________________
૩૬૮
સમયસાર સિદ્ધિ-૬ નથી. આહા...! અહીં તો મિથ્યાત્વ સંબંધી, વિપરીત માન્યતા મહા સંસાર (છે). આ.હા...! ભગવાન પૂર્ણાનંદનો નાથ મોક્ષસ્વરૂપ છે એનાથી મિથ્યાત્વ ભાવ (અર્થાતુ) રાગના વિકલ્પને પોતાનો માનવો એવો મિથ્યાત્વ ભાવ એ જ મહાસંસાર ને અનંત જન્મ-મરણનો ગર્ભ છે. આહા હા..! હવે એની જેને કિંમત નથી, ઈ આ દયા, દાન ને વ્રત, તપ ને ભક્તિ કરીએ એટલે ધર્મ થઈ જશે એમ અજ્ઞાની માને. આહા...! ભાઈ ! ઈ શુભભાવ છે. આહાહા..! ધર્મ તો શુદ્ધ ઉપયોગ થાય ત્યારે ધર્મ છે. શુભ ને અશુભ, બેય અશુભ છે, અશુદ્ધ છે. આહાહા..! એ અશુદ્ધતા અહીં નથી. સમ્યફદૃષ્ટિમાં જે રાગ-દ્વેષ-મોહ તીવ્ર છે એ અશુદ્ધતા એને નથી માટે સર્વ રાગ-દ્વેષ-મોહનો અભાવ છે. આહા..હા...!
એ ૧૭૧ ગાથામાં કહી ગયા. જ્ઞાનીને પણ જઘન્યભાવે દેખે છે, શ્રદ્ધે છે. દેખું-જાણે છે એમ ત્યાં લીધું. એથી હજી ઉત્કૃષ્ટ ભાવે દેખતો નથી. એટલે હજી એને આસ્રવ ને બંધ આવે છે. પૂર્ણાનંદના નાથને પૂર્ણ રૂપે દેખી, શ્રદ્ધ ને ઠરે, પૂર્ણ રૂપે ઠરે એને હવે આસવ અને બંધ હોતો નથી. અહીંયાં જે કહે છે ઈ તો સમકિતની અપેક્ષાની વાત છે. આહા..હા...! આવો ધર્મ કેવો ! આ બધા જાત્રા કરે, મંદિર કરે, લાખો રૂપિયા ખર્ચે, દસ-દસ લાખ (ખર્ચે), દસ શું તારા અબજ ખર્ચ ને ! ઈ ક્યાં તારી ચીજ છે ? ઈ તો જડ છે. આહા..હા....! પૈસા મારા છે એમ માનીને આપે છે તો મિથ્યાત્વ છે. અજીવ જીવનું છે (એમ નથી), ઈ તો અજીવ છે. આત્મા ભગવાન તો જીવ છે. જીવનો અજીવ – પૈસા હોય ? એ અજીવને જીવ માને એ મિથ્યાત્વ છે. આહા...હા...! આકરું કામ. સમ્યગ્દર્શનમાં એ વાત છૂટી જાય છે. એ રાજપાટમાં પડ્યો હોય, કરોડો રૂપિયા દાનમાં આપતો હોય પણ અંદર સ્વામી (થતો) નથી, જાણે છે કે આમ થાય છે, આ જાય છે, આ જાય છે. આ રહે છે, આ જાય છે. આહા..હા...! આવી વાતું છે.
(સમ્યગ્દષ્ટિને) દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મનું.” દ્રવ્ય એટલે જોડાણ, જૂના જડ કર્મ. પુગલકર્મનું (અર્થાત્ પુદ્ગલકર્મના બંધનનું) હેતુપણું ધારતા નથી.” આહાહા....! ધર્મની
જ્યાં અંદર આત્મઅનુભવની દૃષ્ટિ થઈ, ભેદજ્ઞાન થઈ ગયું, રાગથી – વિકલ્પથી જુદો પડી ગયો એ જુદો પડ્યો તે ભગવાન આત્મા... આહા..હા...! એને જૂના કર્મ પડ્યા છે એ બંધનો હેતુ થતો નથી. આહાહા...! છે ? દ્રવ્યપ્રત્યયો એટલે જૂના જડ (કર્મ). આસ્રવ કીધા ને ? પ્રત્યય એટલે આસવ. ઓલા દ્રવ્યાસવ કીધા, અહીં પ્રત્યય કીધું. પૂર્વના પડ્યા (છે) ઈ હોં !
પુગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે;” “હેતુપણું ધારતા નથી કારણ કે દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે. પૂર્વના કર્મ નવા કર્મના કારણમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ હોય તો બંધનું કારણ થાય. આહા..હા...! છે ? જઃકર્મો પુદ્ગલકર્મના હેતુપણું – નવા બંધનનું નિમિત્ત, જૂના કર્મ નવા બંધનનું નિમિત્ત, એ નિમિત્તમાં પણ હેતુ રાગાદિ છે. જૂનું (કર્મ) નિમિત્ત છે એ આવી ગયું છે કે, જૂનું કર્મ છે એ નવા કર્મનું