________________
શ્લોક-૧૨૦
૩૮૫ એકાગ્રતાનો અભ્યાસ (છે). આ..હા.હા..! આવી વાત છે. વળી પાછો કહે કે, આખો દિ' ભક્તિ, પૂજા, વાંચન ઈ તો હોય. એ હોય ઈ બધું હેયબુદ્ધિએ (છે). આહાહા....! દુનિયાને બેસવું, પંડિતો અને રૂઢિગતમાં ઢસડાઈ ગયા છે અનાદિથી એને આ વાત બેસવી (કઠણ પડે). આહા..હા..!
તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે છે. જોયું? પરિણતિ. વૃત્તિ એટલે પરિણતિ. વર્તમાન શુદ્ધ દ્રવ્યને આશ્રયે થયેલી પરિણતિ, એ જે પરિણતિ અંદર વળ્યા જ કરે છે, દ્રવ્ય તરફ ઢળ્યા જ કરે છે. આહાહા.! “અને સ્થિરતા વધતી જાય.” છે તે એકાગ્રતાનો અભ્યાસ છે. આ તમારા પ્રશ્નનો ખુલાસો આવ્યો. ભાવાર્થમાંય આ છે. આહા..હા...!
ભાઈ ! આ તો જન્મ-મરણ રહિત થવાના માર્ગ છે, બાપા! અનંત. અનંત... અનંત... કાળથી... આ..હા...! અશુદ્ધતાને રગડી. જેમ પેલો મિથ્યાત્વ સંસાર કહ્યો, મિથ્યાત્વ આસ્રવ છે ને મિથ્યાત્વ સંસાર છે. એમ અશુદ્ધ પરિણમન એ સંસાર છે. આમાં ક્યાંક આવ્યું છે ખરું. ક્યાંક આવ્યું છે. મિથ્યાત્વના પરિણામ અશુદ્ધરૂપ છે. મિથ્યાત્વના પરિણામ જ અશુદ્ધરૂપ છે. દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ એ મારા, એવો જે મિથ્યાત્વ ભાવ (તે અશુદ્ધરૂપ છે). ૧૨૧ (કળશમાં) નાખ્યું છે. મિથ્યાત્વના પરિણામ જ અશુદ્ધરૂપ છે. એટલે બીજા અશુદ્ધ છે એની ગણતરી અહીં નથી. આહા...! મિથ્યાત્વ જ સંસાર છે. અવ્રત, પ્રમાદના પરિણામ એ તો અલ્પ અલ્પ સંસાર (છે), એને ગૌણ ગણી નાખીને અને એને અલ્પ કાળમાં એનો અભાવ થઈ જવાનો છે. આહાહા..! એ પરમાત્મા થવાનો છે. એ અસ્થિરતા રહેવાની નથી. આહા...હા..!
એવા ચિબિંબને જ્યાં પકડ્યું, આ..હા..હા...! ધ્રુવ ચિબિંબ ભગવાન ચૈતન્ય દ્રવ્ય સ્વભાવ સકળ નિરાવરણ પરમાત્મા... આ...હા... ત્રિકાળ સકળ નિરાવરણ... આ...હા...હા...! એને જ્યાં પકડ્યો અને પરિણમન કર્યું, એ પરિણમન અંદર વળ્યા જ કરે. આહા..હા...! જેને આશ્રયે પરિણમન શુદ્ધ થયું તેમાં તે પરિણમન વળ્યા કરે એ એકાગ્રતાનો અભ્યાસ છે. વાત બીજી છે, બાપા ! ... વાતો બીજી છે. આહા..હા..! ભાગ્યશાળી છે બાપા ! કે, આ વસ્તુ કાને પડે છે. આહા..હા..! આ ત્રણલોકના નાથ તીર્થકરના હૃદયની વાતું છે. આહા...હા...! અહીં એ કહ્યું, મિથ્યાત્વના પરિણામ જ અશુદ્ધરૂપ છે. પેલા શુભાશુભ ભાવ અશુદ્ધ છે એની પછી ગણતરી (ગણી) નથી. ૧૨૧માં છે. આ ૧૨૧ છે ને ? હવે ૧૨૧ (કળશ) ચાલશે, એમાં છે. “કળશટીકામાં છે).
પહેલાના તો પંડિતોય માળા આકરા ! આવા અર્થ કર્યા, જુઓને ! આહા..હા...! વળી (કોઈ) કહે, ચર્ચામાં પંડિતોનું ન લેવું. ભાઈની “ફૂલચંદજી” સાથે ચર્ચા થઈ ને ! (એમાં એમ કહ્યું કે, પંડિતોનું નહિ, આચાર્યોનું લેવું. આહા..હા..! “બનારસીદાસ’ તો કહે છે,