________________
૩૭૪
સમયસાર સિદ્ધિ-૬
શ્લોક ૧૨૦ ઉપર પ્રવચન
‘હવે, જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધનયનું માહાસ્ય છે.” જોયું ! આહાહા...! શુદ્ધ ભગવાન પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, પૂર્ણાનંદનો નાથ અનંત ગુણનો સાગર, દરિયો પવિત્ર પ્રભુ ! એકલી પવિત્રતાનો પિંડ પ્રભુ ! આ.હા..હા...! ચૈતન્યપ્રતિમા ! એકલી પવિત્રતાના ગુણની પ્રતિમા પ્રભુ ! આ.હા..હા...! એને જો લઈએ તો એનું માહાસ્ય છે. (માટે) “શુદ્ધનયના મહિમાનું કાવ્ય કહે છે –' એ શુદ્ધનયને લઈને) જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધનયનું માહાસ્ય (છે). શુદ્ધનય એટલે નિર્વિકલ્પ આનંદના અનુભવનું એ માહાસ્ય છે. પૂર્ણ સ્વરૂપનો અનુભવ ને પ્રતીતિ થઈ, એનું માહાસ્ય છે. જ્ઞાનીને બંધ થતો નથી એમાં શુદ્ધનયનું માહાસ્ય છે. આહા...હા..!
| નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય ભગવાન જ્યાં સમાધિમાં અંદર શાંતિમાં પડ્યો છે... આહાહા....! તે શુદ્ધનયનું માહાસ્ય છે. માટે શુદ્ધનયના મહિમાનું કાવ્ય કહે છે :
अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्नमैकाग्यमेव कलयन्ति सदैव ये ते। रागादिमुक्तमनसः सततं भवन्तः
पश्यन्ति बन्धविधुरं समयस्य सारम्।।१२० ।। આહાહા...! કિલ્ફતવોપવિમ્ શુદ્ધયમ્ અધ્યાચ“ઉદ્ધત જ્ઞાન...” આ...હાહા..! જ્ઞાન જે આત્માનું થયું એ જ્ઞાન ઉદ્ધત થઈ ગયું. એ કોઈને ગણતું નથી. આહા..હા..! કર્મના ઉદયને ગણતું નથી, શાસ્ત્રના પાના વાંચું તો જ્ઞાન થાય એમેય ગણતું નથી એવું ઉદ્ધત જ્ઞાન છે. આહા...હા...! “ઉદ્ધત જ્ઞાન –કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન)... આહા...હા..! ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ ચૈતન્યચંદ્ર, ચૈતન્યચંદ્ર અંદર બિરાજે છે ! શાંતિનો સાગર ! આ..હા..! જ્ઞાન ને એની સાથે શાંતિ ને એની સાથે આનંદ, એવો જે ભગવાન નિર્વિકલ્પ વસ્તુ તેને અહીં શુદ્ધનય કીધી છે. એ શુદ્ધનયનું – આત્માનું જ્ઞાન થયું (એ). ઉદ્ધત જ્ઞાન (છે). આહાહા....! “–કોઈનું દબાવ્યું દબાય નહિ)' એ કર્મના ઉદયના જોરમાં દબાય નહિ. આહા...હા...! અથવા વિશેષ વિદ્ધતા અને પંડિતાઈ ન હોય તેથી જ્ઞાન એમ માને કે, અરે..! મને જ્ઞાન નથી, એવું એ નથી. એ ઉદ્ધત જ્ઞાન છે. આહા...હા...!
ઘણા લોકો) બહારમાં જ્ઞાનમાં નિપુણ દેખાય એથી પોતાને એમ ન થઈ જાય છે, અરે..આ મને જ્ઞાન બહુ ઓછું (છે). તે ઉદ્ધત જ્ઞાન કોઈને ગણતું નથી. વિશેષ જાણનારોને પણ (એ) જ્ઞાની છે એમ એ ગણતું નથી. આહા..હા...! અને હું ઓછું જાણું