________________
૩૭૦
સમયસાર સિદ્ધિ-૬ કર્મ નવાને નિમિત્ત થાય, પણ એ જૂના કર્મને નિમિત્ત જીવના મિથ્યાત્વ ને રાગ-દ્વેષ થાય તો. આહાહા...! તેથી ધર્મીને આત્માનો અનુભવ સમ્યગ્દર્શનમાં છે તેથી તેને મિથ્યાત્વ ને રાગ-દ્વેષ નથી તેથી તેને જૂના કર્મને નિમિત્ત થાવું અને નવું કર્મ થાય, એ એકેય છે. નહિ. નથી મિથ્યાત્વ, રાગ-દ્વેષ પરિણામ, નથી જૂના કર્મને નિમિત્ત થવું અને જૂનું કર્મ નવાને લાવવું એ એકેય એને નથી. આહા..હા..! એને બંધન જ નથી એમ કહે છે. છે ?
“અર્થાત્ કારણનું જે કારણ તેના અભાવમાં) કારણનું કારણ એટલે ? જૂના કર્મ નવાનું કારણ છે પણ એ કારણનું કારણ અજ્ઞાનીના રાગ-દ્વેષ ને મોહ છે. એવા ‘(કારણ તેના અભાવમાં કાર્યનો)...” એટલે નવા બંધનનો “અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી.” આ કારણે ધર્મીને બંધ છે નહિ. વિશેષ કહેશે... (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૫૩ ગાથા–૧૭૭-૧૭૮, શ્લોક-૧૨૦
ગુરુવાર, જેઠ વદ ૪, તા. ૧૪-૦૬-૧૯૭૯
સમયસાર ૧૭૩-૧૭૮ (ગાથાના) ભાવાર્થનો બીજો પેરેગ્રાફ. સમ્યફદૃષ્ટિનું અહીં માહાસ્ય કહ્યું. એમ કહ્યું ને (કે), સમ્યક્દૃષ્ટિને આસ્રવ અને બંધ નથી. એ સમ્યગ્દર્શનનું માહાભ્ય (છે). પૂર્ણ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય... આ...હા...! અખંડ સ્વરૂપ અનંત.. અનંત.. અનંત.. શક્તિનો સંગ્રહાલય. અનંતની દૃષ્ટિ થઈ એ અલૌકિક વાત છે. એ દૃષ્ટિએ સંસારનો ત્યાં અંત છે. દયા, દાન, વ્રત, ભક્તિ (આદિની) ગમે તે ક્રિયા કરે, એની કંઈ મહિમા નથી. શુભભાવ અનંત વાર કર્યો અને કરે એની કોઈ મહિમા નથી. મહિમા અને માહાભ્ય, ચમત્કાર તો પ્રભુ ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે એને જેણે સ્પર્યો છે, એનો જેને અનુભવ થયો છે, એનું જેને જ્ઞાન થઈને પ્રતીતિ થઈ છે એના મહાસ્યનું વર્ણન છે. એને આસ્રવ અને બંધ નથી. અનંત સંસારનું કારણ એવો આસવ અને બંધ એને નથી. અલ્પ છે એની ગણતરી નથી). (સમ્યગ્દર્શનના) માહાન્ય આગળ (એની) ગણતરી ગણી નથી.
“સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે...” છે ? ભાવાર્થનો બીજો ભાગ, બીજો પેરેગ્રાફ. સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે. કેટલાક એમ કહે છે કે, જ્ઞાની તો સાતમે (ગુણસ્થાનથી) હોય. વીતરાગપણે હોય ત્યારે (હોય). વીતરાગ દૃષ્ટિ ત્યારે હોય, નીચે સમ્યદૃષ્ટિને સરાગ દૃષ્ટિ છે). એમ છે નહિ. પહેલે દરજ્જામાં ભગવાન પૂર્ણ સ્વરૂપ પ્રભુ બહારથી સર્વથા પ્રકારે ઉપયોગ સંકેલી નાખ્યો ને. અંતર્મુખમાં દૃષ્ટિએ પલટો માર્યો એ કાંઈ ઓછી વાત નથી. બહારના લક્ષે તો વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા (અનંત વાર કરી), મંદિરો બનાવ્યા, ગજરથ (કાઢ્યા) બધું અનંત વાર કર્યું. એમાં કંઈ કોઈ ભવનો અંત નથી. આહા..હા...!