________________
૩૭૮
સમયસાર સિદ્ધિ-૬ છે ? આહાહા..! એ પણ મુક્તિ, મોક્ષને, કેવળને બોલાવી રહ્યું છે. આહા..હા...! પેલા બોલાવે (ને), ભાઈ ! આવ... આવ. એમ નથી કહેતા ? આ એમ બોલાવે છે, આવ... આવ... આવ. અમે એકાગ્રતાનો અભ્યાસ કરીએ એમાં કેવળજ્ઞાન આવ. આવી વાતું છે, “ચીમનભાઈ ! વાણિયા સાધારણ એવા વીર્યહીનનું અહીં કામ નથી. “સુરેન્દ્રભાઈ ! આ..હા...! એ વીરાના માર્ગ છે). આહા..હા..!
મુમુક્ષુ - સર્વાર્થસિદ્ધિના દેવો તો તેંત્રીસ સાગરોપમ સુધી આગમની ચર્ચા કરે.
ઉત્તર :– કરે, કરે. એ ભાઈએ લખ્યું નથી ? “સોગાની'એ લખ્યું છે કે, ચર્ચા બહુ કરે એથી શું થયું ? (આવે) છે ? આહા..હા...! તેંત્રીસ સાગર સુધી સમકિતી ત્યાં ચર્ચા કરે તોપણ એ આગળ વધતા નથી. ચોથેથી પાંચમે જતા નથી. આહા..હા...! સર્વાર્થસિદ્ધના દેવ ! બાપુ ! આ તો અગમ્યગમ્યની વાતું છે, નાથ ! આ હા...એ તેંત્રીસ સાગર કોને કહે, ભાઈ ! એક સાગરમાં દસ ક્રોડાકોડી પલ્યોપમ (જાય). દસ ક્રોડાક્રોડી પલ્યોપમ ! એક પલ્યના અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વર્ષ (જાય). એવા તેંત્રીસ સાગર ચર્ચા કરે પણ ચોથેથી પાંચમે જતા નથી. આહા..હા...! અને ભગવાન જ્યાં છે ત્યાં એકાગ્ર થાય તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લઈ લ્ય. તેંત્રીસ સાગરની ચર્ચાએ પાંચમું ગુણસ્થાન આવતું નથી. આહા..હા...!
(અહીંયાં) ત્રણલોકનો નાથ પૂર્ણ સ્વરૂપમાં એકાગ્ર થતાં અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લ્ય છે. પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિનું જ્ઞાન વિશેષ ન પણ હોય. આહાહા...! પણ અંતરંગ એકાગ્રતા (કરે છે). આ..હા...હા...! એ બધી મહિમા પ્રભુની છે. પોતે પ્રભુ છે એ પ્રભુતા પામરતાને લઈને એ પ્રભુતા કેમ પ્રગટે ? એ પ્રભુતાની તો એકાગ્રતા થાય, એનામાં એને મોટપ આપે અને એકાગ્ર થાય ત્યારે પ્રભુતા પ્રગટે. આહાહા...! આ.હા.!
એક કોર શાસ્ત્રમાં બુદ્ધિ જતા વ્યભિચારી કહે, એક કોર શાસ્ત્રનો અભ્યાસ કરે તો કલ્યાણ થાશે, એમ કહે. એક કોર (કહે) સ્વના લક્ષે શાસ્ત્રનો અભ્યાસ કરવો (એ) કલ્યાણનો હેતુ છે. અપેક્ષાથી વાત છે, બાપુ ! મૂળ તો આ છે. આહા...હા...! જેમાં – ગુણમાં અનંતી અનંતી કેવળજ્ઞાનની પર્યાય ઠસોઠસ પડી છે, એવા અનંતા (ગુણોના એકરૂપમાં) એકાગ્ર થાતાં તને કેવળજ્ઞાન થઈ જશે. શાસ્ત્રનો બહુ અભ્યાસ થઈ ગયો અને બહુ જ્ઞાન થયું માટે તને કેવળજ્ઞાન થઈ જશે (એમ નથી). આહા...હા...! “મીઠાલાલજી આવી વાત છે.
છે દરકાર ‘અમૃતચંદ્રાચાર્યદેવને દુનિયાની ? તમે એકાગ્રતાની જ વાત કરો. આહાહા...! ભગવાન તમારો પરિચય કરવો છે પણ તમે કહેતા નથી ? આ.હા...! સસમાગમ કરવો (એમ કહેતા નથી). ભાઈ ! આ.હા...! તું સત્ નથી ? આહા...હા...! સત્ સમાગમ, તે શું સત્ નથી ? પ્રભુ ! મહાપ્રભુ સત્ છે. મહાસત્તા ચૈતન્ય સત્ છે. મહા હોવાપણે ચૈતન્યસત્તા છે, સત્ છે. મહા ચમત્કારીનો પિંડ, મહાસત્તાની સત્તાનો ચમત્કારી ભગવાન છે. એ સમાં