________________
શ્લોક-૧૨૧
૩૯૩ વિમુવત્તવોયા. ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવ આત્મ-ભગવાન, એને વિમુક્ત નામ છોડી દીધો. રાગનો રસીલો રાગના પ્રેમમાં રોકાઈ ગયો. આહાહા..! અરે...! આવી વાત ક્યાં છે ? એના ઘરની વાતું (છે), બાપા ! આહાહા! એને માળા એકાંત કહે છે. અહીંનું – “સોનગઢ'નું
જ્યાં નામ આવે તો (કહે), એ.. એકાંત, એ. એકાંત (છે). એ ભાષા ઠીક છે. આહા..હા...! ગાળ્યું દેવાની એક રીત ઠીક કાઢી. એકાંત છે.... એકાંત છે. એકાંત છે... મિથ્યાદૃષ્ટિ એકાંત (છે). આહાહા..! વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને જેને મુનિની બહારની ક્રિયાઓ છે એને મુનિ માને તો એ સાચો ! અરે.. બાપા ! મુનિપણું કેવું છે ? આહાહા..!
ગમે તેવા જંગલમાં એકલો વર્તતો હોય. એકલો જંગલમાંથી આવીને આહાર લઈને પાછો એકલો ચાલ્યો જાય, એવી ક્રિયા અનંત વાર કરી. એ કંઈ ચીજ નથી. જુવાન અવસ્થા, આમ શરીર ઠીક હોય એ ગમે તે કરે. જંગલમાં પડ્યો રહે પણ એ જંગલમાંથી આ રાગરહિત સ્વરૂપ છે એની ખબર ન મળે અને વિકલ્પ – રાગ ઉઠે છે એનો રસીલો થઈ ગયો. આહા..હા...! એ સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયો.
[વિમુવત્તવોઘા બોધ, બોધ એટલે જ્ઞાનથી છૂટ્યો, આત્માથી છૂટી ગયો. “એવા થયા થકા, પૂર્વબદ્ધ દ્રવ્યાસવો.” પૂર્વબદ્ધ જે જડ દ્રવ્યાસ સત્તામાં હતા. આહા..હા..! એ “કર્મબંધને ધારણ કરે છે. કારણ કે રાગનો પ્રેમ થયો એટલે પૂર્વના કર્મના બંધનો સંબંધ અહીં થયો. હવે એને નવા કર્મ બંધાશે. આ..હા..! જ્ઞાનીને બંધાતા નહોતા એ હવે અહીં બંધાશે એમ કહે છે. રાગના રસમાં પૂર્વના કર્મના નિમિત્તને રાગ આપ્યો.. આહાહા..! એથી નવા કર્મ બંધાશે. જ્ઞાનીને આસ્રવ અને બંધનો નકાર કર્યો હતો. એ અલ્પ આસ્રવ, અલ્પ બંધ છે એને ગૌણ કરીને એમ કહ્યું હતું. સર્વથા નથી એમ નહિ. આહાહા...! જ્યાં સુધી કેવળ(જ્ઞાન) ન થાય ત્યાં સુધી, દસમાં ગુણસ્થાન સુધી પણ આ આઠ કર્મ આવે છે અને લોભનો આસવ પણ અબુદ્ધિપૂર્વક છે. અબુદ્ધિપૂર્વક પણ છે એના પુરુષાર્થમાં, એના અવળા પુરુષાર્થમાં, એની દશામાં છે ને ! આહા..હા.! એ રાગ કંઈ કર્મને લઈને નથી. દસમે લોભનો અંશ છે, એના પુરુષાર્થની કમજોરી, નબળાઈને લઈને છે. આ...હા...! અને એ રાગ આસવ છે અને એનાથી નવા છ કર્મ બંધાય છે. આહા..હા..!
એક કોર અહીં કહેવું કે, સમકિત થયું તેને બંધન નથી. કઈ અપેક્ષા છે ? ભાઈ ! અનંત મિથ્યાત્વ તે અનંત સંસાર છે અને મિથ્યાત્વ તે જ આસવ છે. એને અપેક્ષાએ કહ્યું કે, એ છૂટ્યું તેને આસવ, બંધ નથી એમ કીધું. આ.હા.! મૂળિયું તો એ છે. આહા...! પછી ચારિત્રના દોષો (છે) એની કાંઈ ગણતરી નથી. જેના ઝાડનાં મૂળિયાં તોડ્યા એના પાંદડાં, ડાળ્યું પંદર દિએ સૂકાઈ જવાની. આહા..હા...! જેના મૂળિયાં સાજાં એનાં પાંદડાં તોડ્યા, કાઢી નાખ્યા, એક એક પાંદડું (કાઢી નાખ્યું) એ મહિને પાછું પાંગરી જશે. આ..હા...! એમ જેણે મિથ્યાત્વના મૂળિયાં તોડી નાખ્યા છે. આહાહા..! એને હવે રાગ-દ્વેષ ને