________________
શ્લોક-૧૨૦
૩૭૫ છું માટે હું જ્ઞાની નહિ, એમ એ જ્ઞાન ઉદ્ધત થઈ ગયું છે. આહા..હા...! જુઓ! સમ્યગ્દર્શનનું માહાસ્ય અને સમ્યકુજ્ઞાનનું માહાસ્ય ! ભગવાન આત્માનું દર્શન અને આત્માનું જ્ઞાન એટલે શું !! આ...હા...હા...! જેને ભગવાનના ભેટા થયા. આ ભગવાન હોં પોતે ! આ.હા..હા...! એનું જે જ્ઞાન થયું તે જ્ઞાની છે અને તે જ્ઞાન ઉદ્ધત થઈ ગયું છે. આહા..હા...! હું શાસ્ત્ર વાંચું તો મને જ્ઞાન થાય એવું પણ એને જ્ઞાનમાં નથી. એટલું જ્ઞાન ઉદ્ધત થઈ ગયું. આહા...હા...!
નિજખાણમાંથી જ્ઞાન આવ્યું. આ..હા...હા...! જેમાં અનંત અનંત જ્ઞાન ભર્યું છે, જેનો પાર નથી એવો ભગવાન સ્વભાવ, એમાંથી જ્ઞાન આવ્યું એ જ્ઞાન બીજાના વિશેષ જ્ઞાન દેખીને હું હીણું છું એમ નથી કહેતું, એમ દબાઈ નથી જતું. આહાહા..! અને કેવળજ્ઞાનીને દેખીને એને એમ થતું નથી કે, આ તો કેવળજ્ઞાની છે, પૂર્ણ જ્ઞાની છે, એ અપેક્ષાએ તો હું અજ્ઞાની છું. ના, હું તો જ્ઞાની છું. સમજાય છે કાંઈ ? આહાહા!
સ્વદ્રવ્યના આશ્રયે ભગવાન જાગીને ઉઠ્યો એ જ્ઞાન જગતની કોઈ ચીજથી દબાતું નથી. એટલે કે કોઈને ગણતું નથી. આહા...! તે જ્ઞાન, ભગવાનથી પણ મને જ્ઞાન થશે તેમ એ જ્ઞાન ગણતું નથી. આહાહા...! ઉદ્ધત જ્ઞાન (-કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન)....” એવું ઉન્નત જ્ઞાન છે. આહાહા.... જેની સાથે અતીન્દ્રિય આનંદના નમૂના સ્વાદમાં આવ્યા. આ.હા..હા...! એ જ્ઞાન કોઈથી દબાય જતું નથી. આ..હા...! જેવો સ્વભાવ એવું શ્રુતજ્ઞાન.
જેનું લક્ષણ છે એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય કરીને..” એટલે કે પૂર્ણ નિર્વિકલ્પ વસ્તુ છું તેનો આશ્રય કરીને જે દશા થઈ. આહાહા...! જેઓ સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે. એટલે કે આનંદ ને જ્ઞાન સ્વરૂપ, એવો જે સ્વભાવ તેમાં એકાગ્રતાનો અભ્યાસ કરે છે. આહા..હા..! એ શાસ્ત્રનો અભ્યાસ કરે છે કે એમ નહિ). આ.હા...હા...! ઈ તો આવ્યું નહિ ? “કળશટીકામાં આવ્યું નહિ ? અનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની અટક નથી. “કળશટીકામાં આવે છે). આહાહા..! ભણે, આવે પણ ત્યાં આગળ એમ નથી કે, હું આ ભણું તો જ મારું આ જ્ઞાન રહી જાય, નહિતર જ્ઞાન નહિ રહે. આહા...હા...!
ભગવાન ચૈતન્ય સ્વભાવ પૂર્ણ પ્રભુ ! અરે..! જે અનંતકાળમાં હાથ નહોતો આવ્યો (એ હાથ) આવ્યો, એ જ્ઞાન અપૂર્ણ ભલે હો અને બીજાને વિશેષ જ્ઞાન હો. વિશેષના બે પ્રકાર – જાણપણાનું વિશેષ અને એક પ્રગટેલું વિશેષ કેવળજ્ઞાન. પણ એને એમ થતું નથી કે, હું અજ્ઞાની છું ને આ કેવળજ્ઞાની (છે). આવી વાત છે. અરે...! આ તો મુદ્દાની રકમની વાત છે.
“સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે.” શેની એકાગ્રતા ? પ્રભુ! ચૈતન્ય વીતરાગમૂર્તિ પ્રભુ ! નિર્વિકલ્પ સમાધિ ને એકાગ્રતાનો જ અભ્યાસ કરે છે. આ અભ્યાસ ! “પ્રવચનસારમાં