________________
૩૮૪
સમયસાર સિદ્ધિ-૬
એકાગ્રતા એ શુદ્ઘનયની એકાગ્રતા છે. આવી વાત છે, ભાઈ ! બીજું શું થાય ? આ...હા...! અનંતકાળથી રખડે છે.
મુમુક્ષુ :– એકલો આત્મા ઉપાદેય આવ્યો.
ઉત્તર ઃ– એકલો આત્મા જ ઉપાદેય છે, પર્યાય નહિ, ગુણભેદેય નહિ. આહા..હા...! લોકોને એકાંત લાગે અથવા આ વાત એમ કે, વીતરાગી સમિકતીની છે. સાતમા અને આઠમા ગુણસ્થાનની વાત છે, એમ કહે છે. પ્રભુ ! એમ નથી. તું પૂર્ણ સ્વરૂપ પ્રભુ (છો એ) દૃષ્ટિમાં આવે ! આ..હા..હા...! પૂર્ણ.. પૂર્ણ.. પૂર્ણ.. જેવો (છે તેવો). આ..હા...!
મુમુક્ષુ :- તારામાં ખામી શું છે ?
ઉત્તર ઃ– ઈ તો આવ્યું નહોતું ? સ્તવનમાં નહોતું (આવ્યું) ? પ્રભુ મેરે સબ વાતે તું પૂરા, પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, ૫૨ કી આશ કરે કહાં પ્રીતમ’ ૫૨ કી આશ’ (એટલે) રાગ ને વિકલ્પ ને પરદ્રવ્ય ત્રિલોકના નાથની પણ આશા શું કરે ? પ૨ કી આશ કહાં કરે પ્રીતમ, કહાં કિણ વાતે તુમ અધૂરા ? કઈ વાતે તુમ અધૂરા, પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા' આ..હા..હા...! અહીં વાત એવી છે, ભાઈ ! આ..હા..હા...! એક સમયની પર્યાય જેટલોય નહિ, કેવળજ્ઞાનની પર્યાય જેટલોય નિહ. આહા...હા...! બધા ગુણોથી પૂરો છે ને પ્રભુ ! એ તને વિશ્વાસમાં આવતું નથી. માહાત્મ્ય એનું દેખાતું નથી.
એટલે અહીં કહે છે કે, ‘આત્મદ્રવ્યનું...’ દ્રવ્ય એટલે ત્રિકાળી વસ્તુ. પરિપૂર્ણ વસ્તુ. એનું જે પર્યાયમાં પરિણમન (થાય)... આહા..હા...! એને બધું થઈ ગયું. આહા....હા...! તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે.... પૂર્ણ શુદ્ધ ભગવાન અખંડ નિર્વિકલ્પ વસ્તુ છે તેના અભ્યાસને લીધે. આહા..હા...! લોકોને વ્યવહારવાળાને તો એવું લાગે કે, કાંઈક વ્યવહાર (કરીએ) એનાથી લાભ (થાય). ગજરથ કરીએ, રથયાત્રા (કાઢીએ), મંદિરો (બનાવીએ), દસદસ, વીસ-વીસ અપવાસ કરીએ. પ્રભુ ! એ વસ્તુ તો બાઘની ચેષ્ટાની ક્રિયાઓ, રાગ છે. આહા..હા...! જેમાં પ્રભુ આવ્યો નથી એને તું અડે છો એ તો સ્વરૂપથી ભ્રષ્ટ છે. રાગના વિકલ્પનો ભાવ, એમાં પ્રભુ ચૈતન્યદ્રવ્ય આવ્યું નથી. એના સ્વરૂપના ભાવનો જેમાં અભાવ (છે), એના ભાવમાં હોંશું અને તેના પરિણમનની ક્રિયા (કરે) એ કોઈ ધર્મ નથી. આહા..હા...!
અહીંયાં તો ત્યાં સુધી કહ્યું, “નિયમસાર'માં ! આ...હા...! ચાર ભાવથી અગોચર છે. આહા..હા....! રાગથી તો અગોચર છે, ચાર ભાવથી અગોચર છે. એટલે ? કે, ચા૨ ભાવની પર્યાય છે તેને આશ્રયે તે જણાય એવો નથી. પર્યાયને આશ્રયે જણાય એવો ચૈતન્ય નથી. એવા ભગવાન પૂર્ણ છે. આહા..હા...! અરે...! અહીં શાક જરી સારું થયું ને દાળ સારી થઈ, દૂધપાક (ખાય) ત્યાં હો... (થઈ જાય). બળદની જેમ હોહકારો કરે. આ..હા...! તૃપ્ત તૃપ્ત થઈ જાય. અરે......! પ્રભુ ! શું છે ? ભાઈ ! ક્યાં ચાલ્યો ગયો ? પ્રભુ ! તારા ઘરમાં આનંદ છે ને નાથ ! આ..હા...! એ આનંદને સ્પર્શીને પરિણમન થયું એ શુદ્ધનયનો