________________
૩૬૬
સમયસાર સિદ્ધિ-૬ ટીકા – સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહ નથી કારણ કે સમ્યગ્દષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે (અર્થાત્ રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું બની શકતું નથી), રાગદ્વેષમોહના અભાવમાં તેને સમ્યગ્દષ્ટિને) દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મનું અર્થાત્ પુદ્ગલકર્મના બંધનનું) હેતુપણું ધારતા નથી કારણ કે દ્રવ્યપ્રત્યયોને પુદ્ગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે; માટે હેતુના હેતુના અભાવમાં હેતુમાનનો (અર્થાત્ કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો) અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી.
ભાવાર્થ :- અહીં, રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું હોઈ શકે નહિ એવો અવિનાભાવી નિયમ કહ્યો છતાં મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ સમજવો. મિથ્યાત્વસંબંધી રાગાદિકને જ અહીં રાગાદિક ગણવામાં આવ્યા છે. સમ્યગ્દષ્ટિ થયા પછી કાંઈક ચારિત્રમોહસંબંધી રાગ રહે છે તેને અહીં ગણ્યો નથી; તે ગૌણ છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવાસવનો અર્થાત્ રાગદ્વેષમોહનો અભાવ છે. દ્રવ્યાસવોને બંધના હેતુ થવામાં હેતુભૂત એવા રાગદ્વેષમોહનો સમ્યગ્દષ્ટિને અભાવ હોવાથી દ્રવ્યાસવો બંધના હેતુ થતા નથી, અને દ્રવ્યાસવો બંધના હેતુ નહિ થતા હોવાથી સમ્યગ્દષ્ટિને-જ્ઞાનીને-બંધ થતો નથી.
સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. “જ્ઞાની' શબ્દ મુખ્યપણે ત્રણ અપેક્ષાએ વપરાય છે – (૧) પ્રથમ તો, જેને જ્ઞાન હોય તે જ્ઞાની કહેવાય; આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે. (૨) સમ્યક્ જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો સમ્યગ્દષ્ટિને સમ્યજ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની છે. (૩) સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો કેવળી ભગવાન જ્ઞાની છે અને છદ્મસ્થ અજ્ઞાની છે કારણ કે સિદ્ધાંતમાં પાંચ ભાવોનું કથન કરતાં બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. આ પ્રમાણે અનેકાંતની અપેક્ષા વડે વિધિનિષેધ નિબંધપણે સિદ્ધ થાય છે; સર્વથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી.
ગાથા – ૧૭૭, ૧૭૮ ઉપર પ્રવચન
હવે આ અર્થના સમર્થનની બે ગાથાઓ કહે છે :
रागो दोसो मोहो य आसवा णत्थि सम्मदिहिस्स। तम्हा आसवभावेण विणा हेदू ण पच्चया होति।।१७७।। हेदू चदुवियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं । तेसिं पि य रागादी तेसिमभावे ण बज्झंति ।।१७८।।