________________
૩૮૮
સમયસાર સિદ્ધિ-૬. હાથી (ઉપર) બેસે છે ને ? આખું કુટુંબ બેસાડે. પાંચ હજારમાં, દસ હજારમાં ! ભાઈ ! એ બધી ક્રિયા તો તે કાળે તેની પર્યાય તે કાળે થવાની તે થાય. એમાં કાંઈ તારાથી થાય છે (એમ નથી). આ..હા...હા....!
મુમુક્ષુ – પહેલા આપ આવું નહોતા કહેતા.
ઉત્તર :- પહેલેથી કહેતા હતા. અત્યારથી ક્યાં કહીએ છીએ ? આ તો હવે વધારે ખુલાસો (આવ્યો). હોહામાં બધા મંડી પડ્યા છે ને ! આહા..હા..! અહીં તો પહેલેથી કહીએ છીએ કે, ભઈ ! રાગ છે તે બંધનનું કારણ છે. આ રાગ છે તેની દિશા પર તરફ છે. વીતરાગની દશા તે સ્વ તરફ છે. આહાહા..! રાગ છે તે ઝેર છે. એ તો મોક્ષ અધિકારમાં ઘણી વાર કહેવાઈ ગયું છે. આહા..હા..! બહાર તરફના વલણમાં છે એ તો બધો રાગ છે. આહા...હા..!
અંતર જ્યાં પ્રભુ પૂર્ણ બિરાજે છે એના વલણનો ભાવ થાય) એ શુદ્ધ પરિણામની એકાગ્રતા અને તે શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ (છે). અનુભવ અપેક્ષાએ એને એકદેશ પ્રત્યક્ષ પણ કહેવાય. “સાક્ષાત્ શુદ્ધનય...” પૂર્ણ શુદ્ધનય, ભાષા દેખો ! (એ) “તો કેવળજ્ઞાન થયે થાય છે. એક કોર કહે કે, શુદ્ધનય તો ભૂતાર્થ તે શુદ્ધનય છે. અગિયારમી ગાથા. અગિયારમી ગાથામાં કહ્યું કે, “ભૂપત્યો સિવો સુદ્ધનયો’ ભૂતાર્થ ત્રિકાળી વસ્તુ તે શુદ્ધન્ય છે. અહીં કહે છે કે, શુદ્ધનયની પરિપૂર્ણતા કેવળજ્ઞાને થાય. એટલે કે એને હવે આશ્રય લેવો રહ્યો નહિ. જ્યાં સુધી શુદ્ધનય છે ત્યાં સુધી આશ્રય લે છે પણ પૂર્ણ થઈ ગયો એટલે ત્યાં હવે શુદ્ધનય ખરેખર પૂર્ણ થઈ ગઈ, એમ. આશ્રય લેવો રહ્યો નહિ. એટલે શુદ્ધનય કેવળજ્ઞાન થયે થાય છે એમ કહ્યું. પછી એને આશ્રય લેવાનો, પરિણતિને આમ ઢળવાનું ન રહ્યું. પરિણતિ પૂર્ણ થઈ ગઈ. એને શુદ્ધનય પૂર્ણ થઈ એમ કહેવામાં આવે છે. આસવ (અધિકારમાં) બે ઠેકાણે (આવે) છે. આહા...હા...!
આ તો જેને ભવનો ભય લાગ્યો હોય, બાપુ ! ભવનો ડર ! ચોરાશીના અવતાર ! આહાહા..! એ નિગોદ, કીડી, કાગડા, કૂતરા જંગલમાં રહેતા હોય). આહાહા.! સડી ગયેલા પાણીમાં ભૂંડ પડ્યા હોય અને જાણે આમ ગમ્મત કરતા હોય. સડી ગયેલા પાણીમાં ! ત્યાં “કુરાવડમાં જોયું હતું). ભૂંડ સંડેલા પાણીમાં પડે એય એને ઠીક લાગે. આહા...! અરે. ભગવાન ! સડેલા પાણી, હોં ગંધાય. એના બચ્ચા પછી ત્યાં રહે. આ..હા..! એ પણ ભગવાન ત્યાં પ્રેમ કરીને પડ્યો. એક કોર રાજા થાય ને મખમલના ગાદલા હોય અને એમાં પડ્યો હોય. એ બધી જાત એક જ છે. આહા..હા..! પર તરફના વલણમાં તો રાગ છે, બાપુ ! આહાહા...! અને એ દુઃખનો અનુભવ છે, દુઃખનું વેદન છે, ભાઈ ! આહા..હા...!
અહીંયાં તો શુદ્ધનય કેવળજ્ઞાન થયે પૂર્ણ થાય છે. સાક્ષાત્ ! ત્યાં પછી આશ્રય લેવો