પરિણમન એટલે પર્યાય. શુદ્ધ વસ્તુ તો શુદ્ધ છે પણ જેવી ચીજ છે તેવું