________________
શ્લોક-૧૨૦
૩૮૯
રહ્યો નથી ને એટલે પૂર્ણ થઈ, એમ (કહ્યું). એક કો૨ કીધું કે, શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે. શુદ્ઘનય શ્રુતજ્ઞાનનો અંશ છે અને બીજી રીતે કહે છે કે, શુદ્ધનયની પરિપૂર્ણતા કેવળજ્ઞાનમાં થાય છે. તો કેવળજ્ઞાનમાં શ્રુતજ્ઞાન છે ? કઈ અપેક્ષાએ કહે છે ? આહા..હા...! એક કોર (કહે કે) શુદ્ઘનય શ્રુતજ્ઞાનનો અંશ છે અને અહીં કહે છે કે, શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે સાક્ષાત્ પૂર્ણ થાય છે. ત્યાં શ્રુતજ્ઞાન રહે છે ? ત્યાં નય છે ? કઈ અપેક્ષાએ કહે છે ? બાપુ ! જે આશ્રય આમ (લેતો હતો), સ્વદ્રવ્યની દૃષ્ટિ હતી એ શુદ્ધનય છે. એનું હજી અંદરમાં વલણ હતું. માથે કહ્યું ને ? (આત્મદ્રવ્યનું) પરિણમન તે શુદ્ધનય’ છે. પરિણમન એટલે જ્ઞાનમાં વળ્યા કરે. એ શુદ્ધ વૃત્તિ, પરિણિત અંદર વળ્યા કરે. એ વળ્યા કરવાનું પૂરું થઈ ગયું તેથી તેને શુદ્ઘનય પૂરી થઈ એમ કહેવામાં આવે છે. આહા..હા...! આવો ઉપદેશ હવે.
એક કોર કહે કે, સમ્યગ્દર્શનના અનુભવ કાળે નયાતીત વાત છે. નય કોઈ નથી, નયનો પક્ષ નથી. આહા..હા..! અને અહીં કહે કે, શુદ્ધનયની સાક્ષાત્ પૂર્ણતા કેવળજ્ઞાન (થતાં થાય છે). એ..ઈ...! આહા..હા...! ભાઈ ! વીતરાગમાર્ગ ગંભીર છે, પ્રભુ ! આહા..હા...! એ કંઈ હળદરના ગાંઠીયે ગાંધી થવાતું નથી. એ ચીજ બહુ ઊંડી છે. આહા..હા...!
એક બાજુ કહે કે, શુદ્ઘનય... આ..હા...! એ આત્મદ્રવ્યનું પરિણમન (છે). તેનું વલણ અંદર રહ્યા કરે એ એકાગ્રતાનો અભ્યાસ. બીજી રીતે કહે કે, શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે. શ્રુતજ્ઞાનનો પણ અંશ છે. તે સાક્ષાત્ શુદ્ઘનય કેવળજ્ઞાન થયે થાય છે. આહા..હા...! એનો અર્થ જ કે, હવે એને આશ્રય લેવો (રહ્યું નહિ). વલણ હતું, વલણ, આમ આ (અંદર) બાજુ વલણ હતું ને, ઈ વલણ પૂરું થઈ ગયું. ઈ અપેક્ષાએ શુદ્ઘનય પૂરી થઈ ગઈ એમ કીધું. આહા..હા...! હવે એને આમ વલણમાં આમ હતું ને, કીધું ને માથે ? વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે છે, એ હતું ને ? એમાં હતું ને ? એ હવે વળ્યા કરે નથી રહેતું. તેથી એને શુદ્ધનય પૂરી થઈ એમ કહેવામાં આવે છે. આહા..હા...! લખાણ સાધારણ (લાગે). પંડિતે લખાણ કર્યું (છે) છતાં કેટલા (ગંભીર ભાવ છે). આહા..હા...! આકરું કામ બહુ, ભાઈ ! અને જેના ફળ, આ.હા...! ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં’ જેના શુદ્ધનયના વલણથી એના ફ્ળ તરીકે કેવળજ્ઞાન સાદિ અનંત સમાધિ શાંતિ ! આ..હા...! સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, અનંત જ્ઞાન સહિત જો’ અનંત દર્શન ને અનંત જ્ઞાન સહિત. સાદિ અનંત આનંદ ! એની દશાની પ્રાપ્તિ એ શુદ્ઘનયનું સ્વભાવ તરફ વલણ (થયું), એ વલણ પૂરું થયું ત્યારે એ પ્રાપ્તિ થાય છે. આહા..હા...!
હવે આમાં કોઈ કંઈક રીતે તર્ક ઉઠાવે કે, આ તો બધી સાતમા ગુણસ્થાનની વાત છે, આઠમાની વાત છે. અને ‘જયસેનાચાર્યદેવ’ની ટીકામાં છે કે, પંચમ ગુણસ્થાન ઉપરની વાત છે પણ મુખ્યપણે, મુખ્યપણે. આહા..હા...! અને અહીં અબુધને સમજાવે છે, અપ્રતિબુદ્ધને