________________
૩૮૨
સમયસાર સિદ્ધિ-૬. બંધથી વિધુર છે. આહા...હા.! રાંડ્યા છે, એને બંધ છે નહિ. આહાહા.! વિશ્વવિધુરં સમય સર બંધરહિત એવા....” રહિત કોનો અર્થ કર્યો ? એ વિધુરનો. વિધુરનો અર્થ રહિત. આપણે અહીં કહે છે કે માણસને બાઈ મરી જાય ત્યારે કે, આ વિધુર થયો. વિધુર એટલે રહિત થયો. એમ આ સમકિતી બંધથી રહિત છે, વિધુર છે, રાંડ્યો છે. આહા..હા...!
એવા સમયના સારને અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને દેખે છે–અનુભવે છે.” આહા..હા...! શું કળશ ! આ..હા...! એક એક કળશે (અમૃત ભર્યા છે) ! અંતરમાં એકાગ્ર થાય છે તે બંધરહિત થઈ જાય છે એમ કહે છે. સમકિતીને ભલે પહેલા બંધરહિત કીધો પણ એ સમ્યક્દૃષ્ટિ પણ પછી અંદર એકાગ્ર થાય તેટલો બંધરહિત થાય અને સંપૂર્ણ એકાગ્ર થાય એટલે તદ્દન બંધરહિત થાય. આમ એનું સ્વરૂપ છે. ભલે સમકિતીને બંધ અને આસવ રહિત કહ્યો પણ છતાં એ પોતામાં એકાગ્ર થશે. આહા..હા..! નિજ સ્વરૂપનું) ભાન તો થયું છે પણ એકાગ્ર થશે તેટલે અંશે બંધરહિત થશે. સમજાણું ? વિશેષ કહેશે.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૫૪ શ્લોક-૧૨૦, ૧૨૧ શુક્રવાર, જેઠ વદ ૬, તા. ૧૫-૦૬-૧૯૭૯
(“સમયસાર) ૧૨૦ કળશનો ભાવાર્થ. “અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું....” એટલે શું કહે છે? શાસ્ત્ર વાંચવાનો અભ્યાસ કરવો એ અહીં કહ્યું નથી. હું જ્ઞાનસ્વરૂપ છું એમ પરિણમનમાં આવવું એ શુદ્ધનયનો અભ્યાસ છે. આ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયક છે તેની સન્મુખ થઈને પરિણમન થાય એ શુદ્ધનયનો અભ્યાસ કહેવામાં આવે છે. ઝીણી વાત છે, ભાઈ ! મૂળ વસ્તુ પહેલી પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન, એને દૃષ્ટિમાં અનુભવ લઈને અને પછી પણ તેમાં વારંવાર એકાગ્રતાનો અભ્યાસ કરવો એનું નામ શુદ્ધનયનો અભ્યાસ
કેટલાક તો આમાં કહે છે કે, આ ચોથા ગુણસ્થાનની વાત નથી, આ તો સાતમાની વાત છે, વીતરાગ સમકિતની વાત છે). કેમકે અહીં કીધું ને કે, સમકિતીને આસવ, બંધ નથી. માટે એ તો વીતરાગી સમકિતની વ્યાખ્યા છે. અહીં “હેમરાજજી પોતે કહે છે, સ્પષ્ટ કરે છે, પાઠ પણ સ્પષ્ટ કરે છે.
અહીંયાં સમ્યગ્દર્શન પહેલી ચીજ જ કોઈ એવી છે કે, અનંતકાળમાં એણે સ્વસ્વરૂપ પૂર્ણ અખંડ એક (છે) એના ઉપર નજર કરી નથી, એના ઉપર ઝુકાવ કર્યો નથી, એનું વલણ જ કર્યું નથી. બાકી બધું કર્યું. બધું એટલે ? બીજી ક્રિયાઓ નહિ. શુભાશુભ ભાવ અસંખ્ય પ્રકારના (છે) તે કર્યા. પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તેની એકાગ્રતાનો અભ્યાસ તે શુદ્ધનયનો