________________
ગાથા૧૭૯ થી ૧૮૦
૪૦૩ વિકારનું નિમિત્તપણું મળ્યું. એથી નવા કર્મ બંધાવાનું કાર્ય થયું. દૃષ્ટાંત : જેમ ઉદરાગ્નિએ આહાર ગ્રહ્યો પણ આહાર ગ્રહ્યો પછી ઉદરાગ્નિને કારણે ભિન્ન ભિન્ન રસ, રુધિર આદિ પરિણમે. એમ ઉપયોગમાં રાગ આવ્યો, એ જૂના કર્મને નિમિત્ત થયું તેથી નવા અનેક પ્રકારના જ્ઞાનાવરણી, દર્શનાવરણી આદિ ભિન્ન ભિન્ન કર્મ થાય. જેમ ઉદાગ્નિથી માંસ, લોહી આદિ ભિન્ન ભિન્ન થાય એમ આ કર્મ પણ ભિન્ન ભિન્ન બંધાય. આહાહા...! આ બધો વિષય બરાબર ઝીણો છે.
મુમુક્ષુ :- અનંત સંસારનો બંધ પડે કે અલ્પ સંસારનો પડે ?
ઉત્તર :- જ્ઞાનાવરણાદિ અનેક પ્રકાર છે ને ! એક જ ક્યાં છે ? એમ કહે છે. આઠ પ્રકાર થયા ને ! આયુષ્ય ન હોય તો આઠ હોય. અનેક પ્રકારના છે ને ! એક જ પ્રકારનું ક્યાં છે ? આ..હા....! એમ આહાર ગ્રહણ કર્યો તો એક જ પ્રકારે કાંઈ પરિણમન થાય છે એમ નથી. રસ, લોહી, ચામડી વગેરે પણે પરિણમે છે). આહા..હા...!
એમ ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના ઉપયોગથી છૂટી જાય તો પણ તેને એકલા રાગને કારણે જૂના કર્મને રાગનું નિમિત્ત મળ્યું. એથી નવા અનેક પ્રકારના કર્મ બંધાય. એક જ પ્રકારનું બંધાય એમ નહિ. આહા...હા....! સમજાય છે કાંઈ ? “કારણ કે ઉદરાગ્નિ , પુરુષે ગ્રહેલા આહારને રસ...” રસ થાય ને ? લોહી, માંસ, ચરબી વગેરે “ભાવે પરિણમાવે છે એમ જોવામાં આવે છે. લ્યો ! આ..હા..
(ભાવાર્થ) – ‘જ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે....” આહાહા...! પહેલા તો એમ કહ્યું હતું કે, દૃષ્ટિથી છૂટતો નથી તેથી શુદ્ધનયથી છૂટતો નથી. હવે અહીં કહ્યું કે, શુદ્ધનયથી છૂટ્યો એટલે ઉપયોગમાંથી છૂટી ગયો. દૃષ્ટિ રહી પણ ઉપયોગમાં જે ધ્યાનમાં ઉપયોગ એકાકાર હતો એ ઉપયોગ બાહ્યમાં ખસી ગયો. એને પણ બંધન થાય છે, હવે એમ કહ્યું. પહેલા ના પાડી હતી (કે), સમ્યફદૃષ્ટિને બંધન અને આસવ છે જ નહિ. એ એના સ્વરૂપની દૃષ્ટિ અને અનુભવ ને એના ભાનને લઈને કહ્યું હતું). આહા...હા...!
અહીંયાં કહ્યું કે, સમ્યક્દષ્ટિને ભલે દૃષ્ટિ સમ્યક રહી, જ્ઞાન સમ્યક છે પણ નિર્વિકલ્પ અંતર અનુભવમાંથી ખસી ગયો અને રાગાદિમાં ભલે શુભરાગાદિમાં આવ્યો, ભક્તિ આદિમાં રાગ આવે છે ને ! ત્યારે તે નવા કર્મનું જૂનું કર્મ બંધન નિમિત્ત) થાય એમ આ નિમિત્ત થાય છે. આહાહા! આટલું બધું યાદ રાખવું ! કેટલા બોલો આમાં ગયા.
ભાવાર્થ – ‘જ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે.... છૂટવાની વ્યાખ્યામાં) અત્યારે ઉપયોગ લીધો. પહેલો શુદ્ધનયથી છૂટે (કહ્યું, ત્યારે મિથ્યાત થયું હતું. સમજાણું ? ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર છે એવું જે ભાન થાય તે ભાનથી છૂટ્યો નહિ. એથી તેને બંધન છે નહિ. હવે અહીં કહે છે કે, નિર્વિકલ્પ ઉપયોગથી છૂટ્યો પણ