________________
૩૯૨
સમયસાર સિદ્ધિ-૬ ગયા છે ને કેવળજ્ઞાનપણે વિચરે છે, એ તદ્દન ખોટી વાત છે. સમકિતી મરીને મનુષ્ય મરીને મનુષ્ય થાય જ નહિ. ભાઈ ! તું મોટપ કરવા જા છો પણ કાંઈકનું કાંઈક થઈ જાય છે. આહા..હા...! ભરતક્ષેત્રના સમકિતી વૈમાનિકદેવ સિવાય ક્યાંય ન જાય. આહાહા..! ભલે ત્યાંથી નીકળીને મનુષ્ય થઈ “અશેષ કર્મનો ભોગ છે આ.હા..! “ભોગવવો અવશેષ રે, જેથી દેહ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે.” આહા..હા...! લ્યો ! આ સ્વદેશ કીધું. બેનમાં નથી આવતું ? ૪૦૧ બોલ. એમાં આવે છે ને ? આ.હા...!
શુદ્ધ સ્વરૂપ ભગવાન એમાંથી નીકળીને વિકલ્પમાં આવે અરે..! એને એમ થાય છે કે, અમે ક્યાં પરદેશમાં આવી ચડ્યા ? આહા..હા...! સ્વદેશ તો આ છે અંદર ! જેના ભાનમાં અનંતા અનંતા આનંદ, શાંતિ આદિ ભરેલા છે. આહા..હા..! એમાંથી નીકળીને શુભરાગમાં આવવું એ પરદેશ (છે). અહીં તો શુભરાગની એકતા કરે છે તે સ્વથી ભ્રષ્ટ થાય છે ઈ કહેવું છે. જેને શુભરાગનો પ્રેમ જાગ્યો એને) આ પ્રેમ છૂટી ગયો, ભ્રષ્ટ થઈ ગયો. ભગવાન આનંદનું ઘર... આ..હા..હા...! નિજઘરમાં આનંદ છે તેનો પ્રેમ છોડી અને નિજઘરમાં જે ચીજ નથી, બહારની રખડતી ચીજ (છે), એ રાગની ચીજમાં જેને પ્રેમ થયો તે સ્વભાવથી શ્રુત થયો. આહાહા...! બહારથી તો મુનિપણું થઈ અઠ્યાવીસ મૂળગુણ પાળતો હોય, પંચ મહાવ્રત પાળતો હોય બધું હોય. આહાહા...! પણ અંદરમાં ભગવાન શુદ્ધ ચિદાનંદ સ્વરૂપથી ભ્રષ્ટ થયો અને રાગના પ્રેમમાં આવી ગયો એ શુદ્ધનયથી ભ્રષ્ટ થયો છે. બહારથી પંચ મહાવ્રત પાળે, જંગલમાં વાઘ, વરુની વચ્ચે એકલો રહેતો હોય. આ..હા...! એથી શું થયું ? ઈ આવે છે ને ? અનશન આદિ ઘણું કર્યું એ શું છે ? એથી શું છે ? આહાહા..!
ફરીને.” ફરીને એટલે શું ? પહેલું (સમ્યગ્દર્શન) થયું હતું ને વળી છૂટી ગયું એમ કહે છે. પહેલો રાગનો સંબંધ છોડ્યો હતો અને સ્વભાવનો સંબંધ કર્યો હતો એ સ્વભાવનો સંબંધ છોડી દીધો અને ફરીને રાગનો સંબંધ કર્યો. આહા...હા...! પાછો જે પરઘર છે ત્યાં આવીને પડ્યો, બાપા ! આહા...હા...! નિજઘરમાંથી ખસી ગયો. આહાહા...!
આનંદનું ધામ ભગવાન સુખધામ ! ત્યાંથી ખસી ગયો ને રાગના ધામમાં રસિક થઈ ગયો, એમાં રસીલો થઈ ગયો. આહા..હા..! રાગના રસ ચડ્યા એ સ્વભાવથી ભ્રષ્ટ થયા. આહા..હા...! આવું કામ છે. દુનિયા સાથે અત્યારે મેળ ખાય એવું નથી. આહાહા..! એ તો અહીંના માણસો હવે જે નીકળ્યા એ વળી (સમજે છે. માર્ગ તો બાપા ! આ છે, ભાઈ ! આ..હા...!
જગતમાં જેઓ શુદ્ધનયથી ટ્યુત થઈને. પરિણમે. શુદ્ધનું પરિણમન છોડી અશુદ્ધના પરિણમનમાં આવી જાય). ફરીને રાગાદિ અશુદ્ધ પરિણમન, એના “સંબંધના પામે છે.” આહાહા...! “એવા જીવો,... [વિમુવાવોલ્યા: “જેમણે જ્ઞાનને.” છોડી દીધું. [વિમુવાવોલ્યા:] બોધ નામ ભગવાન જ્ઞાનસ્વરૂપ, તેને એણે વિમુક્ત (એટલે) છોડી દીધું. આહાહા...!