________________
૩૯૦
સમયસાર સિદ્ધિ-૬ સમજાવે છે. એ તો પાઠ આવી જાય છે. અપ્રતિબદ્ધ છે, અજ્ઞાની છે એને સમજાવે છે. આહા...હા....! જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ તેમ તેને સમજવું જોઈએ, ભાઈ ! એમ આગ્રહ કરીને એકાંતમાં કાંઈકનું કાંઈક કૂટાવો કૂટાવો થઈ જાય. કૂટાઈ જઈશ તું ! આહા..હા..!
C સ્લો ન ર
(વસંતતિર્તા ). प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु रागादियोगमुपयान्ति विमुक्तबोधाः । ते कर्मबन्धमिह विभ्रति पूर्वबद्ध
द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम् ।।१२१ ।। હવે કહે છે કે જેઓ શુદ્ધનયથી શ્રુત થાય તેઓ કર્મ બાંધે છે :
શ્લોકાર્થ – ફિ૬] જગતમાં કે જેઓ [શુદ્ધિનયતઃ પ્રવુત્યા શુદ્ધનયથી શ્રુત થઈને (પુનઃ વ તા ફરીને (રાવિયોગમ] રાગાદિના સંબંધને પિયન્તિ પામે છે તે એવા જીવો, વિમુવાવોધા: જેમણે જ્ઞાનને છોડ્યું છે એવા થયા થકા, પૂર્વવદ્ધદ્રવ્યાસ્ત્રā] પૂર્વબદ્ધ દ્રવ્યાસવો વડે ર્મિવશ્વમાં કર્મબંધને વિપ્રતિા ધારણ કરે છે –કર્મોને બાંધે છે) – તિ-વિચિત્ર-વિવ7નીલમ કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે (અર્થાત્ જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે).
ભાવાર્થ – શુદ્ધનયથી શ્રુત થવું એટલે હું શુદ્ધ છું એવા પરિણમનથી છૂટીને અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદૃષ્ટિ બની જવું તે. એમ થતાં, જીવને મિથ્યાત્વ સંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે, તેથી દ્રવ્યાસવો કર્મબંધના કારણે થાય છે અને તેથી અનેક પ્રકારનાં કર્મ બંધાય છે. આ રીતે અહીં શુદ્ધનયથી શ્રુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી (સમ્યત્વથી) શ્રુત થવું એમ કરવો. ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાતુ શુદ્ધનયથી મૃત થવું. એટલે શુદ્ધ ઉપયોગથી શ્રુત થવું એવો અર્થ અહીં મુખ્ય નથી, કારણ કે શુદ્ધોપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય શેયોમાં ઉપયુક્ત થાય તોપણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે અને અલ્પ બંધ સંસારનું કારણ નથી. માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી.