________________
ગાથા-૧૭૭ થી ૧૭૮
૩૬૯
કારણ છે, પણ ક્યારે ? કે, જૂના કર્મમાં (જોડાઈને) પોતે રાગ-દ્વેષ ને મિથ્યાત્વ કરે ત્યારે. આહા..હા...! આવી વાતું હવે, હજી તો સમજવી કઠણ પડે.
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, એની રીત જ કળા જ જુદી જાત છે. આખી દુનિયાથી એની રીત જુદી છે. આ..હા..! એક એક પરમાણુ પોતાની પર્યાયે તે સમયે પરિણમે એને કોણ પરિણમાવે, કહે છે. આ શરીર છે જુઓ ! આમ આમ ચાલે ઈ તો એની પર્યાય જડની છે. આત્મા એને કરે, આત્મા હાથને હલાવી શકે એ ત્રણકાળમાં બનતું નથી. ઈ કોણ માને ? આહા..હા..! આ લાકડી છે, (આ) પણ આમ ઊંચી-નીચી થાય છે જુઓ ! એની અવસ્થા (થાય) એનો કર્તા ઈ પુદ્ગલ છે, એનો કર્તા આંગળી નથી. આ..હા...! આ હાથને આધારે આ લાકડી રહી છે ? ના. ઈં પરમાણુમાં આધાર નામનો ગુણ છે એને કા૨ણે લાકડી (એને) આધારે રહી છે, હાથને આધારે નહિ. અરે..! આ (કેમ) બેસે ? દેવીલાલજી’ ! આહા..હા....!
જગતનો એક એક રજકણ, આ તો અનંતા રજકણનો દળ છે, એક એક રજકણની તે સમયે થતી જે અવસ્થા, તેને બીજો રજકણ કે બીજો આત્મા કરી શકે નહિ. આહા..હા...! હળવો.. હળવો.. હળવો કરી નાખ્યો. હળવો છે જ. પરના કાર્યના કર્તાપણાથી રહિત પ્રભુ છે. આહા..હા...!
એ કહે છે, આ.હા..હા...! ધર્મીને બંધનું કારણ ક્યારે થાય ? કે, જૂના કર્મ નવા કર્મનું આવવાનું (કારણ) ચારે થાય ? કે, એ જૂના કર્મમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષનું નિમિત્ત થાય, જૂના કર્મમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષનું નિમિત્ત થાય તો જૂના કર્મ નવા કર્મનું કા૨ણ થાય. આહા..હા...! છે ?
‘દ્રવ્યપ્રત્યયો...’ એટલે જડ પુદ્ગલકર્મના (એટલે) નવા (કર્મના) હેતુનો હેતુ. નવા કર્મ આવવાનું નિમિત્ત એ મિથ્યાત્વ અને રાગ-દ્વેષ છે. આહા..હા...! ‘બંધ અધિકા૨’માં પણ એમ કહ્યું છે ને ? જે કોઈ આત્માના ઉપયોગમાં રાગ કરે તે બંધ મિથ્યાત્વ છે. રાગ ક૨ે (એમ) એકલાની વાત નથી લીધી. જાણવાના ઉપયોગમાં રાગને કરે એ બંધનું કારણ છે. આહા..હા...! બંધ અધિકાર'માં પહેલી શરૂઆતમાં વાત કરી છે).
‘સમયસા૨’ તો અલૌકિક ચીજ છે ! બપો૨ે પ્રવચનસાર’ (ચાલે છે), ‘નિયમસાર’ કોઈ અલૌકિક શાસ્ત્ર (છે) ! કુંદકુંદાચાર્યદેવ’ના શાસ્ત્રો એટલે કેવળીની વાણી છે !! આ..હા..હા...! પણ સમજવા માટે ઘણો પ્રયત્ન જોઈએ, બાપુ ! આહા...હા....!
દ્રવ્યપ્રત્યયોને પુદ્ગલકર્મના હેતુ...' નવાનો હેતુ, એનો હેતુ રાગાદિક છે; માટે હેતુના હેતુના અભાવમાં... આહા..હા...! શું કીધું ઈ ? જૂના કર્મ જે હેતુ છે એનો હેતુ મિથ્યાત્વ અને રાગ-દ્વેષ છે. એવા હેતુના હેતુના અભાવમાં હેતુમાનનો (અર્થાત્ કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો) અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી.' આહા..હા...! જૂના