________________
શ્લોક-૧૨૧
૩૯૧
હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટે :- જીવ શુદ્ધસ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યક્ત્વથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક બંધ થાય છે. તે બંધ જોકે અજ્ઞાનના પક્ષમાં નથી તોપણ તે બંધમાં તો છે જ. માટે તેને મટાડવાને સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને શુદ્ધનયથી ન છૂટવાનો અર્થાત્ શુદ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે. કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે. ૧૨૧.
શ્લોક ૧૨૧ ઉપર પ્રવચન
હવે કહે છે કે શુદ્ધનયથી શ્રુત થાય તેઓ કર્મ બાંધે છે -' હવેના કળશમાં આવશે. ૧૨૧ (કળશ).
(વસંતતિની ) प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु रागादियोगमुपयान्ति विमुक्तबोधाः । ते कर्मबन्धमिह विभ्रति पूर्वबद्ध
द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम् ।।१२१ ।। આહા..હા...! “અમૃતચંદ્રાચાર્યદેવ ! આ જગતમાં જેઓ શુદ્ધનયથી ટ્યુત...” થાય છે એટલે કે શુદ્ધ પરિણમનથી ભ્રષ્ટ થાય છે અને એકલો શુભના રાગના અશુદ્ધ પરિણમનમાં આવી જાય છે... આહા...હા...! “શુદ્ધનયથી મૃત થઈને ફરીને રાગાદિના સંબંધને પામે છે...” આહાહા..! એક વાર તો રાગનો સંબંધ તોડ્યો, સ્વભાવનો સંબંધ કર્યો વળી પાછો સંબંધ તોડીને રાગનો સંબંધ કરે એ શુદ્ધનયથી ટ્યુત થાય છે એમ કહે છે. આહા...હા....! ઓ..હો...! નાનામાં નાનો દયાનો રાગ એની સાથે પણ જોડાય જાય, એ એણે રાગનો સંબંધ કર્યો. ચૈતન્યના સ્વભાવથી શ્રુત – ભ્રષ્ટ થયો. આહા..હા...!
શાંત માર્ગ છે. પ્રભુનો શાંત માર્ગ છે. પ્રશાંત ! આ..હા..“પ્રશાંત સુધામય જે આવે છે ને ક્યાંક ? સુધામય છે, એવું કાંઈક આવે છે. પ્રશાંત અનંત સુધામય જે, પ્રશાંત અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જયતે” એ. ઈ તો “શ્રીમમાં આવ્યું. આ..હા...! છેલ્લી લીટી, છેલ્લી લીટી. “સુખધામ અનંત સુસંત ચહી” આ...હા...! ધ્યાનમાં રહે. પ્રશાંતિ અનંત સુધામય જે “પ્રશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જયતે” “શ્રીમનો છેલ્લો શબ્દ “જયતે” આવ્યો છે. આહા..હા...! એકાવતારી થઈ ગયા છે. ભલે ગૃહસ્થાશ્રમમાં હતા. એક વૈમાનિકનો સ્વર્ગનો ભવ (છે). એ લોકો મનુષ્ય કહે છે, ખોટી વાત છે. મહાવિદેહમાં