________________
શ્લોક-૧૨૦
૩૮૧
કરી નાખે છે, પૈસા-બૈસા ખરચવા ને રાખવા એની કાંઈ કિંમત નથી, એમ અહીં કહે છે. આ..હા....!
હમણાં ત્યાં નેવુંમી જન્મજયંતીનો ખરડો કર્યો. સવા બે લાખ ભેગા કર્યા. નાઈરોબી' મુહર્ત કર્યું ત્યારે બે લાખ ને બે હજાર આપ્યા. “રામજીભાઈના ભાણેજે ! આવ્યા (છે) ને ! બે લાખ ને બે હજાર. જેઠ સુદ ૧૧, ભીમ અગિયારસને દિવસે મુહૂર્ત કર્યું. આવ્યા હતા ને, હમણા આવ્યા હતા. ‘રાયચંદભાઈ અહીં આવ્યા હતા. દીકરો-દીકરી કાંઈ નથી. એની મા ને બાયડી-ભાયડો (ત્રણ) છે. ઈ ઠીક, રાગની મંદતા છે, બાપા ! એને એમ માની બેસે કે, એમાંથી કાંઈક કલ્યાણ થઈ જશે (તો એમ નથી). અરે..રે...! આવી વાતું ભારે આકરી ! આહાહા..! મંદિર વીસ-વીસ લાખના બનાવે ને કલ્યાણ ન થાય ? શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે, જવ જેટલી પ્રતિમા સ્થાપે તો એના પુણ્ય સરસ્વતી ન કહી શકે. પુણ્ય ને પણ ? ધર્મ નહિ ને ? આહા..હા...! ઈ પુણ્ય (છે), ધર્મ નહિ. આહા..હા...!
અહીંયાં તો એટલું આવ્યું છે કે, ઉદ્ધત અને એકાગ્રતા. બે આવ્યું (એના) ઉપરથી આ બધું ચાલે છે. જે આત્મજ્ઞાન થયું એ કોઈને ગણતું નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ આવ્યો એને ગણતું નથી. ઓ.હો.હો...! તીર્થકર ગોત્રનો ભાવ બંધાણો એને પણ ગણતું નથી. આહાહા..! પરમાં જેટલી એકાગ્રતા થાય તેને તો એ ગણતું નથી, નહિ. નહિ. નહિ. અહીં એકાગ્રતા થાય તે ખરી વસ્તુ છે). આહા...હા....!
શ્ચિમ્ વ »નયત્તિ, ‘તેઓ “નિરંતર...” [RI[વિમુવમન: મવન્ત:] “રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા...” રાગાદિ છે ને ? “રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા,...” આહાહા...! હવે આ પંચમઆરાના સંત કહે છે, પ્રભુ ! અને પંચમઆરાના સાધુ એમ કહે કે, અત્યારે શુભભાવ જ હોય. અર.ર..ર..! એવી વાત કરે છે. “શાંતિસાગરના કેડાયતો.
શાંતિસાગરને પણ વ્યવહારની ક્રિયા હતી, બાકી કાંઈ નહિ. લોકોને મહિમાં આવી જાય (કેમકે) બહારમાં (કોઈ) નગ્નવેશ નહોતું ને ! માણસ સાફ, ઉદ્ધત (નહિ) પણ દૃષ્ટિ (નહિ). બાપુ ! દૃષ્ટિ કોઈ અલૌકિક વાત છે, ભાઈ ! આહા...હા...! પેલા “શ્રુતસાગર' એના કેડાયત એમ કહે છે કે, અત્યારે તો શુભભાવ હોય, બીજું હોય નહિ. ભગવાન ! તું શું કરે છો ? પ્રભુ! તું છો એવો અવ્યક્તપણે પણ કબુલાત તેં કરી નથી. મહાપ્રભુ અંદર છે. આ.હા.હા...! ભલે શુભભાવથી રહિત, આટલી પણ એકાગ્રતા, એક વસ્તુ છે અંદર મહાપ્રભુ ! અને એમાં એકાગ્ર થવું તે જ માર્ગની શરૂઆત છે, એ જ માર્ગ છે, બીજો માર્ગ નથી. પાંચમો આરો હોય કે ચોથો આરો હોય કે પાંચમા આરાનો છેડો હોય. આહા..હા...! કાળ આવો (છે) માટે કાંઈક હલકું કરો, હલકું ! બીજે હળવે રસ્તે જવાય એવું (કહો). આ.હા...!
“રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા,” [વન્યવિધુરં] આહાહા...! એ બંધથી તો રાંડ્યા છે. વિધુર નથી કહેતા ? બાઈને વિધવા કહે ને ધણીને વિધુર કહે. એમ આ જ્ઞાની