________________
ગાથા-૧૭૭ થી ૧૭૮
નહિ રાગદ્વેષ, ન મોહ—એ આસ્રવ નથી સુદૃષ્ટિને, તેથી જ આસવભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૭૭. હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા,
તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮.
૩૬૭
ટીકા :– સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહ નથી...' એ આ. મિથ્યાત્વ અને રાગ-દ્વેષ. મોહ એટલે મિથ્યાત્વ (અને) રાગ-દ્વેષ એટલે અનંતાનુબંધીના રાગ-દ્વેષ. આવું વાંચીને દીપચંદજી (શેઠિયાજી)’ને થઈ ગયું હતું ને ! ભૂલ કાઢી હતી ને પેલી ? સોગાની’ની ! ‘ન્યાલચંદ સોગાની’ કહે કે, જ્ઞાનીને પણ શુભરાગ આવે એ આમ દુઃખ લાગે છે, દુઃખ છે. ઈ એને ન ગોઠ્યું. બાપુ ! ધર્મી છે, ભલે ક્ષાયિક સમકિતી હોય... આહા..હા...! બાહુબલીજી’ અને ભરત’ બેય લડ્યા, છતાં સમિકતી છે. અંદર રાગ આવ્યો છે પણ એ રાગ અસ્થિરતાનો રાગ દોષ છે, દુ:ખ છે. આ..હા..! જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ દુઃખ છે. રાગ છે તે ઝેર છે, દુઃખ છે. પ્રભુ અમૃતનો સાગર છે એનાથી ઊલટો ભાવ છે. એ શુભભાવ પણ અમૃતના સાગરથી ઊલટો ભાવ છે. આહા..હા...!
અરે......! ભગવાન મહાપ્રભુ બિરાજે છે, કહે છે. ત્યાં તારું આસન નાખતો નથી અને આસન... આહા..હા...! સારા સ્થાનમાં આસન નાખતો નથી અને વિષ્ટામાં આસન નાખે છે. એમ રાગ ને દ્વેષ, પુણ્ય-પાપમાં આસન નાખ્યા. આ..હા...! ઉદાસીનોસિ આવે છે ને અંદર ? ઉદાસીનોસિ ! ધર્મી તો રાગ ને દ્વેષથી ઉદાસીન છે, એનાથી એનું આસન ભિન્ન અંદર આત્મા ઉપર પડ્યું છે. આ..હા..હા....! ઉદાસીન ઉદ + આસીન. ભગવાન ધામ છે, ચૈતન્યવસ્તુ (છે) ત્યાં તેના આસન દૃષ્ટિ સ્થપાણી છે. તે તેનું સ્થળ છે, તે તેની જમીન છે, તે તેનો ધણી છે અને તે તેનો સ્વામી છે. આ..હા...! જમીનના સ્વામી હોય છે ને ? ઈ (ખરી) જમીન આ છે. અનંત અનંત ગુણથી ભરેલો ભગવાન, એ ધર્મીનું સ્થાન ને ક્ષેત્ર, દળ એ ચીજ છે. રાગાદિ થાય પણ એ એની ચીજ નથી. આહા..હા....!
સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહ નથી....’ (એમ) અહીં તો કીધું છે. ‘કારણ કે સમ્યગ્દષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે...' ભાષા દેખો ! આહા..હા...! મિથ્યાત્વ સંબંધીના ભાવ અને રાગદ્વેષ ગયા ન હોય અને સમ્યક્દષ્ટિ હોય એમ ત્રણકાળમાં બને નહિ. સભ્યષ્ટિના શુદ્ધ સમ્યગ્દર્શનનો ભાવ (થયો) અને અનંતાનુબંધીના અભાવરૂપ ભાવ થયો ત્યાં રાગ-દ્વેષ મારા છે એવો ભાવ હોઈ શકે નહિ.
આહા..હા...! એ કહે છે, “સમ્યગ્દષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે (અર્થાત્ રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું બની શકતું નથી);...' અહીં કેટલાક કહે છે કે, જરી પણ રાગ રહે ત્યાં સુધી મિથ્યાષ્ટિ છે, એમ કેટલાક કહે છે. ઈ વાત અહીં