________________
૩૮૦
સમયસાર સિદ્ધિ-૬
મુમુક્ષુ :– એકાગ્રતાનો અભ્યાસ કેવી રીતે કરવો ?
ઉત્તર :- પ્રશ્ન ઈ છે. વસ્તુ છે એ અનુભવ થયો એટલે પછી એમાં એકાગ્ર થાય. વસ્તુ પહેલી સમ્યગ્દર્શનમાં અનુભવી છે ને ! એની વાત છે ને ! સમ્યગ્દર્શન કેમ થાય ? એમ પૂછે તો તો આખો દિ' વાત તો ચાલે છે. પૂર્ણાનંદના નાથના અભેદ ઉપર દૃષ્ટિ જતાં સમ્યગ્દર્શન થાય. સમ્યગ્દર્શનની પર્યાયના લક્ષે પણ સમ્યગ્દર્શન ન થાય. અને પછી તેમાં જ એકાગ્ર થવું. પછીની વાત ચાલે છે, પહેલાની વાત નથી.
ઈ તો અહીં કીધું ને ? ઉદ્ધત જ્ઞાન (−કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન) જેનું લક્ષણ છે એવા શુદ્ઘનયમાં રહીને અર્થાત્ શુદ્ઘનયનો આશ્રય કરીને જેઓ સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે...' આ..હા..હા...! બહુ ભર્યું પ્રભુએ ! સંતોના હૃદયમાં એ વખતે ભાવ કેવા હશે) ! આ..હા..હા....!
મુમુક્ષુ :- ચારિત્ર માટે એકાગ્રતા કરવી ને.
ઉત્તર ઃ– એ સ્વરૂપમાં એકાગ્રતા એ બધું ઈ. એ દર્શન ને એ જ્ઞાન ને એ ચારિત્ર ને એ શુક્લધ્યાન ને કેવળજ્ઞાન બધું. આ...હા...હા...! એવી વાત છે, ભાઈ ! બહારમાં તો છવીસ હજાર માણસ ! ગામમાં એમ થઈ ગયું, ઓ..હો..હો...! છવીસ હજાર માણસ ! પણ એથી શું ? બાપુ !
ધર્મનો પ્રચાર થાય.
મુમુક્ષુ :
ઉત્તર : ધર્મનો પ્રચાર એમ થાય ? ભગવાનઆત્મા ધર્મના સ્વભાવથી ભરેલો ધર્મી ! ધર્મથી ભરેલો ધર્મી ! તેને પર્યાયમાં ધર્મ પ્રગટ થવો. ત્રણેમાં ધર્મ થઈ ગયો. ધર્મી ધર્મસ્વરૂપ, ધર્મ ગુણધર્મ સ્વરૂપ, તેવો જ પર્યાયમાં ધર્મસ્વરૂપ, સ્વરૂપ તરફની એકાગ્રતા થતાં થાય તે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ધર્મસ્વરૂપ છે અને તેમાં પણ આગળ વધવા માટે એ ભગવાન જ્યાંથી સમ્યગ્દર્શન, જ્ઞાન થયું, એમાં ને એમાં એકાગ્ર થતાં કેવળજ્ઞાન થવાનું છે. આહા..હા...! આવું છે, માણસને એકાંત લાગે, વ્યવહા૨નો લોપ લાગે. લાગો બાપા ! શું કરીએ ?
આહા..હા...!
મુમુક્ષુ :- વ્યવહારના પક્ષવાળાને આકરું લાગે.
ઉત્તર :– આકરું લાગે, બહુ આકરું લાગે. વસ્તુ સત્ય જ આ છે, પરમસત્ય આ છે, બાકી બધી વાતું છે. આજે માનો, કાલે માને, ક્યારે માનો, જ્યારે પણ માનો) આ માન્ચે એને છૂટકો છે. આહા.હા...! અહીં કરોડોના દાન આપે માટે દાની થઈ ગયો ! આ...હા...હા...!
દાની તો (એને કહીએ) અંદર સંપ્રદાન નામનો ગુણ છે એ ગુણીને પકડતાં, એકાગ્ર થતાં જે દશા થઈ ને એ દશા પોતે રાખી એ દાની છે. આ..હા..હા...! એ વ્યવહારદાની એટલે વિકલ્પ ને રાગ. હોય છે, હેય તરીકે જાણવાલાયક હોય છે. એ ‘વીરચંદભાઈ’ આ તમારું ‘નાઈરોબી’નું બાકી છે. એમાં આ બધું અહીં તો હલકું કરી નાખ્યું. અહીં તો હલકા