________________
૩પ૦
સમયસાર સિદ્ધિ-૬. પોતે કરે તે પ્રકારે તેને વિકાર થાય. ધર્મીને પણ, હોં ! સમકિતીને પણ ! આહા..હા....! અસ્થિરતાનો રાગ-દ્વેષ હોય છે. આ.હા...!
“તેથી ગુણસ્થાનોના વર્ણનમાં...” ગુણસ્થાન એટલે જેમ મેડીએ ચડવામાં દાદરાના પગથિયાં છે એમ આત્માની પૂર્ણ દશા પામવામાં ચૌદ પગથિયાં છે. આ..હા..હા.! વાતે વાતે ફેર લાગે. આહા...! છે ? (અવિરતસમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કહ્યો છે. પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી.” ઈ શું કહ્યું? કે, જેને આ આત્માનો અનુભવ થાય છે, અતીન્દ્રિય આનંદનો
જ્યાં સ્વાદ આવે છે એને ભલે ચારિત્રનો દોષ આવે, રાગ હોય, પુણ્ય હોય, પાપ હોય એવા ભાવ આવે પણ એની અહીં મુખ્યતા નથી. એનું એને વિશેષ બંધન નથી અને બંધનમાં હોય છતાં તેની સ્થિતિ ને રસ વિશેષ નથી. મૂળિયું કાપી નાખ્યું. જેણે મૂળ કાપ્યું એના પછીના પાંદડાં સૂકાવાને હવે વાર નહિ લાગે. આહા..હા..! આકરું કામ છે. એમ જેણે મિથ્યાત્વનું મૂળ તોડી નાખ્યું અને સમ્યગ્દર્શન જેણે પ્રગટ કર્યું. આ..હા..હા..! એને હવે ચારિત્રનો દોષ છે.
ભરત’ ચક્રવર્તી સમકિતી હતા, છ— હજાર સ્ત્રી હતી. “શ્રેણિક રાજા ! હજારો રાણી ને ક્ષાયિક સમકિતી ! તીર્થકર ગોત્ર બાંધ્યું છે. અત્યારે પહેલી નરકમાં ગયા છે પણ ત્યાંથી નીકળીને આવતી ચોવીશીમાં તીર્થકર થવાના. વ્રત ને તપ ને ચારિત્ર નહોતું. અંતરના વ્રત ને તપ, હોં ! આ બહારના વ્રત, તપ કરે એ તો રાગની ક્રિયાકાંડ, સંસાર છે. અંતરમાં સ્વરૂપમાં વીંટાઈ જવું અને અંદર ઠરી જવું. આ..હા..હા...! આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં ભાન થઈને ઠરી જવું, અંદર જામી જાવું. આ..હા..હા..!
બરફની જેમ મોટી પાટ હોય છે ને ? “મુંબઈમાં પચાસ પચાસ મણની (હોય છે). ઠંડી પાટ આમ મોટી પચાસ પચાસ મણની ! બરફ ! એમ આ ભગવાન અંદર શાંતરસની મોટી પાટ છે. અરે..રે...! કેમ બેસે ? અવિકારી શાંતરસની પાટ છે આ પ્રભુઆત્મા ! આ..હા...હા..! એનું જેને ભાન થયું એને હજી અસ્થિરતાનું કારણ દોષ છે પણ તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. સામાન્ય એટલે મિથ્યાત્વ. મિથ્યાત્વથી જે સંસારબંધ થાય એવો સમ્યક્દૃષ્ટિને ચારિત્રના દોષથી એટલો બંધ એવો થતો નથી. સામાન્ય સંસાર એટલે અનંત સંસારનું કારણ જે મિથ્યાત્વ (તે સામાન્ય સંસાર). આહાહા...! છે ?
અલ્પ “સામાન્ય સંસારની અપેક્ષાએ..” ભાષા શું કહે છે ? સામાન્ય સંસાર એટલે ? કે જે આત્મા આનંદ ને શુદ્ધ ચૈતન્યઘન છે એવું ભાન ન હોવાથી વિપરીત માન્યતા છે કે, પુણ્ય ને દયા, દાન એ મારા અને એનાથી મારો લાભ એવો જે મિથ્યાત્વભાવ એ મુખ્ય સંસાર છે. એ મિથ્યાત્વ ભાવ એ સંસાર છે. એ સંસાર – સામાન્ય સંસાર એટલે અનંત છે. એવો એ સંસાર સમકિતીને હોતો નથી. આહા..હા...! સમજાય છે ?