________________
ગાથા-૧૭૩ થી ૧૭૬
૩૪૧ જીવને આસવભાવ હોય તો જ ઉદયપ્રાપ્ત દ્રવ્યપ્રત્યયો નવો બંધ કરી શકે છે. નવા ભાવ કરે, જૂના કર્મ પડ્યા હોય, નવા ભાવ કરે તો બંધનનું કારણ થાય. જૂના કર્મ પડ્યા (છે) માટે એને બંધનનું કારણ થાય એમ નથી. આહા..! વર્તમાનમાં એની દશા જડકર્મની સાથમાં ઉદય આવે ત્યારે જેટલા પ્રમાણમાં વર્તમાનમાં જોડાય, જોડાણ સ્વભાવ તરફ તો છે જ, (છતાં) આમ (ઉદયમાં) જોડાય તેટલા પ્રમાણમાં બંધન) થાય. આ તો સમકિતીનું જોડાણ તો આત્મા સાથે છે. સમજાણું કાંઈ ? થોડું જોડાણ છે. છતાં તેને અહીંયાં આસવ અને બંધનરહિત કહેવામાં આવ્યો છે. આહા..હા..! એ મિથ્યાત્વ અને અનંતાનુબંધીની અપેક્ષાએ છે, હોં ! એ ખુલાસો કરશે. આહા...હા...!
ભાવાર્થ) દ્રવ્યાસવોના ઉદયને અને જીવના રાગદ્વેષમોહભાવોને નિમિત્ત-નૈમિત્તિકભાવ છે.” શું કીધું ઈ ? જૂના જડ કર્મ છે નિમિત્ત અને નવા વર્તમાન રાગ-દ્વેષ થાય એ નૈમિત્તિક. એ રાગ-દ્વેષ કરે તો ઓલાને નિમિત્ત કહેવામાં આવે. દ્રવ્યાસવોના ઉદય વિના જીવને આસવભાવ થઈ શકે નહિ.” એકલા નિમિત્ત વિના સ્વભાવમાં એકલો આશ્રવ થઈ શકે નહિ. એટલે અહીં આસ્રવ સિદ્ધ કરવું છે ને ! “જીવને આસવભાવ થઈ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિ. દ્રવ્યાસવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાસવ થાય તે પ્રકારે દ્રવ્યાસવો નવીન બંધનાં કારણે થાય છે. જીવ ભાવાસવ ન કરે તો તેને નવો બંધ થતો નથી.... કર્મનો ઉદય આવ્યો માટે બંધન થાય એમેય નથી. આહાહા..! પોતાના જોડાણમાંથી છૂટીને એમાં જેટલું જોડાણ કરે, એટલું એને નવું બંધન થાય. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૫૧ ગાથા-૧૭૩-૧૭૬, મંગળવાર, જેઠ વદ ૨, તા. ૧૨-૦૬-૧૯૭૯
‘સમયસાર ભાવાર્થ પછી બીજો પેરેગ્રાફ છે. “સમ્યગ્દષ્ટિને.” એટલે શું ? કે, આત્મા જે છે એ શુદ્ધ સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ છે. એનું મૂળ સ્વરૂપ સત્ છે અને જ્ઞાન, આનંદાદિ એનો સ્વભાવ છે. એની દશામાં જે પુણ્ય ને પાપના ભાવ થાય એ તો આસ્રવ છે. આસ્રવ એટલે બંધના કારણ છે. જેમ વહાણમાં છિદ્ર હોય અને પાણી આવે એમ આત્મા શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ છે છતાં જેને ભાન નથી, એને અંદર મિથ્યાત્વને લઈને તેનો અનુભવ થતો નથી. અહીં વધારે એ વાત લેવી છે.
વસ્તુસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે તેનું જ્ઞાન ને ભાન નથી, એ આત્મા સિવાય પર પદાર્થનો કર્તા થાય છે અને અંદર રાગ ને પુણ્ય ને પાપના ભાવ થાય, હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ પાપ (ભાવ છે). દયા, દાન, વ્રત, તપ, ભક્તિ એ પુણ્ય (ભાવ છે), પણ બેય આસવ