________________
શ્લોક-૧૨૦
૩૭૩
વલો નરને
(વર્તાતિન) अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्नमैकाग्यमेव कलयन्ति सदैव ये ते। रागादिमुक्तमनसः सततं भवन्तः
पश्यन्ति बन्धविधुरं समयस्य सारम् ।।१२० ।। હવે, જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધનયનું માહાસ્ય છે માટે શુનયના મહિમાનું કાવ્ય કહે છે :
શ્લોકાર્થ – ઉિદ્ધવોમ્િ શુદ્ધનયમ્ અધ્યારચા ઉદ્ધત જ્ઞાન (–કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન) જેનું લક્ષણ છે એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય કરીને કે જેઓ સિવા રવા સદાય 1િષ્ટ્રમ્ થવા એકાગ્રપણાનો જ વિનન્તિા અભ્યાસ કરે છે તેવું તેઓ, સિતતં નિરંતર RI+Iવિમુવમનસ: ભવન્ત:] રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા, વિશ્વવિધુરં સમરથ સારમું બંધરહિત એવા સમયના સારને (અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને) [પન્તિા દેખે છે–અનુભવે છે.
ભાવાર્થ – અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. “હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું – એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય તે એકાગ્રતાનો અભ્યાસ.
શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે અને શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધનય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. વળી તે અનુભવ એકદેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. ૧૨૦.