________________
૩૭૨
સમયસાર સિદ્ધિ-૬ સમ્યજ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની છે.' આહા..હા...! ‘(૩) સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે... આ..હા..હા...! સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લઈએ તો કેવળી ભગવાન જ્ઞાની છે...’ આ...હા...! બારમે ગુણસ્થાન સુધી હજી પૂર્ણ જ્ઞાન નથી અને છદ્મસ્થ અજ્ઞાની છે. અજ્ઞાની છે એટલે પૂર્ણ જ્ઞાન નથી, એમ. છદ્મસ્થ છે, છદ્મસ્થ (એને) આવરણ છે, ભાવઆવરણમાં જે રહ્યો છે એથી એને અજ્ઞાની કહેવામાં આવે છે. બારમા ગુણસ્થાન સુધી. એ જ્ઞાનની પૂર્ણતાની અપેક્ષાએ અને પૂર્ણતાના અભાવની અપેક્ષાએ અજ્ઞાની કહ્યો. પણ સમ્યાન પણ નથી એમ નહિ. પૂર્ણ જ્ઞાનના અભાવે એને અજ્ઞાની (કહ્યો), પૂર્ણ જ્ઞાનનો અભાવ છે) તેથી અજ્ઞાની (છે) એટલું કહ્યું. મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શન એ નહિ. આહા..હા...!
‘કારણ કે સિદ્ધાંતમાં પાંચ ભાવોનું કથન કરતાં...' શાસ્ત્રમાં જ્યાં પાંચ ભાવોનું કથન છે, પંચમ ભાવપૂર્વક ચા૨ ભાવ પર્યાયના (લીધા છે). આહા..હા...! ત્રિકાળી પંચમભાવ ભગવાન એનો ભાવ અને ચા૨ પર્યાયમાં ભાવ, એ પાંચ ભાવનું જ્યાં કથન છે ત્યાં બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે.’ વીતરાગ થયો છે, અંતર્મુહૂર્ત પછી કેવળજ્ઞાન થવાનું છે પણ એ પૂર્ણ જ્ઞાનના અભાવની અપેક્ષાએ બારમુ ગુણસ્થાન વીતરાગી (છે) તેને પણ અજ્ઞાની કહ્યો છે. આહા..હા...! અજ્ઞાની એટલે મિથ્યાજ્ઞાની એમ નહિ. પૂર્ણ જ્ઞાનનો અભાવ એટલી અપેક્ષાએ અજ્ઞાની, એમ.
'આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડે... જુઓ ! આ અનેકાંત ! સમ્યષ્ટિને જ્ઞાની કહ્યો એ વસ્તુના સ્વરૂપના ભાનની અપેક્ષાએ. મિથ્યાદષ્ટિને અજ્ઞાની કહ્યો એ સ્વરૂપના અજ્ઞાનની (અપેક્ષાએ). બારમે ગુણસ્થાને અજ્ઞાની કહ્યો એ પૂર્ણ જ્ઞાનના અભાવની (અપેક્ષાએ). એક જ અપેક્ષા લ્યે કે, જુઓ ! મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની છે તેવો જ બારમા ગુણસ્થાનવાળો અજ્ઞાની છે એમ નથી. આહા..હા...!
આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડે વિધિનિષેધ નિધિપણે સિદ્ધ થાય છે;...' વિધિનિષેધ (એટલે) સમ્યષ્ટિમાં જ્ઞાન છે, બારમે ગુણસ્થાને અજ્ઞાન છે. સંપૂર્ણ (જ્ઞાન) નથી માટે. એ રીતે વિધિનિષેધથી, અનેકાંતથી વાત સાબિત થાય છે. આહા..હા...! સર્વથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી.' સર્વથા એકાંત કરવા જાય તો કોઈ વાત સિદ્ધ નહિ થાય. એનો અર્થ એવો નથી કે, અનેકાંત એટલે નિમિત્તથી પણ થાય અને ઉપાદાનથી પણ થાય. વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય, ઈ અનેકાંત નથી. એ અનેકાંત છે કે, નિશ્ચયથી થાય અને વ્યવહારથી ન થાય. ઉપાદાનથી થાય અને નિમિત્તથી ન થાય. એ ત્યાં અનેકાંત છે. અહીં અનેકાંત તો અપેક્ષિત સમ્યકૂજ્ઞાન અને પૂર્ણતાના અભાવની અપેક્ષાએ અજ્ઞાન (કહ્યું) અને નીચે મિથ્યાદૃષ્ટિની અપેક્ષાએ અજ્ઞાન (કહ્યું), એ અપેક્ષાએ આ વાત કરી છે. આહા..હા...!