________________
શ્લોક-૧૨૦
૩૭૭ એક ઠેકાણે એમ કહ્યું કે, ભાવલક્ષે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો. એક ઠેકાણે એમ કહ્યું કે, શાસ્ત્રમાં બુદ્ધિ જાય ઈ વ્યભિચારી છે. કઈ અપેક્ષાએ કહ્યું ? બાપુ ! અહીં એમ કહે છે કે, મારે તો સ્વભાવ ભગવાન પરિપૂર્ણ છે એને મેં જાણ્યો. હવે મારે તો એમાં જ એકાગ્રતા કરવાની છે. આ.હા...હા...! જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ આહાહા...!
અનંત અનંત ચૈતન્યના ચમત્કાર, બાપુ ! એના એક એક ગુણનો ચમત્કાર ! આ.હા..હા..! પૂર્ણ ગુણ, પૂર્ણ સ્વભાવ, પૂર્ણ શક્તિ, પૂર્ણ એક એક સનું સત્ત્વ. આ..હા...! એના ચમત્કારની શું વાતું કરવી !! એવા એવા અનંતા... અનંતા... અનંતા... ગુણોનો ચમત્કાર, ચૈતન્ય ચમત્કારી પદાર્થ છે આ..હા..! આ..હા..હા..! જગતના ચમત્કાર એ બધા તુચ્છ છે. આહા...! આ પ્રભુનો ચમત્કાર ! આ.હા...હા...! એક એક ગુણ ચમત્કારથી ભરેલો, એવા અનંતા ગુણનો ચૈતન્ય ચમત્કારી તત્ત્વ પ્રભુ ! એનું જ્ઞાન થાય એ એમાં એકાગ્ર થવા માટે છે. આહા...હા.! શું શૈલી !
એક કોર એમ કહ્યું કે, ભાવકૃત જ્ઞાન દ્વારા – લક્ષે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો, આગમ અભ્યાસ કરવો. આહાહા...! પણ બધી વાત સ્વદ્રવ્યના અવલંબનમાં એકાગ્રતા વધવાની છે. એમાં એકાગ્રતા વધે એ જ જ્ઞાનીનું પરિણમન ને હેતુ છે. આહાહા..! આવી ચીજ છે. અભ્યાસ નિયત્તિ છે ને ? વિનયત્તિ એટલે અનુભવે છે, “અભ્યાસ કરે છે” એકાગ્રપણાનો જ.” એમ છે, જોયું ? પિઝાષ્ટ્રમ્ | શબ્દ છે ને ? છે ? સંસ્કૃત દેખો. શ્લોકાર્થ. પામ્ થવા એમ છે. એક આ નિશ્ચય કરી નાખ્યું. આ.હા..!
જ્ઞાની તો ભગવાન આત્મા... આ...હા...હા...! એની પાછળ ચક્રવર્તીના રાજ પણ ફોતરા જેવા લાગે. આહાહા..! આ.હા...! અહીંયાં મહા કસદાર પડ્યો પ્રભુ ! એને આ (બહારના) કસની શું કિંમત ? આ..હા...! એટલે જેને એનું જ્ઞાન થયું એ એમાં એકાગ્ર થવા માગે છે. આહા...હા....! [ 1+પ્રમ્ | એમ શબ્દ છે.
મુમુક્ષુ :- જ.
ઉત્તર – હા, જ. આહા..હા...! શું શૈલી ! ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ હજાર વર્ષ પહેલા જે થયા પણ એની શૈલી તો જુઓ ! આ..હા..હા..! ભાવઉદયથી મરી ગયા છે. પારિણામિકભાવને જગાડવા જીવી રહ્યા છે ! આ...હા...હા..! પારિણામિકભાવે પરિપૂર્ણ પરમભાવ પડ્યો છે એનું જ્ઞાન તો થયું પણ હવે વિશેષ એમાં એકાગ્રતાનો જ અભ્યાસ કરે છે. આ..હા...હા..! ઉડાડી દીધી વાત બધી ! પામ્ થવા સંતો કહે છે. પ્રભુ ! ‘અમૃતચંદ્રાચાર્યદેવ' કહે છે. ભગવાનના કેડાયત છે. કેવળજ્ઞાન એકાદ ભવે લેવાના છે. આહાહા..! કેવળજ્ઞાન જેની નજરે તરે છે. જેનું શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવી રહ્યું છે ! આ..હા..હા...! જેનું મતિ અને શ્રુતજ્ઞાન પંચમ આરામાં (કેવળજ્ઞાનને બોલાવી રહ્યું છે) ! મુનિને પણ બાપુ ! આરો-ફારો ક્યાં ત્યાં