________________
ગાથા–૧૭૭ થી ૧૭૮
૩૭૧ આ તો ભવના અંતના કરનારને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. તે વ્યાજબી છે. શાસ્ત્રનું આટલું ભણ્યો માટે જ્ઞાની (છે) એમ નથી. આહા...હા...! જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! જાણક સ્વભાવનો પિંડ જ્ઞાયક, તેનું જ્ઞાન થાય તેને જ્ઞાની કહે છે. બીજી આવડત ઓછી હોય કે સમજાવતા ન પણ આવડે એથી કરીને જ્ઞાન, અજ્ઞાન થતું નથી અને અગિયાર અંગનું જ્ઞાન થતા એ અજ્ઞાન છે તે કાંઈ જ્ઞાન થતું નથી. આહાહા...!
ચૈતન્ય મહાપ્રભુ ! એનું જેને જ્ઞાન થયું, એને જેણે જ્ઞાનમાં શેય બનાવી, અનાદિથી પરને ય બનાવીને પર્યાય ત્યાં રોકાણી છે... આહા..હા...! એ પર્યાયને પર્યાયમાં સ્વ-સ્વરૂપને શેય બનાવી. આહા..હા...! જ્યાં સમ્યગ્દર્શન પૂર્વક સમ્યકજ્ઞાન થયું છે તેથી તેને જ્ઞાની કહેવો યોગ્ય જ છે. ભલે તિર્યંચ ભૂંડ હોય. આહા..હા...! ઉંદર હોય, ખિસકોલી હોય પણ ભગવાન આત્મા પૂર્ણ પ્રભુ ત્યાં તો એને પડ્યો છે. એનું જેને અંતરમાં સન્મુખ થઈને, સંયોગનું લક્ષ છોડી, નિમિત્તનું છોડી, રાગનું છોડી ને પર્યાયનું (લક્ષ પણ) છોડી, પર્યાયે પર્યાયનું લક્ષ છોડીને પર્યાય દ્રવ્યને અવલંબે છે (તો) કહે છે કે, એને જ્ઞાની કહેવો ઈ વ્યાજબી છે. આહા..હા...!
“જ્ઞાની' શબ્દ મુખ્યપણે ત્રણ અપેક્ષાએ વપરાય છે – (૧) પ્રથમ તો, જેને જ્ઞાન હોય તેને જ્ઞાની કહેવાય; આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે.” શું કહે છે ? બધા જીવો જ્ઞાન સ્વરૂપે છે એ અપેક્ષાએ જ્ઞાની કહેવાય, પણ એ કંઈ સમ્યજ્ઞાન નહિ. મિથ્યાજ્ઞાન એ સમ્યકજ્ઞાન નથી. જ્ઞાની (એટલે) જે આત્મા જ્ઞાનનો ધરનારો, પૂર્ણ જ્ઞાનનો ધરનાર, એકલો જ્ઞાયકભાવ (છે) એથી બધાને જ્ઞાની કહેવાય. સમ્યકુ-મિથ્યા જ્ઞાની અહીંયાં નહિ. પહેલી સામાન્યની વાત છે). “આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ સર્વ જીવો જ્ઞાની છે.” આહા..હા..! અભવી પણ જ્ઞાની છે. કેમકે એનો સ્વભાવ જ જ્ઞાનસ્વરૂપ છે ને ! જાણક સ્વભાવભાવથી ભરેલો ભગવાન, એને લઈને બધાને જ્ઞાની કહેવાય, પણ એથી એ ભવના અંતનું કારણ છે, એ નહિ. આહા...હા...!
૨) સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો અહીં જે કીધું છે ઈ. અહીં તો સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન, એની અપેક્ષાએ જ્ઞાન લેવામાં આવે તો સમ્યક્રદૃષ્ટિને સમ્યકજ્ઞાન હોવાથી..” રાગથી ભિન્ન પડી સ્વરૂપનું જ્ઞાન થયું એવું) સમ્યક્દૃષ્ટિ ભેદજ્ઞાનીને હોવાથી. “સમ્યગ્દષ્ટિને સમ્યકજ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે.” એ અપેક્ષાએ તેને અહીં જ્ઞાની કહ્યો છે. આ મોટા વાંધા કેટલાક ઉઠાવે છે. ખરેખર જ્ઞાની (એટલે એમ કે) નિર્વિકલ્પ દૃષ્ટિ સાતમે (ગુણસ્થાને) થાય ત્યારે સમ્યગ્દર્શન નિર્વિકલ્પ થાય. આહાહા..! “જ્ઞાનસાગરે એવું લીધું છે. જ્યાં સુધી પૂર્ણ નિર્વિકલ્પ સમાધિ ન થાય ત્યાં સુધી એને જ્ઞાન નહિ. એમ કહ્યું. આહા..! આ વાત માને નહિ. એમ કે આ તો પંડિતનું કથન છે ને ! પંડિતનું કથન પાઠમાં બોલે છે. ૧૪૪ ગાથા. સ્વરૂપની પ્રાપ્તિ કરે તેને સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાન (નામ) પામે. ત્યાં એમ કીધું. ત્યાં ચારિત્ર તો લીધું નથી. પાઠ છે, એવા તો ઘણા પાઠ છે. આહા.! કુંદકુંદાચાર્યદેવ પોતાનો આશય આપશે. “સમ્યક્દષ્ટિને