________________
૩૭૬
સમયસાર સિદ્ધિ-૬
કહ્યું કે, ભાવજ્ઞાનના લક્ષે આગમ અભ્યાસ કરવો. કહ્યું છે, અપેક્ષાથી જ્યાં વ્યવહારથી કહ્યું છે. આહા..હા...! આ તો પ્રભુ જ્યાં એકાગ્ર થવું છે ત્યાં થાય છે. આહા..હા...! મહા દરિયો ભર્યો છે ભગવાન ! આ..હા..હા...! જેની પૂર્ણતાની અંદરમાં કોઈ અનંતા ગુણોમાં છેલ્લો આ ગુણ છે, એટલા ગુણો ભર્યા છે કે જેનો છેલ્લો ગુણ છે એટલું નહિ. એવા અનંતા ગુણો ભર્યા છે ! આ..હા..હા...! શું કીધું ઈ ?
આત્મામાં એટલા અનંતા... અનંતા.. અનંતા.. અનંતા... ગુણ છે કે, આ ગુણ છેલ્લો છે અને આ અનંતા માહ્યલો અનંતમો (છેલ્લો છે એવું જેમાં નથી)... આ..હા..હા...! એવા દ્રવ્યનું જ્ઞાન થયું – એવા પ્રભુનું જ્ઞાન થયું, એવા ભગવાનનું જ્ઞાન થયું.. આ..હા...! એ જ્ઞાન પોતામાં જ અભ્યાસ કરે છે, એકાગ્ર થાય છે). મને જ્ઞાન વધશે કે આગળ કેમ થશે ? એ તો આમાં એકાગ્ર (થાય છે). આમ બહુ ભણીશ ને શાસ્ત્રજ્ઞાન કરીશ તો મને કેવળજ્ઞાન થાશે (એમ નથી). આહા..હા...! જેમાં જ્ઞાન આખું ભર્યું છે. એકલો સમજણ.. સમજણ.. જ્ઞાનનો પિંડ છે. અનંત બેહદ ભરેલું જ્ઞાન અને એ જ્ઞાનમાં અનંતા ગુણનું રૂપ છે. આહા..હા...! પુરુષાર્થ છે, આનંદ છે, એમાં શાંતિ છે. આહા..હા...! એવું જે જ્ઞાન એ પોતામાં એકાગ્રતાનો અભ્યાસ કરે છે. આહા..હા..! કઈ શૈલી લીધી છે, જુઓને ! આ..હા...!
પૂર્ણાનંદ... આ... હા...! આઠ વર્ષની બાલિકાને સમ્યગ્દર્શન થાય, સમ્યક્ત્તાની છે અને તે અંતરમાં એકાગ્રતાનો અભ્યાસ કરવા લાગે. આ..હા..હા..હા...! જ્યાં પ્રભુની મહત્તા મોટપનું ભાન પડ્યું છે. આ..હા..હા...! તેમાં એકાગ્રતાનો અભ્યાસ જ્ઞાની કરે છે. ઈ શાસ્ત્રનો અભ્યાસ ક્યારે કરે ?
—
મુમુક્ષુ :
ઉત્તર :– એ વ્યવહારે આવે ત્યારે થાય. ભાવના લક્ષે (સ્વાધ્યાયનો ભાવ) આવે, પણ જો૨ (ત્યાં) છે, જ્ઞાન વધવામાં (જોર છે), આ શાસ્ત્રને ભાવ લક્ષે પણ ઘણું ઘણું વધી જાય (એમ નથી), અંદર એકાગ્ર થાય તો જ્ઞાન વધશે. આહા..હા...! અરે......! આવો માર્ગ પ્રભુ ! ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે એની લોકોને કિંમત નથી. કિંમત આ દયા, દાન ને વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને રાંકા છે, ભિખારી છે. ઝેરના પ્યાલા છે. આહા..હા...! એને માહાત્મ્ય આપે છે. અમૃતનો સાગર નાથ ! આ..હા..હા...! એને માહાત્મ્ય આપતા નથી તેથી એના ભવભ્રમણ ટળતા નથી. આહા..હા...!
મુમુક્ષુ :– આગમના અભ્યાસ કરવાની વૃત્તિ પછી રહેતી જ નથી ?
ઉત્તર :– દૃષ્ટિ થાય તોય આનો જ અભ્યાસ કરવાનો છે, એમાં એકાગ્ર થવાનું છે. જેને જોવું છે કે, આ તો આત્મા ભગવાન પરિપૂર્ણ આનંદથી ભરેલો શુદ્ધ છે. માટે તેમાં જ એકાગ્ર થતાં મારું જ્ઞાન અને શાંતિ વધશે. આ..હા..હા...! આ તો અગમ્યગમ્યની વાતું છે. આ..હા...! દિગંબર સંતોએ જગતને જાહેર કરી છે. દુનિયા માને, ન માને, સમતોલ રહે, ન ૨હે (એની દરકાર નથી). આહા..હા...!